Home Current ભુજના એ પુર્વ નગરસેવક વિરોધ નહી કરે….સમસ્યા ઉકેલની ખાતરી !

ભુજના એ પુર્વ નગરસેવક વિરોધ નહી કરે….સમસ્યા ઉકેલની ખાતરી !

1471
SHARE
ભુજના વોર્ડ નંબર સાતમાં આવતા સંસ્કાર નગર વિસ્તારમાં આસોમાં આવેલા વરસાદ બાદ સ્થિતી દયનીય બની હતી વરસાદ સાથે ગટરના પાણીની વર્ષો જુની સમસ્યા વિકરાળ બનતા સમસ્યાથી ત્રસ્ત ભાજપના નગરસેવકો તથા જનસંધના આ વિસ્તારમા રહેતા લોકોએ મોરચો ખોલ્યો હતો જે બાદ પણ યોગ્ય ઉકેલ ન આવતા પુર્વ નગરસેવકે હનુમાન ચાલીસાના પાઠની ચીમકી ઉચ્ચારી હતી જો કે અંતે એ મામલે યોગ્યની ખાતરી સાથે વિવાદનો અંત આવ્યો છે.
ભાજપના જ પુર્વ નગરસેવક તથા જનસંધ સમયથી ભાજપ સાથે જોડાયેલા નાગરીકોનો તેમના વિસ્તારની વર્ષો જુની સમસ્યા માટે ખુલ્લો વિરોધ અને ત્યાર બાદ જવાબદારો દ્રારા યોગ્ય કરવાની ખાતરી ન મળતા પુર્વ નગરસેવક અને જનસંધી આગેવાન હિતેષ(પપ્પુ) માહેશ્વરીએ ભુજના ધારાસભ્યના ઘર નજીક હનુમાન ચાલીસાના પાઠ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તે પહેલા ભુજ નગરપાલિકાના વહીવટ સામે અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા જો કે ભાજપના પ્રમુખ દેવજી વરચંદ,કચ્છના સાંસદ વિનોદ ચાવડા,ભરત શાહ,તથા દેવરાજ ગઢવી સહિતના ભાજપના જુના આગેવાનોની હાજરીમા બેઠક મળી હતી. જેમાં યોગ્ય કરવાની ખાતરી મળતા પુર્વ નગરસેવકે વિરોધની આપેલી ચીમકી પાછી ખેંચી છે. વિવિધ ગ્રાન્ટમાંથી સરકારમાં રજુઆત કરી આ વિસ્તારની સમસ્યા દુર કરવાની ખાતરી આગેવાનોએ આપી હતી.આ પહેલા ભુજના ધારાસભ્ય દ્રારા યોગ્ય જવાબ ન મળતા સમસ્યા મુદ્દે વિરોધમાં ઉતરેલા ભાજપના આગેવાને તેના ઘર નજીક વિરોધની ચીમકી ઉચ્ચારી હતી તો આ પહેલા નગરપાલિકામા દાયકાઓ સુધી રજુઆત બાદ સમસ્યા ન ઉકેલાતા પુર્વ ધારાસભ્યના પરિવાર સહિત આ વિસ્તારના ભાજપના આગેવાનો સાથે નગરપાલિકા કચેરીએ ધસી ગયા હતા. અને વિરોધ નોંધાવી રજુઆત કરી હતી. આજે બેઠક બાદ આગેવાન એ જણાવ્યુ હતુ કે ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળની વિકાસની ગ્રાન્ટમાંથી ૪.૫૦ કરોડના ખર્ચે સંસ્કારનગરની ગટરનું કામ કરવા માટે અનુમતી આપેલ હોઈ આ બાબતે એ વિસ્તારના સૌ રહેવાસીઓના પ્રયાસોથી આ કામનું સુખદ સમાધાન થયુ છે. જેથી હવે હનુમાન ચાલીસાનો કાર્યક્રમ મોકુફ રાખ્યો હોવાનુ જણવવા સાથે આ વિસ્તારના પુર્વ,વર્તમાન નગર સેવક તથા ભાજપના આગેવાનનો આભાર માન્યો હતો.
ભાજપમાં આંતરીક રીતે આ મામલો ખુબ ગરમાયો હતો. કેમકે ભાજપ શાસિત પાલિકાની અણઆવડત સામે ભાજપનાજ જુના આગેવાનોએ મોરચો માંડ્યો હતો અને યોગ્ય જવાબ ન મળતા ગટર સમસ્યાનો મુદ્દો આંદોલનનો સ્વરૂપ લઇ રહ્યો હતો જો કે ચમત્કારને નમસ્કાર તેમ પાર્ટીની છબી ખરડાતા ભાજપના નેતાઓએ તેની નોંધ લઇ તેના ઉકેલ માટેના પ્રયત્નો હાથ ધરી ખાતરી આપતા ધીના ઠામમાં ધી પડ્યુ છે.જો કે સમસ્યાના ઉકેલ માટે ભાજપના આગેવાનોએ સામાન્ય લોકોને એક નવો રાહ ચિંધ્યો છે…