Home Crime ભુજના ઇમામ ચોકમાં નજીવી બાબતે યુવકની હત્યા થી ચકચાર !

ભુજના ઇમામ ચોકમાં નજીવી બાબતે યુવકની હત્યા થી ચકચાર !

7207
SHARE
ભુજમાં નજીવી બાબતે એક યુવકની હત્યા એ ભારે ચકચાર સર્જી છે. સંજોગનગર મોટા પીર ચોકડી નજીક આવેલા ઈમામ ચોક પાસે નાણાંની લેતી-દેતીમાં છરી ઝીંકી એક યુવકની હત્યા કરી દેવાઈ છે.ઘાતકી હત્યાનો બનાવ બનતાં પોલીસ અધિકારીએ તપાસ માટે દોડી ગયા હતા.ભુજ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એ.જી.પરમારે વિગતો આપ્યા જણાવ્યું હતું કે મરણ જનાર રૂઝાન હિંગોરજાને એક યુવક પાસેથી રૂપિયા લેવાના બાકી નીકળતાં હતાં. આ મામલે તેને ઉઘરાણી કરતા માથાકૂટ થઇ હતી જેમાં ઇમરાન રમઝાન જુણેજા નામના યુવકે તેને છરી મારી દીધી હતી.જે જીવલેણ સાબિત થઈ હતી અને યુવકનું મોત નિપજ્યું છે પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે બનાવ અંગે ઘટનાસ્થળે દોડી જઈને કાયદેસર કાર્યવાહી પોલીસે હાથ ધરી છે એક સમય નશામાં યુવક હત્યા કરી હોવાનું અને સમગ્ર બનાવના મૂડમાં ડ્રગ્સ કરણભૂલ હોવાના મેસેજ ફરતા થયા હતા જો કે પોલીસે અત્યાર સુધી આવી કોઈ વિગત સામે ન આવે હોવાનુ જણાવ્યું હતું. તો થોડા દિવસ થી આ મુદ્દે મગજમારી ચાલતી હોવાની વાત પણ સપાટી પર આવી છે. જો કે પોલીસે તપાસ બાદ વધુ વિગતો આપવાનું જણાવ્યું હતું. આ વિસ્તારના સામાજિક આગેવાન ના કૌટુંબીક યુવાનની હત્યા થતા સમગ્ર બનાવે ભારે ચકચાર સર્જી છે