કચ્છમાં સામાજીક વાતાવરણ બગાડવાના અસામાજીક તત્વોના કારનામાની હાલ ચર્ચા છે તે વચ્ચે નખત્રાણામાં ગણેશ મુર્તિમાં તોડફોડ અને ધજા લગાવવા મામલે ઝડપાયેલા ચાર આરોપીના પોલીસે 2 દિવસના રીમાન્ડ મેળવ્યા છે. સાથે આ કિસ્સામાં ઝડપાયેલા મૌલાનાના ઘર-મદ્રેસામાં તપાસ દરમ્યાન હથિયારો મળી આવતા તેની વિરૂધ્ધ વધુ એક ગુન્હો નોંધવામાં આવ્યો છે બીજી તરફ મજબુત કડી ન મળતા માંડવીના કિસ્સામાં હજુ ફરીયાદ નોંધાઇ નથી.
સુરતની સાથે કચ્છમાં પણ ગણેશ ઉત્સવના ધાર્મીક વાતાવરણમાં શાંતિ ડહોળવાના પ્રયત્નનો મામલો ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા બનેલા આ બનાવની ઠેરઠેર હિન્દુ સમાજ દ્રારા ટીકા કરવામાં આવી રહી છે. દરમ્યાન કોટડા ગામે થયેલા આ કૃત્યમાં ઝડપાયેલા ચાર આરોપી મૌલાના ગુલામ હુસેન જાફર,આરીફ સુમરા પઢીયાર,સાહીલ રમઝાન મંધરા,તથા હનીફ મંધરાના નખત્રાણા પોલીસે બે દિવસના રીમાન્ડ મેળવ્યા છે. પોલીસે તપાસ માટે 10 દિવસના રીમાન્ડની માંગ કરી હતી.પોલીસે વિવિધ દિશામાં તપાસ આરંભી છે. દરમ્યાન તપાસ દરમ્યાન મૌલાનાના ઘર કમ મદ્રેસામાં ઝડતી કરી હતી.મૌલાના ગુલામ હુસેન જાફર લુહાર (રહે. મૂળ નેત્રા, નખત્રાણા) ને ત્યા સર્ચ દરમ્યાન દરમિયાન બે મોટાં છરાં અને એક છરી મળી આવતા પોલીસે મૌલાના સામે હથિયારબંધીના જાહેરનામા ભંગનો વધુ એક ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન ધાર્મીક શૈક્ષણીક સ્થળ પર હથિયારને લઇને સોસીયલ મિડીયામાં અગ્રણીઓએ પણ ધણા સવાલો ઉભા કર્યા હતા
માંડવીમાં એ આરોપમાં કાવત્રાની કડી નહી…
નખત્રાણામાં ગણેશ મુર્તી પર પથ્થરો ફેંકી ખંડીત કરવી અને ધાર્મીક સ્થળ પર બિન હિન્દુ ધજા લહેરાવાનો મામલો સામે આવ્યા ભુજથી ગણેશ વિસર્જન માટે ગયેલા ગણેશ ભક્તો પર અસામાજીક તત્વોએ પથ્થર ફેંકયા હોવાના ગઇકાલે આરોપ લાગ્યા હતા પોલીસ તથા હિન્દુ યુવા સંગઠન ભારત અને વીએચપી જેવા સંગઠનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા જે મામલે હજુ કોઇ ફરીયાદ થઇ નથી. પોલીસે ધટના બાદ કરેલી તપાસમાં અત્યાર સુધી એવુ સામે આવ્યુ છે કે કોઇ કાવત્રાના ભાગરૂપે આ પથ્થરો ફેંકાયા હોય તેવી કોઇ કડી પોલીસને તપાસમાં મળી નથી. પોલીસે આસપાસના મહત્વના સીસીટીવી તપાસયા હતા સાથે અલગ-અલગ એંગલથી તપાસ કરી હતી જેમાં અત્યાર સુધી કોઇ ઇરાદા પુર્વકના ષડયંત્ર સાથે આ કૃત્યુ થયુ હોય તેવુ ખુલ્યુ નથી જેથી કોઇ ફરીયાદ આ મામલે થઇ નથી જો કે પોલીસ હજુ પણ સર્વગ્રાહી તપાસ કરી રહી છે. ત્યાર બાદ કોઇ નિષ્કર્ષ પણ પહોંચશે પરંતુ હાલ ગણેશ ભક્તો પર ઇરાદા સાથે કોઇ કૃત્ય આચરાયુ હોય તેવુ સ્પષ્ટ થયુ નથી તેમ માંડવી પોલીસ મથકના જવાબદાર અધિકારીએ જણાવ્યુ હતુ.
કચ્છના કોડટા(જ) માં બનેલા બનાવ બાદ પોલીસે કરેલી કાર્યવાહી તથા શાંતિની અપિલને પગલે કચ્છમાં હાલ શાંતિભર્યો માહોલ છે. તેવામાં આ શાંતિ ડોહળાય નહી તેના પર પોલીસની નજર છે. અને તમામ પાસાઓની ઉંડાણપુર્વક તપાસ પણ કરી રહી છે. ત્યારે લોકો પણ સોસીયલ મીડિયા પર સંયમ જાળવી ખોટા સંદેશાઓથી બચે તે જરૂરી છે.દરમ્યાન આજે પોલીસે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તહેવારને ધ્યાને રાખી ફેલગમાર્ચ પણ કરી હતી