Home Current જીનસ કંપનીમાં વિકરાળ આગથી દોડધામ : અંજાર પોલીસ બની ‘દેવદુત’ :જુવો વિડીયો

જીનસ કંપનીમાં વિકરાળ આગથી દોડધામ : અંજાર પોલીસ બની ‘દેવદુત’ :જુવો વિડીયો

3081
SHARE
અંજાર નજીક ઇલેક્ટ્રોનીક્શ વસ્તુઓ બનાવતી જીનસ કંપનીમાં અગમ્યકારણોસર આગ લાગ્યા બાદ થોડા સમયમાંજ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ ત્યારે પોલીસે જીવના જોખમી કંપનીમાં પ્રવેશ કરી કામદારો તથા અબોલ પશુના જીવ બચાવી દેવદુત બની હતી.
મંગળવારે અંજાર-ગાંધીધામ હાઇવે પર આવેલી ઇલેક્ટ્રીક્શ વસ્તુઓ બનાવતી જીનસ કંપનીમાં અચાનક વિકરાળ આગ ફાટી નિકળી હતી. આગના પગલે કંપનીમાં ભારે દોડધામ મચી ગઇ હતી અને આગે પણ વિકરાળ સ્વરૂપ થોડીવારમાંજ ધારણ કર્યુ હતુ. બનાવની જાણ થતા એક તરફ ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવા માટે પહોંચી હતી બીજી તરફ આગના પગલે ધુમાળાના ગોટેગોટા દુર સુધી જોવા મળતા ભારે ભયનો માહોલ સર્જાયો હતો. તે વચ્ચે પોલીસ તથા તંત્રએ જીવના જોખમે કંપનીની દિવાલ તોડીને ત્યા કામ કરતા કામદારો તથા ફસાયેલા અબોલ પશુઓને બચાવ્યા હતા.જોખમ વચ્ચે 700 થી વધુ કામદારોને આગથી બચાવવા એક પડકાર હતો પરંતુ પોલીસે ક્યાક સમજાવટ અને ક્યાક બળનો ઉપયોગ કરી કામદારોને સલામત ખસેડ્યા હતા. તો હિટાચી મશીન તથા અન્ય વસ્તુઓ વડે કામદારોની મદદથી દિવાલ તોડી લોકોને પણ બહાર કાઢ્યા હતા અને પશુઓને પણ પ્લાસ્ટીકનો જથ્થા સાથે જવ્લનશીલ વસ્તુઓને કારણે આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. હાલ અંજાર,ગાંધીધામ,કંડલા તથા આસપાસની કંપનીઓમાંથી ફાયર ને બોલાવી આગ પર સંપુર્ણ કાબુ મેળવવા પ્રયત્નો થઇ રહ્યા છે. પરંતુ તંત્રની સતર્કતાથી કામદારો અને અબોલ પશુઓ બચ્યા હતા. જેમાં પોલીસ વિભાગની કામગીરી નેત્રદિપક રહી હતી. અંજાર વિભાગના ડીવાયએસપી સહિત મોટો પોલીસ કાફલો ધટના સ્થળે બનાવની જાણ થતા દોડી ગયો હતો તો અન્ય વિભાગો પણ બચાવ કામગીરીમાં જોડાયુ હતુ. સ્થાનીક વહીવટી તંત્રના અધિકારીઓ સહિત ધારાસભ્ય પણ ધટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ-રાહત કામગીરીમાં જોડાયા હતા. 30 જેટલા ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવવા માટે કામે લાગ્યા હતા.અંજાર નાયબ પોલીસ અધિક્ષક સહિત પીઆઇ એ.આર.ગોહિલ,કિર્તીકુમાર ગેડીયા સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો.
મુશ્કેલી વચ્ચે પોલીસ બની ‘દેવદુત’
સવારે 9 વાગ્યા બાદ લાગેલી આગની જાણ ફરજ પરથી જઇ રહેલા એક પોલીસ કર્મચારીને થઇ હતી. જે બાદ તેને કંપની તરફથી વધુ જાણકારી મળ્યા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો હતો એક તરફ આગ બુઝાવવા માટે ફાયર વિભાગ કામ કરી રહ્યુ હતુ બીજી તરફ આગથી બચાવીને કામદારોને સલામત ખસેડવા એક પડકાર હતો પોલીસે સુઝબુઝ સાથે 700 કામદારોને આગના જોખમ વચ્ચેથી સલામત તંત્રની મદદથી બહાર કાઢ્યા હતા. તો બીજી તરફ પતરના સેડની અંદર 7 જેટલા અબોલ પશુઓ પણ ફસાયા હતા જે પોલીસના ધ્યાને આવ્યા બાદ દિવાલ તોડી તમામ પશુઓને સુરક્ષીત બહાર કઢાયા હતા.
આગ પર સંપુર્ણ કાબુ મેળવવામાં હાલ સમય લાગી શકે છે. પરંતુ જાનમાલને નુકશાન થતુ તંત્રએ સુઝબુઝ સાથે અટકાવ્યુ હતુ. જો કે આગના કારણો સાથે આવી આપતી સમયે કામદારોને સુરક્ષીત કરવાના તથા ફાયરના પુરતા સાધનો અને નિયમોનુ પાલન થતુ હતુ કે નહી તે જાણવુ તંત્ર દ્રારા અગત્યનુ રહેશે.