તાજેતરમાંજ પુર્વ કચ્છના પ્રાગપર પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પીઆઇના હિન્દુત્વ પરના એક વિડીયોની સમગ્ર ગુજરાતમાં ચર્ચા છે.સ્થાનીક મિડીયાથી લઇ પ્રાદેશીક કક્ષાની ન્યુઝ ચેનલોમાં હાલ એ મુદ્દો છવાયેલો છે પરંતુ હિન્દુત્વની વ્યાખ્યા આપતા પીઆઇથી હિન્દુ આગેવાનો નારાજ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. કચ્છના અનેક હિન્દુ આગેવાનોથી લઇ સંધ સાથે જોડાયેલા કેટલાય અગ્રણીએ તેમના આ જ્ઞાન વર્ધક ભાષણની ટીકા કરી છે.
આમતો લોકશાહીમાં દરેકને પોતાની વાત, પોતાનો પક્ષ, તથા પોતાના મૌલીક વિચારો રજુ કરવાની બંધારણીય છુટ અપાઇ છે.પરંતુ આજકાલ સોસીયલ મિડીયાના વધતા પ્રભાવ વચ્ચે આવી સ્વતંત્રતા ક્યારેક વિવાદનુ કારણ પણ બની જતી હોય છે.તેમાય જ્યારે તમે કોઇ બંધારણીય હોદ્દા પર હો ત્યારે તમારા નિવેદનને ગંભીરતાથી લેવાય છે.આવાજ એક જવાબદાર અધિકારીનો એક વિડીયો સોસીયલ મિડીયામા વાયરલ થયા બાદ ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે. સમાચારોમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલો તથા વિડીયો મુજબ કુંદરોડીમાં ગાયને લઇને સર્જાયેલી બબાલ બાદ મારામારી સહિતનો બનાવ પોલીસ મથકે પહોચ્યો હતો જે બાદ કેટલાક હિન્દુઓ પોલીસ મથકે પહોચ્યા હતા પંરતુ ભલામણ માટે આવેલા લોકોને પીઆઇ બોલાવી હિન્દુત્વના પાઠ ભણાવે છે. જેમાં રખડતી ગાયો,હિન્દુત્વનો ખરો અર્થ સહિતના કેટલાય મુદ્દાઓને વર્ણવતુ તેમનુ ભાષણ સોસીયલ મિડીયામાં કોઇ વાયરલ કર્યા બાદ તે ચર્ચાનુ કેન્દ્ર અને સમચાાર માધ્યમમાં સ્થાન પામ્યુ છે. જો કે હવે હિન્દુત્વ મુદ્દે હિરો બનેલા પીઆઇથી હિન્દુ આગેવાનો નારાજ હોય તેવી પોસ્ટ પણ સામે આવી છે.
હિન્દુત્વ મુદ્દે હિન્દુ આગેવાનો પણ મેદાને
પીઆઇએ સર્વ ધર્મ સમભાવ સાથે હિન્દુત્વની વ્યાખ્યા સાથે પોતે પણ હિન્દુ હોવાનુ તથા રખડતી ગાયો સહિતના મુદ્દે લોકોનો ઉધડો લીધો હતો. તે વિડીયો તો કદાચ બધાએ સાંભળ્યો જ હશે પરંતુ હવે તેમની હિદુત્વની ટીપ્પણી પર હિન્દુ આગેવાનો નારાજ દેખાઇ રહ્યા છે. હિન્દુ યુવા સંગઠન રાષ્ટ્રીય અધ્યક્ષ રધુવિરસિંહ જાડેજાએ એક વિડીયો પોસ્ટમાં દેશભરમાં બનેલી ધટના તથા કચ્છની કેટલીક ધટનાનો ઉલ્લેખ કરી તેમના હિદુત્વના જ્ઞાનવર્ધક નિવેદનનો વિરોધ દર્શાવ્યો છે. તેમના કામની પ્રસંશા કરી છે. પરંતુ વિડીયોમાંજ તેમના દ્રારા બોલાયેલા અપશબ્દોની ટીકા કરી છે. તો બીજી તરફ સંધ સાથે સંકળાયેલા આગેવાનોએ પણ ફેસબુક પોસ્ટ લખી તેમના વિડીયોના નિવેદનને વખોડ્યો છે.સાથે કેટલાક સવાલો પુછ્યા છે. તો કેટલાકે તેમને અન્ય સમુદાયને માનવતા અને કરૂણાના પાઠ ભણાવવાની ટકોર કરી છે. તો કોઇએ અન્ય સમુદાયના લોકોના ધર્મ પર બે શબ્દો બોલી સહિષ્ણુતા દર્શાવવા ટકોર કરી છે. જો કે આ ઉપરાંત પણ સોસીયલ મિડીયામાં તેના સારા-ખરાબ પ્રતિભાવો જોવા મળી રહ્યા છે.જેને લઇને આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
આમતો ધટના ક્યારની છે. અને વિડીયો પહેલા અને વિડીયો પછી શુ થયુ તે સ્પષ્ટ નથી. પરંતુ વાયરલ વિડીયોના આધારે અલગ-અલગ વર્ગ,સમુહ,મિડીયા વિવિધ ધર્મના આગેવાનો પોત-પોતાનો પક્ષ રાખી તેનુ વર્ણન અલગ-અલગ રીતે કરી રહ્યા છે. જો કે જે હિન્દુત્વ પર પીઆઇ બોલી રહ્યા છે. તે સમાજના આગેવાનો તેમના નિવેદનો અને હિન્દુત્વ પરના તેમના વિચારના વિરોધમાં હોય તેવુ પોસ્ટ જોતા લાગી રહ્યુ છે. હિન્દુત્વ મુદ્દે તેમના વાયરલ વિડીયોથી વર્તમાન તે હિરો બની ગયા છે. પરંતુ બીજી તરફ હિન્દુ આગેવાનો તેમની વાત સાથે સહમત ન હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. કદાચ આ મામલો અંદરખાને ઉચ્ચકક્ષાએ પણ પહોચ્યો છે. તેવામા હિન્દુત્વનો આ મુદ્દો કોઇ નવો વિવાદ સર્જે તો નવાઇ નહી…