Home Current ગંદકીનો મુદ્દો ઉગ્ર બન્યો ! ઉશ્કેરાયેલા ભુજ ચીફ ઓફીસર આ શુ બોલી...

ગંદકીનો મુદ્દો ઉગ્ર બન્યો ! ઉશ્કેરાયેલા ભુજ ચીફ ઓફીસર આ શુ બોલી ગયા ! સાંભળો

4485
SHARE
આક્રમક અને સામાન્ય નાગરીકો તો ઠીક પરંતુ સત્તામાં રહેલા નગરપાલિકાના પદ્દાધીકારોને ન ગણકારતા ચીફ ઓફીસર કોઇને કોઇ વિવાદને લઇને ચર્ચામા રહેતા હોય છે. ત્યારે ભુજ વોર્ડ નંબર-2માં ગંદકીને કારણે સર્જાયેલા વિવાદમાં જાગૃત નાગરીકે ફોન કરતા ઉશ્કેરાયેલા ચીફ ઓફીસર ગાળો બોલી ભારે ઉશ્કેરાઇ ગયા હતા કદાચ ચીફ ઓફીસર સાચા પણ હશે પરંતુ ગાળો બોલવી કેટલા અંશે યોગ્ય ?
ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસર વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે. અગાઉ ચાલુ કાર્યક્રમે સુઇ જવા,મિડીયાને તેમની ચેમ્બરમાં પ્રવેશ તથા સત્તાધારી પાર્ટીનાજ કાઉન્સીલરોની રજુઆત છંતા તેમની મરજી મુજબ કામને લઇને તેઓ માધ્યમોમા ચર્ચામા રહ્યા હતા એક સમયે તેમને બદલી પણ દેવામાં આવ્યા હતા પરંતુ કુદરતી આપતા સમયે તેઓ ભુજમાં ચીફ ઓફીસર તરીકે પરત કર્યા હતા ત્યારે આજે જીગર પટેલ તેમના એક વાયરલ કરાયેલા ઓડીયોથી તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. આમા સાચુ કોણ અને ખોટુ કોણ તે ઓડીયો સાંભળી પ્રજા નક્કી કરે પરંતુ વાયરલ ઓડીયોમાં ઉશ્કેરાયેલા ચીફ ઓફીસર એટલા ઉગ્ર બની ગયા કે બેફામ ગાડો બોલવા મડ્યા…..
કેમ વિવાદ થયો અને ઉશ્કેરાટ સર્જાયો?
ભુજ શેરી ફેરીયા એસોસીયેશન માટે લાંબા સમયથી લડત ચલાવતા મામદ લાખાએ આજે મિડીયાને આપેલી માહિતી મુજબ વોર્ડ નંબર 2 ના વિસ્તારમાં ગઈકાલે મુખ્ય અધિકારી પોતાના કામગીરીના ભાગરૂપે નીકળ્યા હતા ત્યારે ત્યાં પડેલા કચરા અંગે ફરિયાદ કરતા એક એકલવાયું જીવન જીવતી નિરાધાર સાથે બોલવાનુ થયુ હતુ. અણ છાજથી ભાષામાં રજૂઆત કરવામાં આવતા મુખ્ય અધિકારીએ મહિલાનું નામ પૂછી અને ત્યારબાદ શુક્રવારે સવારે એ મહિલાનું પાણીનું કનેક્શન કાપવા માટે વોટર સપ્લાય શાખાની ટીમને મોકલાવી હતી આ બાબતે આજે જાગૃત નાગરીકે મિડીયાને જાણ કર્યા બાદ મામદ લાખાના જણાવ્યા મુજબ તેને બરાબર 12-58 મિનિટે મને ફોન કરીને ચીફ ઓફીસરે રીતસરના ઉધડો લીધો અને “તમારા લોકો” (આ મારા લોકો એટલે કોણ? મુસ્લિમો ? કે વોર્ડ નંબર એક, બે, ત્રણ જ્યાં અનેક સમસ્યાઓ મહિનાઓ થી પડતર પડી છે. લાખાએ આક્ષેપ કર્યા છે. વધુમાં ઓડીયોમાં એ લોકો શહેર ની….ફાડવા બેઠા છે ઓડીયોમાં ચીફ ઓફીસરે દબાણકર્તા લારી વાળાઓનો મુદ્દો પણ ઉપાડ્યો અને એલફેલ બોલતા રહ્યા.મામદ લાખાએ બંધારણીય રીતે પોતે કરેલા કાર્યો અંગે વધુ વિગતો આપી હતી અને રજુઆત ગુન્હો છે. તેવા સવાલો ઉભા કર્યા હતા.
ચીફ ઓફીસરે ફોન ન ઉપાડ્યો
ઓડીયો વાયરલ થયા બાદ સમગ્ર બનાવ અંગે ચીફ ઓફીસર જીગર પટેલનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો હતો પંરતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો જો કે ઓડીયોમાં તેઓ નિયમ મુજબ સફાઇ માટે જે કામ કરવાનુ હોય તે કરી રહ્યા છે. મહિલાએ કચરો અહી નાંખીસ તેવી વાતનો પણ તેઓ ઉલ્લેખ કરી રહ્યા છે. જો કે ગાળો બોલવા સંદર્ભે તેમનો ખુલાસો જાણવા માટે પ્રયત્ન કરાયો પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો કદાચ સ્વચ્છતા અને ગેરકાયદેસર કનેકશન કાપવા મુદ્દે તેઓ સાચા પણ હોઇ શકે પરંતુ કોઇ રજુઆત માટે ફોન કરે તો ગાળો કઇ રીતે આપી શકાય તે એક મોટો પ્રશ્ન છે જો કે સમગ્ર મુદ્દે તેઓ ઉશ્કેરાઇ કેમ ગયા તે તો હવે તેઓ ખુલાસા કરે ત્યાર બાદ જ ખ્યાલ આવે પરંતુ ઓડીયોમાં આ વિસ્તારના લોકોને ગંદકી ન કરે તે માટે ટકોર કરવા ચીફ ઓફીસર કહેતા સંભળાઇ રહ્યા છે.
ઓડીયોના અંતમાં ચીફ ઓફીસર ગેરકાયદેસર કાર્યવાહી ચાલુ રહેશે તેવી પણ વાત કરે છે. જો કે ગંદકી અને ત્યાર બાદ પાણીના કનેકશન કાપવા મુદ્દે થયેલી ટેલીફોનીક વાતચીત વાયરલ થયા બાદ તેમના દ્રારા બોલવામાં આવતા અપશબ્દોનો મુદ્દો હાલ ભારે ચર્ચામાં આવ્યો છે. એક સરકારી અધિકારી તરીકે તેમના અભીગમની નોંધ કચ્છમાં બેઠેલા ઉચ્ચ અધિકારી અને ભુજના ધારાસભ્યએ લેવી ધટે…જો કે નવાઇ વચ્ચે જાગૃત એવા મામદ લાખાએ ઓડીયો વાયરલ કર્યા સિવાય કોઇ કાયદાકીય કાર્યવાહી આરંભી નથી
સાંભળો વાયરલ થયેલો ઓડીયો👇🏻