Home Current કંડલા પોર્ટ પર આતંકી હુમલો થાય તો ! જુઓ દિલધડક ઓપરેશનનો વિડીયો

કંડલા પોર્ટ પર આતંકી હુમલો થાય તો ! જુઓ દિલધડક ઓપરેશનનો વિડીયો

3111
SHARE
આતંકવાદીઓએ કંડલા પોર્ટ ઉપર હુમલો કરીને ચાર કર્મચારીઓને બંધક બનાવ્યા ૨૦ કરોડની ખંડણી માંગી,સાથી આંતકીઓને મુક્ત કરવા માંગ કરી જો કે ગાંધીનગરથી આવેલા ચેતક ફોર્સ કમાન્ડોએ મોરચો સંભાળીને આતંકવાદીઓને ઠાર કર્યા એક આતંકવાદી જીવતો પકડાયો સુરક્ષા એજન્સીઓ તાલમેલ માટે સફળ મોકડ્રીલ યોજાઇ
વિશ્વના અનેક દેશો વચ્ચે હાલ યુધ્ધ ચાલી રહ્યુ છે. તેવામાં ભારત પણ ચો તરફ દુશ્મનોથી ધેરાયેલુ છે. તેવામાં દેશમાં દુશ્મન દેશ દ્રારા કોઇ આંતકી ધટનાને અંજામ અપાય તો આવી સ્થિતીને પહોંચી વળવા માટે આપણા સુરક્ષા જવાનો સજ્જ છે ત્યારે દેશના સૌથી મોટુ બંદર કે સરહદી જીલ્લા કચ્છમાં આવેલુ છે. ત્યા આવી કોઇ પ્રવૃતિ થાય તો ? બસ આવા સમયે સુરક્ષા એજન્સીઓના તાલમેલની સમિક્ષા માટે કડંલા દિનદયાળ પોર્ટ ખાતે એક મોકડ્રીલ યોજાઇ હતી. કચ્છના દીનદયાળ પોર્ટ પર આતંકવાદી હુમલો થતાં અફરાતફરી મચી ગઇ હતી.ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓ જેમાં પોલીસ, સીઆઈએસએફ, એસઓજી, મરીન ટાસ્ક ફોર્સ, ઇન્ટેલિજન્સ યુનિટ્સ અને ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી કરી આંતકીઓને ઢેર કર્યા હતા ભલે આ એક મોકડ્રીલ હતી પરંતુ ભારતીય એજન્સીઓએ પોતાની સતર્કતા સાથે આખા સડયંત્રને નિષ્ફળ બનાવ્યુ હતુ. આ મોકડ્રીલમાં ગાંધીધામ મામલતદાર રાહુલ ખાભરા, ચેતક કમાન્ડો ફોર્સના ડીવાયએસપી ડી.વી.ગોહિલ અને કે.એમ.ઝાલા, પૂર્વ કચ્છ પોલીસના ડીવાયએસપી એ.વી.રાજગોર અને મુકેશ ચૌધરી, સીઆરપીએફના ડેપ્યુટી કમાન્ડન્ટ આર.વી. શ્રીમાળી, કંડલા પોર્ટના ટેક્નિકલ આસિસ્ટન્ટ અપૂર્વ જાડેજા,મરીન પોલીસ સ્ટેશન પીઆઈ એ.એમ.વાલા, એસઓજીના પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.ઝાલા, સ્ટેટ આઈબીના પોલીસ ઇન્સ્પેકટર મુકેશ સુથાર સહિત વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
દરિયાઈ ખાડી માર્ગે આંતકીઓનો પ્રવેશ
મોકડ્રીલના પૂર્વ આયોજિત પ્લાન મુજબ દરિયાઈ માર્ગે ખાડીમાંથી આતંકવાદીઓએ આવીને કંડલા પોર્ટમાં ઘૂસવા માટે એક બોટને બંધક બનાવી હતી. ક્રિકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતા જ સીઆરપીએફનું પેટ્રોલિંગ યુનિટ સક્રિય થયું હતું. આથી આતંકવાદીઓ ફાયરિંગ કરતાં કરતાં કંડલા પોર્ટની ફ્લોટીંગ જેટી થઈને આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન અથડામણ થતાં સીઆરપીએફની ક્વિક રિસ્પોન્સ ટીમે એક આતંકવાદીને ઠાર કર્યો હતો.એટીઆર બિલ્ડીંગમાં આતંકવાદીઓએ પોર્ટના ચાર કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. આ બંધક બનાવ્યાની ઘટનાની જાણ થતાં મરીન પોલીસ સ્ટેશનની ટીમ આવી પહોંચી હતી‌. મરીન પોલીસ અને સ્ટેટ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોર્ટના કામકાજને બંધ કરાવ્યું હતું. આ ઉપરાંત, સીઆઈએસએફ યુનિટે નોર્થ ગેટની એન્ટ્રી અવરજવર માટે બંધ કરાવીને નાગરિકોને સલામતી સુનિશ્ચિત કરી હતી.
૪ આતંકવાદીઓને છોડવા માંગ
ચાર લોકોને બંધક બનાવી આતંકવાદીઓએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ગાંધીધામ મદદનીશ કલેક્ટરનો સંપર્ક કરાવવા કહ્યું હતું. આતંકવાદીઓએ કચ્છ જિલ્લા વહીવટીતંત્રના માધ્યમથી રાજ્ય સરકાર પાસે પોતાના મિત્રો, જે હાલ કચ્છની જેલમાં બંધ છે તે ૪ આતંકવાદીઓને છોડવા, સરહદ ક્રોસ કરવા માટે એક હેલિકોપ્ટર આપવા અને રૂ. ૨૦ કરોડ કેશ આપવા માંગણી કરી હતી.બે કલાકમાં માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ બંધકોને નુકસાન પહોંચાડશે તેમ ધમકી આતંકવાદીઓએ આપી હતી. જોકે, જિલ્લા વહીવટીતંત્ર અને એજન્સીઓએ આતંકવાદીઓ પાસેથી વધુ સમય માગીને રાજ્યની સ્પેશિયલ ફોર્સ એવી ચેતક કમાન્ડો ફોર્સને બોલાવી હતી.
અને થઇ ચેતક કમાન્ડોની એન્ટ્રી
ઘટનાક્રમ મુજબ બિલ્ડીંગમાં ઘૂસેલા ૩ આતંકવાદીઓ વિશેની પ્રાથમિક માહિતી સીઆઈએસએફ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા એકઠી કરવામાં આવી હતી.શરૂઆતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે રણનીતિ બનાવીને બિલ્ડીંગ અંદર જઈને બંધકોને છોડાવવા તેમજ આતંકવાદીઓને ઠાર કરવા પ્રયત્ન કર્યો હતો. જોકે,આઈડી બ્લાસ્ટ, ટીયર શેલ અને ઘાતકી ટ્રેપ્સ હોવાના લીધે અંતે રાજ્યની ચેતક કમાન્ડો ફોર્સ જ અંદર જઈને ઓપરેશન પૂર્ણ કરશે તેમ નિર્ણય કરવામાં આવ્યો હતો.પરિસ્થિતિ મુજબ ચેતક કમાન્ડોએ વિવિધ એજન્સીઓના સહયોગ થકી બિલ્ડીંગ અંદર જઈને ૦૨ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જ્યારે એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો.કોઈપણ નુકસાન વગર ૪ બંધકોને છોડાવવામાં ચેતક કમાન્ડો ફોર્સે સફળતા મળી હતી
આ મોકડ્રીલમાં ચેતક કમાન્ડો ફોર્સની બે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં રેડ ટીમ આતંકવાદી બની હતી જ્યારે બ્લૂ ટીમે ચેતક કમાન્ડો ફોર્સ તરીકે ઓપરેશનને લીડ કર્યું હતું. વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા યોજાયેલી આ દિલધડક મોકડ્રીલ છ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.પરંતુ આ છ કલાકમાં તમામ પરિસ્થિતીને પહોંચી વળવા માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ હોવાનુ અને દેશની રક્ષા માટે તેઓ કટ્ટીબંધ હોવાનો મજબુત સંદેશ આપ્યો હતો
જુઓ વિડીયો