કચ્છમા દારૂ-જુગારની બદ્દીએ માજા મુકી છે. એમાય કચ્છમાં ચાર મહિનાથી એસ.પી ન હોતા જાણે પોલીસ મથકો-બ્રાન્ચને છુટોદોર મળી ગયો છે. અને તેથીજ આવી પ્રવૃતિને બળ મળ્યુ છે. જો કે તે વચ્ચે વડગામના ધારાસભ્યએ પહેલા ચોક્કસ વિસ્તારમાં દારૂની બદ્દી અને ત્યાર બાદ ગૃહમંત્રીની મુલાકાત પહેલા ડ્રગ્સની બદ્દી અંગે રેન્જ આઇજીને પત્ર લખ્યો છે. જે ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે.
કચ્છમાં દારૂનો ખુલ્લેઆમ વેપલો થાય છે. મોટા શહેરો હોય કે મોટા-નાના ગામડાઓ દારૂની બદ્દી સર્વત્ર વ્યાપી ગઇ છે. પોલીસ માને કે ન માને પરંતુ મીઠી-તીખી નજર હેઠળ આવા વ્યપાર ધમધમી રહ્યા છે તાજેતરમાંજ નલિયા નજીકના એક ગામમાં તો આવી પ્રવૃતિ સામે મહિલાઓ રણચંડી બની હતી. તો સ્થાનીક લોકો પણ આવી પ્રવૃતિ સામે વાંરવાર સવાલો કરતા હોય છે. જો કે તે વચ્ચે જીજ્ઞેશ મેવાણીએ પત્ર લખતા વાતમાં થોડુ વજન આવ્યુ છે. અને પોલીસ વિભાગમાં તેના પત્રને લઇને સડવડાટ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ મેવાણીએ ભચાઉના ચોક્કસ વિસ્તારમાં ચાલતા દારૂના હાટડાઓ અંગે બુટલેગરના નામજોખ એક પત્ર રેન્જ આઇજીને લખી કાર્યવાહીની માંગ કરી હતી. તે ચર્ચા હજુ ચાલી રહી છે. તે વચ્ચે જીજ્ઞેશ મેવાણીએ હવે ભુજ શહેરના ચોક્કસ વિસ્તારમાં એમ.ડી ડ્રગ્સ ખુલ્લે આમ પોલીસની મહેરબાનીથી અને હપ્તા લઇ ચાલતો હોવાનો આક્ષેપ કરતા ખડભળાટ મચી ગયો છે.
હર્ષ સંધવીની મુલાકાત પહેલા લેટરબોંબ !
આવતીકાલે એટલે કે બુધવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી વિવિધ કાર્યોના લોકાર્પણ અને માતાનામઢ દર્શન કરવા આવી રહ્યા છે તે પહેલા સરકારનુ ખરાબ ન લાગે તે માટે એસપીની નિમણુંક કરી દેવાઇ છે. પરંતુ મુલાકાતની ચર્ચા વધુ એટલા માટે થઇ રહી છે. કેમકે તેમની મુલાકાત પહેલા જીજ્ઞેશ મેવાણીએ વધુ એક પત્ર રેન્જ આઇજીને લખી ભુજના સરપટ નાકા,સંજોગ નગર,ભીડનાકા વિસ્તારમાં પોલીસની મિલીભગતથી એમડી ડ્રગ્સનો કારોબારો ચાલી રહ્યો છે. જેમાં ઉચ્ચ અધિકારી અને મહત્વની બ્રાન્ચ સામે પણ સાઠગાંઠના આક્ષેપ કરાયા છે. પહેલા દારૂ અને હવે ડ્રગ્સ મામલે જીજ્ઞેશ મેવાણીની ફરીયાદ ધણુ કહી જાય છે. જો કે જોવુ એ રહ્યુ કે આ મામલે તપાસ શુ થાય છે.
શુ રેન્જ આઇજીની ખબર નહી હોય..!
જીજ્ઞેસ મેવાણીએ ત્રણ જીલ્લાના વડા એવા કચ્છમાં બેસતા રેન્જ આઇજીને સંબોધી આ પત્ર લખ્યો છે. પરંતુ જીજ્ઞેશ મેવાણી પાસે પહોંચેલી વિગતો શુ રેન્જ આઇજી પાસે નહી હોય ?કેમકે ધણા જાગૃતિ નાગરીકો,સંગઠનો સમયાતરે આવી બદ્દી અંગે ફરીયાદો કરે છે. અને સવાલો પણ ઉઠાવે છે. તેવામાં કચ્છમાં શુ ચાલી રહ્યુ છે. તેની સ્થિતીથી રેન્જ આઇજી અવગત ન હોય તે માની શકાય તેમ નથી..જો કે હવે જ્યારે એક ધારાસભ્યએ પુર્વ કચ્છના ચોક્કસ વિસ્તારમાં બુટલેગરના નામ જોગ તથા પચ્છિમ કચ્છમાં ડ્રગ્સની હેરફેરમાં પોલીસની મિલીભગતના ગંભીર આક્ષેપ કર્યા છે.ત્યારે જોવુ રહ્યુ કે હવે પોલીસ આ મામલે આગળ શુ તપાસ કરે છે.
જીજ્ઞેશ મેવાણીની કચ્છની ચિંતા ચર્ચાનુ કેન્દ્ર બની છે. પહેલા સમાજના લોકોની જમીન મામલે અને હવે કચ્છમા કાયદો વ્યવસ્થા માટે ચિંતાજનક દારૂ-ડ્રગ્સના દુષણ સામે ફેકેલો લેટરબોંબ ! કે જેમાં પોલીસ પર ગંભીર આરોપ મુકાયા છે. તેવામાં જોવુ એ રહ્યુ કે રેન્જ આઇજી આ મામલે શુ કાર્યવાહી કરે છે. જો કે ચર્ચા એ પણ છે. કે આખા કચ્છમાં આવા દુષણો છે. પરંતુ શા માટે ચોક્કસ વિસ્તારો સાથેની માહિતી સાથે આક્ષેપો કરાઇ રહ્યા છે.કે પછી ઇરાદા પુર્વક ચોક્કસ વિસ્તારની માહિતી તેમના સુધી પહોંચી રહી છે. જો કે ગૃહમંત્રીની મુલાકાત પહેલા લખાયેલ આ પત્ર હાલ ચર્ચામાં છે.હવે જોવુ એ રહ્યુ કે ગૃહમંત્રીની કચ્છ મુલાકાત પહેલા સ્થાનીક પોલીસ અધિકારીઓ અને કચ્છ આવી રહેલા ગૃહમંત્રી આ મામલાને કેટલો ગંભીર લે છે…