સુખપર(મદનપુર)માં ચાલતા વિવાદો વચ્ચે પંચાયતની અંદરજ સરપંચ અને ગામના એક વ્યક્તિ વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી બાદ વાત હાથાપાઇ સુધી પહોંચી હતી. જેનો સીસીટીવી વિડીયો આજે ત્રણ દિવસ બાદ વાયરલ થયો છે.
ગુજરાતમાં ક્યાય વિવાદ નહી ચાલતો હોય તેવો વિવાદ હાલ સુખપર(મદનપુર) ની નવી બનેલી પંચાયતમાં ચાલી રહ્યો છે. લાંબા સમયથી વહીવટી કાર્ય ઠપ્પ છે. અને થોડા સમય પહેલા તો પંચાયતનુ નવુ બની રહેલુ બિલ્ડીંગ તોડવાનો ભારે વિવાદ સર્જાયો હતો. તે વચ્ચે સામાન્ય સભા મળતી નથી. આંતરીક રાજકારણને કારણે નવા પંચાયતી વિસ્તારનો વિકાસ અટકી પડ્યો છે. સરપંચ દ્રારા વાંરવાર ગ્રામજનો સાથે રજુઆત કરાઇ છે. પરંતુ સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ કચ્છનુ તંત્ર લાવી શક્યુ નથી. જો કે આ વિવાદમાં વધુ એક વિવાદ ઉમેરાયો છે. અને સામાન્ય સભા સહિત ગ્રામના કામો માટેની ચાલી રહેલી ચર્ચા વચ્ચે ગામના જ એક વ્યક્તિએ સરપંચ પર પૈસા ખાધા હોવાનો આરોપ લગાવતા મામલો ભારે ગરમાયો હતો. અને વાત હાથાપાઇ સુધી પહોંચી હતી. જો કે હાજર રહેલા અન્ય સભ્યો તથા જવાબદારો વચ્ચે પડતા હાલ આ મામલે કોઇ કાયદાકીય કાર્યવાહી થઇ નથી પરંતુ આજે પંચાયતની અંદર થયેલી બબાલનો વિડીયો ભારે વાયરલ થયો હતો. જેમાં મહિલા સાથે કરાઇ રહેલા અસભ્ય વર્તનની પણ ચર્ચા સુખપરમાં ચોમેર થઇ રહી છે.
સરપંચ પર ખોટા આક્ષેપોથી વિવાદ
મદનપુર ગ્રામ પંચાયતના નવા સરપંચ તરીકે હાલ પુનમ મેપાણી સેવા આપી રહ્યા છે. જો કે નવી પંચાયત અસ્તિત્વમાં આવી ત્યારથી તેઓ કોઇને કોઇ કારણોથી ચર્ચામાં રહે છે. ગામના વિકાસ કામો અટકતા એક સમયે તેઓએ ઘરના પૈસાથી કાર્યો શરૂ કરતા પણ ચર્ચામાં રહ્યા હતા તો ત્યાર બાદ લાંબા સમય સુધી પંચાયત બંધ રહી અને હવે સામાન્ય સભા ન મળતા ગામમાં નિયમીત સફાઇ,કામદારોનો પગાર સહિતના કેટલાય કામો અટકી ગયા છે. તલાટી યોગ્ય જવાબ આપતા નથી જીલ્લા-તાલુકા પંચાયતમાં પણ તેઓ રજુઆત કરી થાક્યા તે વચ્ચે તારીખ પાંચના ગામના સભ્યો તથા જવાબદારો પંચાયતમા બેઠા હતા ત્યારે ગામનાજ એક વ્યક્તિ અચાનક આવી ચડ્યા હતા. અને સરપંચ પર આક્ષેપો કરતા મામલો ગરમાયો હતો
અને સરપંચ પણ ઉભા થઇ દોડ્યા…
આ અંગે મદનપુર પંચાયતના સરપંચ પુનમ મેપાણીનો સંપર્ક કરાતા તેઓએ આવા બનાવ બન્યો હોવાની વાતને સમર્થન આપ્યુ હતુ ગ્રામ પંચાયતમાં જરૂરી ચર્ચા ચાલુ હતી ત્યારે ગામનાજ રવજી વરસાણી ત્યા આવ્યા હતા અને સરપંચ પર પૈસા ખાધા હોવાનો આરોપ લગાવ્યો હતો જે બાબતે તેઓ સંતોષ કારક જવાબ આપી રહ્યા હતા પંરતુ તેઓ અપશબ્દો બોલતા અને સરપંચ તરીકે મે પુરાવા માંગતા તેઓ ઉશ્કેલાઇ ગયા હતા જેથી મામલો આ હદ્દ સુધી પહોચ્યો હતો જો કે બાદમાં અન્ય લોકોની મદદથી તેને પંચાયતમાંથી બહાર કઢાયો હતો. સરપંચે ઇરાદા પુર્વક કિન્નાખોરી રાખી કામ ન કરવા દેવાતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
મદનપુર ગ્રામ પંચાયત અલગ બન્યા બાદ તેના વિવાદોને કારણે તે વધુ ચર્ચામાં રહી છે સમસ્યા શુ છે. તે અંગે જવાબદાર ઉચ્ચ તંત્ર કોઇ કાર્યવાહી કે ઉકેલ લાવી શક્યુ નથી તે પણ વાસ્તવિકતા છે. રજુઆત પણ અનેક થઇ પરંતુ તે વચ્ચે ગામનો વિકાસ અટકી ગયો છે. તે નક્કી છે તેવા વધુ એક વિવાદ ઉમેરાયો છે. ત્યારે તંત્રના ઉચ્ચ અધિકારી અને ભાજપના જવાબદારો આ વિવાદનો ઉકેલ લાવે તે જરૂરી છે. કેમકે હવે વિવાદોમાં વાત હાથાપાઇ સુધી પહોંચી છે. જે ભવિષ્યામાં કોઇ મોટી ધટનામા પરિણમી શકે છે.