Home Crime લવજેહાદી ‘જીયાત’ ઝડપાયો,પોલીસે આપેલી વિગતો ચોંકાવનારી..!

લવજેહાદી ‘જીયાત’ ઝડપાયો,પોલીસે આપેલી વિગતો ચોંકાવનારી..!

2887
SHARE
હિન્દુ સગીરાને ઇરાદા પુર્વક ફસાવવાના કચ્છના ચકચાકી લવજેહાદના કિસ્સામાં પોલીસે આરોપીની વિધીવત ધરપકડ કરી છે. ફરીયાદની સાથે પોલીસે કરેલી પ્રાથમીક તપાસમાં પણ સામે આવ્યુ છે. કે ષડયંત્રના ભાગરૂપે આખી ધટનાને અંજામ અપાયો હતો પોલીસ આવતીકાલે રીમાન્ડ મેળવી અન્યની સંડોવણી અને જેહાદી સંડયંત્રની કડીઓ મેળવવા તપાસ કરશે
લવજેહાદ અને દુષ્કર્મના વધતા કિસ્સાઓની હાલ ગુજરાત અને દેશભરમા ચર્ચા છે. તે વચ્ચે કચ્છમાં આવોજ એક કિસ્સો બોર્ડર રેન્જ સાઇબર ક્રાઇમમાં નોંધાયો હતો જેમાં પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાંજ ચોંકવનારી વિગતો સામે આવી છે. અને શગીરાને ફસાવવાથી લઇ તમામ એક ષડયંત્રના ભાગરૂપે થયુ હોવાનુ પોલીસે જણાવ્યુ છે. બનાવની વિગતો કઇક એવી છે. મુળ કચ્છના માંડવી તાલુકાના ગામની અને મુંબઇમા રહેતી એક યુવતી થોડા વર્ષ પહેલા ઓનલાઇન ગેમીંગમાં એક યુવકના સંપર્કમા આવી હતી. બાદમાં પરિચય કેળવાયા બાદ યુવક સાથે તેને સંબધો આગળ વધાર્યો હતો અને યુવકે હિન્દુ નામ ધારણ કરી સંબધને વધુ ગાઢ કર્યો હતો જો કે લગ્નની વાત સામે આવતાજ યુવકે પોતાની સાચી ઓળખ આપી પોતે મુસ્લિમ હોવાનુ કહ્યુ હતુ. અને યુવતીને પણ દબાણ કર્યુ હતુ કે તે ધર્મ પરિવર્તન કરે.. જો કે યુવતીએ સંપર્ક તોડી નાંખ્યો હતો.જો કે બાદમાં જીગર નામ ધારણ કરનાર યુવક જીયાત ઉર્ફે સમીર લતીફ શેખ શગીરા સાથેના અંગત ફોટા વાયરલ કર્યા હતા. જેથી મામલો પોલીસ મથક સુધી પહોચ્યો હતો પોલીસ રીમાન્ડ મેળવી અન્ય કોઇ યુવતીને આ રીતે ફસાવાઇ છે કે નહી તેની પણ તપાસ કરશે
પોલીસે કહ્યુ સમગ્ર કિસ્સો ષડયંત્ર !
સમગ્ર મામલો પરિવારેના ધ્યાને આવતા પરિવારે પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસે સમગ્ર મામલે જીયાદ વિરુધ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ ૨૦૨૧ની કલમ ૪,પોક્સો એક્ટની કલમ ૪,૬ અને ૧૦ સહિત વિવિધ કલતો તળે ગુનો નોંધ્યો હતો જે બાદ આજે તેની ધરપકડ કરી હતી એસસીએસટી સેલના ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચિયન એ જણાવ્યુ હતુ કે આખો બનાવ ષડયંત્ર સમાન છે. ફરીયાદ અને પ્રાથમીક તપાસમા યુવકે ખરાબ ઇરાદા સાથે તમામ બનાવને અંજામ આપ્યો છે. આવતીકાલે તેને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે ત્યાર બાદ તેની વધુ પુછપરછ કરવામાં આવશે જો કે યુવતી સાથે સંપર્ક,અને ત્યાર બાદ સ્ટેપ બાદ સ્ટેપ કરેલા કૃત્યો એક ષડયંત્ર હતુ ! તેવુ પોલીસે સ્પષ્ટ કર્યુ છે. જો કે પોલીસ તપાસ બાદ વધુ વિગતો ખુલશે.ધરપકડ કરાયેલ યુવકના હાથમાં હિન્દુ આસ્થા સમાન લાલ-કારા દોરાએ પણ ધ્યાન ખેંચ્યુ હતુ.
સમાજ માટે આ કિસ્સો લાલબતી સમાન છે કેમકે બે વર્ષથી ઓનલાઇન ગેમીંગના માધ્યમથી સગીર દિકરી કોઇના સંપર્કમા આવી સંબધ બાંધી બેઠી હોય ત્યારે પરિવારોએ દિકરીઓની ગતિવિધી પર નજર રાખવાની પણ એટલીજ જરૂર છે. તો આવા ષડયંત્રો સફળ નહી બને..