Home Current ગટરથી ત્રસ્ત ભુજના પુર્વ નગરસેવકે પાલિકાની પોલ પાધરી કરી ! જુઓ વિડીયો

ગટરથી ત્રસ્ત ભુજના પુર્વ નગરસેવકે પાલિકાની પોલ પાધરી કરી ! જુઓ વિડીયો

4364
SHARE
ભુજમાં ગટર સમસ્યાનુ નામ આવે એટલે લોકો અકળાઇ ઉઠે છે. એટલે નહી કે તેમના વિસ્તારમાં સમસ્યા છે. તેનાથી તો હવે તેઓ ટેવાઇ ગયા છે. પરંતુ દુ:ખ એ છે. કે વાંરવારની રજુઆત પછી સ્થાનીક પાલિકા તંત્રથી લઇ ધારાસભ્ય અને સાંસદને રજુઆત કરી છંતા સમસ્યાનો ઉકેલ આવ્યો નથી જો કે ભુજના એક પુર્વ નગરસેવકો પોતાનો બળાપો ઠાલવી પાલિકાના વિકાસના દાવાઓની પોલ પાધરી કરી હતી
ભુજના અનેક વિસ્તારો લાંબા સમયથી ગટર સમસ્યાથી ત્રસ્ત છે. અને તેમાંય થોડો વરસાદ આવે એટલે ભુજમાં વરસાદી પાણી કરતા ગટરના પાણી વધુ વહી નિકળે છે તાજેતરમાંજ વોર્ડ-નંબર-03ના કેટલાક જાગૃતોએ વિડીયો પુરાવા સાથે પોતાના વિસ્તારમાં બે વર્ષથી ગટર સમસ્યા હોવાની ફરીયાદ કરી હતી તો ગઇકાલે વરસાદ બાદ દેશલસરના ગટરના પાણી રસ્તાઓ પર વહી નિકળ્યા હતા જો કે ચોક્કસ વિસ્તારોની સમસ્યા તો કાયમી છે. લાખો રૂપીયા ખર્ચાય છે. પરંતુ ભષ્ટ્રાચારની પોલ થોડા સમયમાંજ પાધરી થઇ જાય છે પરંતુ સમસ્યા દુર થતી નથી જો કે આવીજ સમસ્યા ભુજના પુર્વ નગરસેવકે વિવિધ રીતે ઠાલવી છે. ગઇકાલે વરસાદ બાદ તેમના વિસ્તારમા પણ ગટરના પાણી વહી નિકળ્યા હતા જો કે તેમના ઘર નહી સમગ્ર સંસ્કાર નગરમા આ સ્થિતી જોવા મળી હતી જો કે આ સમસ્યા દર વર્ષની છે.
આખો વિસ્તાર ભાજપનો છે. ભાઇ !
ભુજના વોર્ડ નંબર-03માં તો કાયમી સમસ્યા છે. જે પરંતુ પોષ વિસ્તારો પણ આ સમસ્યાના ભરડાથી બારે નથી પહેલા ધનશ્યામ નગરમાં વર્ષો સુધી આ સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યાજ હતા તો સંસ્કાર નગરમાં પણ એજ સ્થિતી છે. તેવામાં ગઇકાલે ગટરના પાણી ઘર સુધી પહોચતા ભુજના પુર્વ નગરસેવક હિતેષ(પપ્પુ) માહેશ્વરીએ પોતાનો બડાપો ઠાલવ્યો છે. શહેર ભાજપના ગ્રુપમાં વિડીયો પુરાવા સાથે તેને મોકલેલા એક ઓડીયો મેસેજમાં તેમણે કહ્યુ હતુ કે ભાજપના જનસંધી,ભાજપના સીનીયર નેતાઓ,શહેર ભાજપ પ્રમુખ અને આખા વોર્ડમાં ભાજપને સમર્થન આપનારા લોકો રહે છે. પરંતુ નગરપાલિકા,ધારાસભ્ય,સાંસદને રજુઆત કરતા છંતા તેમના વિસ્તારમાં સમસ્યાનો ઉકેલ તો નથીજ આવ્યો પરંતુ ગટરના પાણીની નિયમીત સફાઇ માટે પણ કોઇ આવતુ નથી. રોષે ભરાયેલા નગરસેવકે ન્યુઝ4કચ્છને કેશુ પટેલ સહિતના નેતાઓને કરેલી રજુઆતના પત્રો મોકલી પોતાની વ્યથા ઠાલવી હતી. જે ધણુ કહી જાય છે.તો ભાજપ સાથે જોડાયેલા તેના પુત્રએ પણ ગટર સમસ્યા પર નગરપાલિકાને કટાક્ષ કરતી પોસ્ટ મુકી હતી.જો કે હવે વિચારો કે જ્યા ભાજપના નેતાઓની ન સંભળાતી હોય ત્યા સામાન્ય નાગરીકોની ફરીયાદ પર કેટલુ ધ્યાન અપાતુ હશે
હવે ભાજપના નેતાઓ શરમાસે ?
સામાન્ય લોકોની હજારો ફરીયાદ છંતા તંત્ર તેમાં ધ્યાન આપતુ નથી કોગ્રેસ ફરીયાદ કરે તો ભાજપ તેમા વાંધા ગોતે છે પરંતુ હવે તો ભાજપનાજ એક સીનીયર નેતાએ પોતાની વ્યથા ઠાલવી છે. અને ભાજપના ધારાસભ્ય નગરપાલિકામાં વાંરવાર રજુઆત છંતા સમસ્યા દુર થતી નથી તેવો બહાળો વ્યક્ત કરી આખો વિસ્તાર ભાજપ સમર્પિત હોવા છંતા તેઓ સમસ્યાથી ત્રસ્ત છે. ત્યારે જોવુ રહ્યુ છે. કે ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો તેને કેટલુ ગંભીરતાથી લે છે. સરકારે ભુજની ગટર સમસ્યાના ઉકેલ માટે કરોડો રૂપીયા ફાળવ્યા છે. પરંતુ તેમાં થયેલા ભષ્ટ્રાચારને કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ભાજપના નેતાના ફરીયાદ પરથી લાગતુ નથી કે આ વખતે પણ મામલાને ગંભીરતાથી લેવાય
હવે વિચાર કરો કે જે વોર્ડમાં ભાજપના સીનીયર નેતાઓ,ખુદ પ્રમુખ,કારોબારી ચેરમેન તથા અનેક મોટા લોકો રહેતા હોય ત્યા સમસ્યાનો ઉકેલ નથી તો ભુજની કેવી સ્થિતી હશે જો કે સમસ્યા સાથે એક પણ સત્ય છે કે ગટર શાખામાં કરોડો રૂપીયાના ભષ્ટ્રાચારની ફરીયાદ થાય છે તેની પણ તપાસ નથી જો સરકારની ગ્રાન્ટનો સદ ઉપયોગ યોગ્ય કામમાં થાય તો સમસ્યાનો ઉકેલ આવે તેમ છે. જો કે હવે જોવુ રહ્યુ કે સામાન્ય લોકોની રજુઆત અને ફરીયાદ પર ધ્યાન ન આપતુ પાલિકા તંત્ર ભાજપના નેતાની ફરીયાદ પછી શરમાય છે કે નહી.
આ લિંક સાથે ગટર સમસ્યાથી લોકો કેટલા ત્રસ્ત છે તેના વિડીયો યુ-ટ્યુબ પર જોઇ શકો છો