મંહમદ પયગંબર વિરૂધ્ધની પોસ્ટ મુકવા મામલે મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. અને આવી પોસ્ટ કરનાર તત્વો સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ કાર્યવાહી કરવા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. કોગ્રેસે પણ ધટનાને વખોડી
સમગ્ર દેશમાં તાજેતરમાં હિન્દુ-મુસ્લિમ સમાજમાં કોમી વેમન્શય ફેલાય તે પ્રકારના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તે વચ્ચે કચ્છમાં મુહમ્મદ પયગંબર વિષે ધસાતુ લખાયેલી પોસ્ટ મામલે મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે કચ્છ મુસ્લિમ યુવા ગ્રુપના નેજા હેઠળ મુસ્લિમ સમાજના આગેવાનો તથા લોકોએ એકઠા થઇ આ ધટનાનો ભારે વિરોધ કર્યો હતો મુસ્લિમ સમાજે જણાવ્યુ હતુ કે હાલમાં આયોજન પુર્વક રીતે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ ને ઉશ્કેરવા અને શહેરમાં રાજ્યના અને દેશમાં વૈમનષ્ય ફેલાય તેવુ કાર્ય કરવાનો એક સિલસીલો કેટલાક સમયથી ચાલી રહેલ છે અને આ બધુ જ આયોજનપુર્વક અને કોઈના ઈશારે થઈ રહયુ હોય તેવુ અમારૂ માનવુ છે.ગાંધીધામ અને કોડકીની ધટનાને ટાંકીને કરાયેલા આ વિરોધમાં ઇસ્લામ ધર્મના પયગંબર મુહમ્મદ મુસ્તફા (સલલ્લાહું અલયહી વસલ્લમ) પર અણછાજતી પોસ્ટ કરીને મુસ્લિમોની લાગણી દુભાવવાનો અને તેઓને ઉશ્કેરી સમાજમાં બે સમુદાયો વચ્ચે વૈમનષ્ય ફેલાય તેવું કૃત્ય કરાયો હોવાનો આરોપ આગેવાનોએ લગાવ્યો હતો સાથે ટિપ્પણી કરનાર શખ્સો સામે પાસા તળે કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી આજે બાબાસાહેબ આંબેટકરના પુતળા નજીક એકઠા થયા બાદ મુસ્લિમ સમાજે તંત્રને આવેદનપત્ર આપ્યુ હતુ
૩૦ દિવસમાં નક્કર કાર્યવાહીની માંગ સાથે ચિમકી
ગાંધીધામમાં હરીસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ કૃત્યને ગંભીર ગણી કડક પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને ભુજ તાલુકાના કોડકી ગામના વિદેશમાં બેસીને પોસ્ટ કરનાર વિમલ રબારીના તમામ સોશિયલ એકાઉન્ટ બ્લોક કરવામાં આવે તેમજ સમાજ દ્વારા કરવામાં આવેલ એફ.આઈ.આર.ની નોંધ લઈને તાત્કાલિક અસરથી કાયદાકીય કાર્યવાહી કરી દેશભરમાં બની રહેલી આવી ઘટનાઓ પર રોક લગાડવા નામદાર સુપ્રીમ કોર્ટની દિશા નિર્દેશોનો અમલ કરવામાં આવે તેવી માંગણી સાથે ચીમકી પણ અપાઈ હતી કે માંગણીઓ પ્રત્યે ૩૦ દિવસમાં નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી રેલી સ્વરૂપે ભુજ થી ગાંધીધામ એસ.પી.કચેરી સુધી “તિરંગા યાત્રા” દ્વારા કુચ કરવામા આવશે.પોલીસ પર આરોપ લગાવતા મુસ્લિમ આગેવાનોએ જણાવ્યુ હતુ કે આવા તત્વો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે મુસ્લિમ સમુદાયને દરેક વખતે મોટી સંખ્યામાં ટોળું એકત્રિત કરવાની જરૂર પડે છે. જયારે કોઈ મુસ્લિમ વિરૂધ્ધની આ પ્રકારની કોઈ પણ ધટનામાં પોલીસ ખુદ ફરીયાદી બની આરોપીઓને રાઉન્ડ અપ કરી અને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે છે જેના અનેક દાખલા કચ્છ જિલ્લામાં જોવા મળેલ છે. ત્યારે આ મામલે પણ કડક કાર્યવાહી થાય
કોગ્રેસ પણ રજુઆત કરી
ઇસ્લામ ધર્મના હઝરત મુહમ્મદ પયગંબર વિરૂધ્ધ ટીપ્પણી મામલે રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા પણ મહામહિમ રાષ્ટ્રપતિને કલેક્ટર કચ્છ મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન સૈયદ મુહમ્મદ અશરફશા સૈયદના નેતૃત્વતળે કચ્છ જિલ્લાના ગાંધીધામ તથા દેશની અન્ય જગ્યાઓએ શાંતિદૂત અને ઇસ્લામ ધર્મના હજરત મુહમ્મદ પયગંબર વિશે સ્વામી યતિ નરસિંમાંનંદ ગાંધીધામના હરિસિંહ જાડેજા તથા અંકિત ભારદ્વાજ દ્વારા અણછાજતી ટિપ્પણી કરી વૈમનસ્ય ફેલાવવા અને કોમી એકતા તોડવાના જે કૃત્ય કરેલ છે તેને કોંગ્રેસ દ્રારા વખોડવામાં આવ્યુ હતુ અને કડકમાં કડક પગલાં લેવાની માંગ સાથેનું લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો કોગ્રેસે પણ લડતની ચીમકી આપી હતી રજુઆતમાં વિવિધ આગેવાનો જોડાયા હતા
ભુજમાં વિશાળ સંખ્યામાં એકઠા થઇ મુસ્લિમ સમાજે રજુઆત કર્યાનો વિડીયો.👇🏻