કચ્છમાં એક તરફ તંત્રના નાક નીચે ભુજમા દબાણોનો રાફડો ફાટી રહ્યો છે. તે વચ્ચે તંત્રની ચોક્કસ જગ્યાએ થતી દબાણોની કામગીરી હાલ લોકમુખે ભારે ચર્ચામા છે આ તમામ વચ્ચે કચ્છના પ્રવાસન સ્વર્ગ ધોરડોમાં ગયા વર્ષે કાયદેસર મંજુરી અપાયેલા 6 રીસોર્ટને ચાલુ વર્ષે મંજુરી ન આપી તંત્રએ તેને દબાણ ગણી સોમવારે બુલડોઝર ફેરવ્યુ હતુ. દિવાળી અને પ્રવાસીઓના આગમન પહેલા કામગીરી સામે કચવાટ ફેલાયો છે. તંત્રએ 54,000 ચો.મી જગ્યા ખાલી કરાવી હતી
કહેવાય છે ને કે સરકારી તંત્રમાં નિકળી જાય તો હાથી જેટલી ભુલ પણ નિકળી જાય પણ જો તંત્રએ મન બનાવ્યુ હોય તો નાનકડી ભુલ શોધીને પણ કાર્યવાહી કરી જ નાંખે આવુજ કઇક કચ્છમાં જ્યારે લાખો પ્રવાસીઓ આવવાની તૈયારી કરી રહ્યા છે તે વચ્ચે બન્યુ છે. લલુજી એન્ડ સન્સ તથા પ્રવેગ વચ્ચે ચાલેલા રણ ઉત્સવની ટેન્ટસીટીના વિવાદથી તો સૌ કોઇ વાકેફજ છે. તે વચ્ચે આ વર્ષે ફરી લલુજી એન્ડ સન્સને ટેન્ટસીટી નિર્માણનુ ટેન્ડર મળ્યુ છે. જો કે માત્ર ટેન્ટસીટી નહી પરંતુ ધોરડો આસપાસ અનેક નાના-મોટા રીસોર્ટ નિર્માણ પામ્યા છે. જેનાથી હજારો લોકો રોજગારી મેળવી રહ્યા છે. તેવામાં ધોરડો આસપાસની જમીનમાં લોકોની જરૂરીયાત અને વેપારની અપેક્ષાએ સરકાર પાસે જમીનની માંગણી કરી ખાનગી રીસોર્ટ ઉભા કરાયા હતા. જો કે તેમા ભારે વિવાદ સાથે સ્થાનીક લોકોએ આવી મંજુરી સામે રોષ પ્રગ્ટ કર્યો હતો પરંતુ છંતા આવા રીસોર્ટ ધોરડો નજીક બન્યા હતા જ્યા ટેન્ટસીટી સાથે આધુનીક સુવિદ્યાઓ ઉભી કરી દેવામાં આવી હતી. પરંતુ સોમવારે આવા 6 રીસોર્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યા ઉભુ કરાયેલુ બાંધકામ તંત્રએ દુર કર્યુ હતુ. બીએસએફ ટાવરથી ૬૬ કેવી પાવર હાઉસ સુધીના વિસ્તારમાં કથીત દબાણો દૂર કરાયા હતા.ખાનગી વ્યક્તિઓ દ્વારા ઊભા કરવામાં આવેલ 150 જેટલા ટેન્ટ ખસેડી લેવામાં આવ્યા હતા. અને અહી ઉભુ કરાયેલુ બાંધકામ તોડી પડાયુ હતુ. ગયા વર્ષે આ રીસોર્ટ ઉભા કરવા માટે જગ્યાની મંજુરીને લઇને તંત્રના અધિકારી અને કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓ વચ્ચે ભારે સીત યુધ્ધ સર્જાયુ હતુ ત્યારે આ વખતે પણ દબાણો દુર થયા બાદ સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચે તો નવાઇ નહી. સરહદની સુરક્ષા મામલે પણ કાર્યવાહીની વાત ઉઠી છે. પરંતુ જ્યા સરહદ નજીક આવેલા આવડા મોટા પ્રોજેક્ટને જો સુરક્ષાનો મુદ્દો ન નડતો હોય તો રીસોર્ટ માટે સુકામ તે બાબતનો પણ ગણગણાટ છે.
રાજકીય ભલામણો પણ કામ ન આવી
અગાઉ તંત્રએ સ્થાનીક પ્રવાસીઓની સંખ્યા ધ્યાને રાખી આવા ટેન્ટ સંચાલકોને મંજુરી આપી હતી જેમા રાજકીય વ્યક્તિઓ પણ સામેલ હતા જો કે આ વખતે આવી મંજુરીનુ આયોજન ન હોય તંત્રએ આવા રીસોર્ટ સંચાલકોને પોતાના દબાણો દુર કરે તે માટે નોટીશ આપી હતી. કહેવાય છે. કે સુરક્ષા તથા રિ-ડેવલપમેન્ટ માટે સ્થળો અડચણરૂપ હતા તંત્રએ દબાણો સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટિસ પાઠવી હતી. જે બાદ સંચાલકો દ્રારા રાજકીય વગનો ઉપયોગ કરી રીસોર્ટને ફરી મંજુરી મળે અને તંત્રની કાર્યવાહી અટકે તે માટે પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ આવા ટેન્ટ સહિતના દબાણો દૂર ન થતા સોમવારે વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. જો કે આવા રીસોર્ટ સાથે રાજકીય લોકો પણ સામેલ હોવાથી દબાણ તુટતા રાજકીય રીતે પણ આ મામલો ભારે ચર્ચામાં રહ્યો હતો.
રીસોર્ટ પ્રવાસીઓ માટે આશીર્વાદ હતા પણ…
કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા જોતા ટેન્ટસીટી ઉપરાંત આસપાસ આવેલા રીસોર્ટમાં પણ પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે તેવામાં ગયા વર્ષે ખાસ તંત્ર પાસે મંજુરી મેળવી આવા 6 રીસોર્ટ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે આવા રીસોર્ટને મંજુરી માટે કોઇ સહમતી ન મળતા તંત્રએ વિવિધ મુદ્દાઓને ધ્યાને રાખી આવા રીસોર્ટ દુર કરવા માટે નોટીસ આપી હતી જો કે સ્વેચ્છાએ અને મંજુરીની અપેક્ષાએ આવા રીસોર્ટ ચાલુ કરવાની તૈયારી વચ્ચે તંત્રએ આજે બુલડોઝર ફેરવ્યુ હતુ. ટેન્ટસીટીના ઉંચા ભાવ તથા આસપાસ આવેલા રીસોર્ટમાં જ્યારે રોકાણ મોંધુ છે તેવામાં મધ્યમવર્ગના લોકો માટે આવા રીસોર્ટ લાભદાયી હતી. પરંતુ આ વર્ષે તંત્ર-સરકાર મંજુરી માટે તૈયારી દર્શાવી ન હતી જો કે એવુ શા માટે થયુ તે મોટો પ્રશ્ન છે. શુ ખાનગી રીસોર્ટ સંચાલકો અને ટેન્ટસીટીના લાડકા સંચાલકોને રીસોર્ટથી પડતા ફટકાથી બચાવવા આ દબાણો દુર થયા તેવા સવાલો ઉઠી રહ્યા છે.
ખરા ટાણેજ કાર્યવાહી….
આમતો જે રીતે ટેન્ડર પ્રક્રિયા તથા અન્ય સુવિદ્યા ઉભી કરવા માટે તંત્ર વહેલી તૈયારી શરૂ કરે છે તે રીતે અગાઉથી આયોજન કરી જો ખરેખર આ દબાણો છે તેને દુર કરવા કવાયત કરાઇ હોત તો પ્રવાસીઓ અને રીસોર્ટ સંચાલકોને અગવડતા ન પડત કેમકે ધણા કિસ્સામા મંજુરી મળવાની આશાએ ટેન્ટના બુકીંગ પણ લેવાયા હતા અને ગયા વર્ષની જેમ આ વર્ષે મંજુરીની રાહ હતી આમ પણ દિવાળી જેવા તહેવાર સમયેજ આવી કડક કાર્યવાહી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. સાથે ગયા વર્ષે મંજુરી તો આ વર્ષે શુ નડી ગયુ.તે પણ ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે.ગાંધીનગર સુધી સંપર્ક ધરાવતા એક રાજકીય નેતાની ભુમીકા અંગે પણ રાજકીય ચર્ચા છે. જો કે ટેન્ટસીટી તૈયાર નથી તેવામાં આટલા ટેન્ટ દુર થતા પ્રવાસીઓને અગવડતા પડશે તે નક્કી છે.
તંત્રના દબાણો દુર કરવાની કામગીરી પહેલાથી ચર્ચાનુ કેન્દ્ર રહી છે. કેમકે ભુજ સહિત કચ્છમાં અનેક સ્થળે કિંમતી જમીન પર દબાણોની ફરીયાદ છે. પરંતુ તેની સામે કાર્યવાહીના બદલે ચોક્કસ દબાણો દુર થતા લોકોમાં કચવાટ સાથે અંદરખાને શુ ચાલી રહ્યુ હશે તેવા સવાલો મનમાં ઉઠી રહ્યા છે. કેમકે એક જગ્યાએ કડક કાર્યવાહી અને બીજી જગ્યાએ તંત્રની ઢીલી નીતી સામાન્ય લોકોમાં પણ ચર્ચાનુ કારણ બની છે અંતે દબાણ એ દબાણ છે….ત્યારે તંત્ર આવા દબાણો પણ દુર કરે તેવી લોકોને અપેક્ષા છે.