Home Current ૧૦૦૦ કિ.મી અંતર કાપી પહેલી વાર મુંબઇ થી નલિયા પહોંચી ટ્રેન !...

૧૦૦૦ કિ.મી અંતર કાપી પહેલી વાર મુંબઇ થી નલિયા પહોંચી ટ્રેન ! જુઓ વિડીયો

11181
SHARE
ભુજથી-નલિયા વચ્ચે બ્રોડગેજ ઉંપાતરની કામગીરી લાંબા સમયથી શરૂ થયા બાદ હવે તમામ તપાસણીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે આજે અધિકારીઓની દેખરેખ હેઠળ ટ્રેન ચલાવી ટેસ્ટીંગ કરાયુ હતુ. જે કાલે પણ ચાલુ રહેશે અગાઉ તબક્કાવાર તપાસણી બાદ ભુજથી નલિયા સુધી ટ્રેન ચલાવી તપાસ કરાઇ હતી. જો કે રેલવે અધિકારીઓએ વધુ વિગતો આપવાનુ ટાળ્યુ હતુ
ધણા લાંબા સમયથી કચ્છના લોકો રાહ જોઇ રહ્યા છે. કે નલિયા-ભુજ વચ્ચેની વર્ષો પહેલા બંધ થયેલી સેવા ફરી શરૂ થાય અને તે માટે લાંબા સમયથી કામ ચાલુ કરાયુ અને પુર્ણ કરી અનેક ચકાસણી પણ હાલ શરૂ છે.નિષ્ણાંતોની દેખરેખ સાથે માલગાડી સાથે પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા અંગે રેલવે વિભાગ સતત પ્રયત્નો કરી રહ્યુ છે. તે વચ્ચે પ્રથમ વાર મુંબઇ થી નલિયા સુઘી ના પાટા પર ટ્રેન ચલાવવામા આવી હતી અને તે ટ્રેન નલિયા પહોંચી હતી. હાલના અહેવાલ મુજબ કામ સંપૂર્ણ પૂર્ણ થયુ છે. જો કે ફાઇનલ ચકાસણી માટે જવાબદાર અધિકારીઓની હાજીરમાં ૧૦ કોચ સાથેની સાથે ની ટ્રેન મુંબઇથી ઉપડી આજે નલિયા પહોંચી હતી ૧૦૦૦ કિલોમીટર દુરથી આ ટ્રેનનુ ટ્રાયલ લેવામાં આવ્યુ હતુ જેમાં અધિકારીઓની ચકાસણી બાદ ચાલુ કરવા માંટે લીલીઝંડી આપવામાં આવશે. અંદાજીત 200 લોકોની ક્ષમતા સાથે ટ્રેનનુ પરિક્ષણ કરાશે બાદમાં ૧૨૦ ની સ્પીડ ટ્રેન દોડવામાં આવશે તમામ રેલ્વે સ્ટેશન પર કામની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. અને પાટાઓમાં કોઇ ખામી નથી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જે બાદ આજે ફાઇનલ ટ્રાયલ માટેની તૈયારીઓ કરાશે આવનારા દિવસોમાં પહેલા માલગાડી દોડવામાં આવશે અને પછી પેસેન્જર ટ્રેન દોડવામાં આવશે જે માટે તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જો કે આ ટ્રાયલ ફાઇનલ માનવામાં આવી રહ્યુ છે. આ બાદ કોઇ ખામી સામે નહી આવે તો ટુંક સમયમાં ટ્રેન સેવા શરૂ કરવા અંગે આયોજન કરાશે. તેવુ અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતુ ભુજથી બ્રોડગેજનુ કામ લાંબા સમયથી ચાલુ છે. પરંતુ હવે ભુજથી નલિયા વચ્ચે બ્રોડગેજનુ કામ પુર્ણતા ભણી ટુંક સમયમા કચ્છને નવી ટ્રેન સેવાની ભેટ મળે તો નવાઇ નહી…જો કે નલિયા બ્રોડગેજના ઝડપી કામથી કચ્છીઓમાં ખુશી જોવા મળી રહી છે. જુવો વિડીયો 👇🏻