Home Crime જીયાતનો ‘જેહાદ?’, હિન્દુ નામ ધારણ કરી દુષ્કર્મના મામલાથી કચ્છમાં ચકચાર !

જીયાતનો ‘જેહાદ?’, હિન્દુ નામ ધારણ કરી દુષ્કર્મના મામલાથી કચ્છમાં ચકચાર !

3626
SHARE
ગુજરાત અને કચ્છમાં પણ તાજેતરમાં બનેલા લવજેહાદ સમાન કિસ્સાઓ હાલ ચર્ચામાં છે. રાજ્યના ગૃહમંત્રીએ પણ આવા મામલામાં પોલીસે કરેલા કામોની પ્રસંશા સાથે આવા કિસ્સામાં યોગ્ય તપાસ માટેની ટકોર તાજેતરમાંજ કચ્છમાં કરી હતી તે વચ્ચે વધુ એક લવજેહાદ સમાન કિસ્સો પોલીસ દફતરે ચડ્યો છે. નામ બદલી દુષ્કર્મ કરનાર સામે ભારે કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરાઇ
લવજેહાદના વધતા કિસ્સાઓની હાલ ગુજરાત અને દેશભરમા ચર્ચા છે તે વચ્ચે કચ્છમાં આવોજ એક કિસ્સો બોર્ડર રેન્જ સાઇબર ક્રાઇમમાં નોંધાયો છે. મુળ કચ્છના માંડવી તાલુકાના ગામની અને મુંબઇમા રહેતી એક યુવતીએ આ મામલે આપેલી હકીકતો મુજબ આજથી થોડા વર્ષ પહેલા ઓનલાઇન ગેમીંગમાં તે એક યુવકના સંપર્કમા આવી હતી.પરિચય કેળવાયા બાદ યુવક સાથે તેના ગાઢ સંબધો બંધાયા હતા. જો કે લગ્નની વાત સામે આવતાજ યુવકે પોતાની સાચી ઓળખ આપી પોતે મુસ્લિમ હોવાનુ કહ્યુ હતુ. અને યુવતીને પણ દબાણ કર્યુ હતુ કે તે ધર્મ પરિવર્તન કરે.. જો કે યુવતીએ સત્ય સામે આવતા સંપર્ક તોડ્યો હતો બાદમા સમગ્ર પરિવાર વતન કચ્છ આવી ગયો હતો. અને પારિવારીક રીતે યુવતીની સગાઇ પણ કરી હતી. પંરતુ અચાનક યુવતીના જીગર નામ ધારણ કરનાર યુવક જીયાત ઉર્ફે સમીર લતીફ શેખ સાથેના અંગત પડોના ફોટા વાયરલ થયા હતા. જેને કારણે પરિવારને પારીવારીક મુશ્કલી પણ થઇ હતી અને યુવતી કે જે ધટના સમયે શગીર હતી તેને પોત પ્રેમજાળમા શિકાર બની હોવાની ગંધ આવી હતી.પરિવારેને જાણ કરતા પરિવારે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે સમગ્ર મામલે જીયાદ વિરુધ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ ૨૦૨૧ની કલમ ૪,પોક્સો એક્ટની કલમ ૪,૬ અને ૧૦ હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે ઈપીકો કલમ ૩૭૬ (૨) (એન), ૫૦૬ તથા એટ્રોસીટી એક્ટની કલમો લગાડી તપાસ આંરભી છે યુવકે ફેક આઈડી બનાવી સોશિયલ મીડિયા પર બદનામ કરતા ફોટો વાયરલ કરતાં આઈટી એક્ટની કલમ ૬૬ સી, ૬૬ ડી, ૬૬ ઈ અને ૬૭ પણ લગાવાઇ છે. અને યુવકની શોધખોળ શરૂ કરાઇ છે. જો કે કચ્છમાં વધી રહેલા આવા લવજેહાદ સમાન બનાવો વચ્ચે વધુ એક કિસ્સો સામે આવતા ચકચાર ફેલાઇ છે. સમગ્ર બનાવની ફરીયાદમાં જણાવાયુ છે. કે ભોગ બનનાર જીગર નામધારી યુવક સાથે સંપર્કમાં આવ્યા બાદ યુવકે તેને મંદિરમા દર્શન કરતા ફોટો પણ મોકલ્યા હતા પરંતુ બન્ને વચ્ચે સંબધો ગાઢ બન્યા બાદ લગ્નની વાત સામે આવતા જીગરે પોતે મુસ્લિમ હોવાનુ જણાવ્યુ હતુ અને તેનુ સાચુ નામ જીયાદ શેખ પુના રહતો હોવાનુ કહ્યુ હતુ યુવકે ભોગ બનનારને ધર્મ પરિવર્તન કરી નિકાહ માટે કહ્યા બાદ ભોગ બનનારે તેનો સંપર્ક તોડી નાંખ્યો હતો. જો કે બાદમાં ભોગ બનનારની સગાઇ થયા બાદ જીયાદે ભોગ બનનારના નજીકના વ્યક્તિની ખોટી આઇ.ડી માથી તેના ફોટો વાયરલ કર્યા હતા. જેથી સમગ્ર મામલો બોર્ડર રેન્જ સાઇબર સેલ સુધી પહોચતા પોલીસે ઉંડાણ પુર્વકની તપાસ હાથ ધરી છે. યુવકની ધરપકડ અને તેની પાસેની માહિતી બાદ વધુ સ્ફોટક વિગતો સામે આવે તેવી શક્યતા છે.આરોપી હાથવેતમાં હોવાનુ પણ સુત્રોએ જણાવ્યુ હતુ.