નવરાત્રીમાં સામાન્ય મારામારી-બોલાચાલી એ હવે જાણે ટ્રેડ થઇ ગયો છે. પોલીસની નવરાત્રીમાં હાજરી છંતા નાની-મોટા છમકલા સામાન્ય છે. ત્યારે આવોજ એક મામલો રવિવારે ભુજની એક નવરાત્રીમાં બન્યો હતો જો કે સમાજીક મામલો સમાજ પુરતો મર્યાદીત રહી સમાધાન થઇ જતા પોલીસ મથકે પહોચ્યો ન હતો પરંતુ નજરે જોનારા કહે છે છરી પણ નિકળી હતી.
ભુજમાં પ્રોફેશનલ નવરાત્રીમાં બનતા નાના-મોટા બનાવોને કારણે આ વખતે ધણા સમાજે આપણો સમાજ આપણી નવરાત્રી, પાંજો તહેવાર,પાંજી ગરબી સહિત સામાજીક રીતે નવરાત્રીના આયોજન કર્યા છે. જેથી આવા અનિચ્છનીય બનાવો ન બને જો કે તે વચ્ચે રવિવારે આવીજ એક સામાજીક નવરાત્રીમાં સામાન્ય બાબતે ઝધડો થતા ભારે ગરમા-ગરમીનો માહોલ સર્જાયો હતો અને જો સામાજીક આગેવાનો વચ્ચે ન પડ્યા હોત તો લોહી પણ રેડાત જો કે મોડી રાત્રે મામલો શાંત થયા બાદ સવારે સામાજીક આગેવાનોએ અંદરો-અંદર સમાધાન કરી લેતા મામલો પોલીસ મથકે પહોચ્યો ન હતો બનાવની વિગતે વાત કરીએ તો ભુજના ટીનસીટી ગ્રાઉન્ડમા આયોજીત લોહાણા સમાજની ગરબીમાં આ બનાવ બન્યો હતો. જેમાં પુર્વ કાઉન્સીલરનો ભાઇ તથા વર્તમાન કાઉન્સીલરનો પુત્ર નજીવી બાબતે ઝધડી પડ્યા હતા ઝધડામાં પુર્વ કાઉન્સીલરના ભાઇએ કાઉન્સીલર પુત્રને થપ્પડ મારી દેતા સમાજના આગેવાનો દોડી ગયા હતા. તો મામલો ઉગ્ર બનતા પુર્વ કાઉન્સીલરના ભાઇએ છરી કાઢી હોવાનુ પણ સ્થાનીકે નજરે જોનારે જણાવ્યુ હતુ. જો કે બાદમાં આગેવાનો દોડી આવતા મામલો શાંત થયો હતો. અને સવારે સમાધાન થતા મામલો પોલીસ ચોપડે ચડ્યો ન હતો.પરંતુ સામાજીક નવરાત્રીનો આ બનાવ ભુજમા હાલ ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે.
સમગ્ર મામલે છોડાવા વચ્ચે પડેલા એક આગેવાનને હાથમાં સામાન્ય ઇઝા પણ પહોચી હતી સમગ્ર બનાવ અંગે જવાબદાર પોલીસનો સંપર્ક કરતા તેઓએ આવી કોઇ ફરીયાદ ન મળી હોવાનુ જણાવ્યુ હતુ. પરંતુ જાહેરમાં જો છરી નિકળી તે મામલે પોલીસ ઉંડી તપાસ કરે છે કે નહી તે જોવુ રહ્યુ….જો કે હાલ સામાજીક રીતે મામલો થાળે પડાયો છે.જો કે અવાર-નવાર હથિયારબંધીના કેસો શોધતી પોલીસે સામાજીક મોટા આયોજનમાં છરી ક્યાથી આવી તેની તપાસ પણ કરવી જોઇએ….