Home Crime જીયાદની જેહાદી જાળ ! મદદ કરનાર ગોધરાનો કાસમ હિંગોરજા ગીરફ્તમાં !

જીયાદની જેહાદી જાળ ! મદદ કરનાર ગોધરાનો કાસમ હિંગોરજા ગીરફ્તમાં !

5065
SHARE
કચ્છમાં આમતો વિધર્મી યુવક દ્રારા પ્રેમ સંબધમાં યુવતીને ભગાડી જવાના અનેક મામલાઓ સામે આવ્યા છે.જો કે તાજેતરમાંજ કચ્છ કનેકશન ધરાવતા એક લવજેહાદનો કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. એક તરફ જીયાદની પુછપરછમા ચોંકવનારા ખુલાસા થયા છે ત્યા બીજી તરફ તપાસ ટીમે કચ્છ મુલાકાત દરમ્યાન ગોધરામાં મદદ કરનાર એક શખ્સને ઝડપી તેની પુછપરછ શરૂ કરી છે.
જિગર બની જિયાદ શેખએ શગીરા સાથે કરેલા દુષ્કમ તથા ત્યાર બાદ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાના પ્રયાસનો મા્મલો હાલ સમગ્ર ગુજરાત અને મુંબઇમાં ભારે ચર્ચામાં છે. ખાસ તો ભોગ બનનારની સગાઇ થઇ ત્યારે તેના ફોટા વાયરલ કરી જેહાદી યુવક દ્રારા તેની જિંદગી બરબાદ કરી નાખવાની ધટનાથી સમગ્ર પરિવાર શોકમાં હતો હવે આ બહુચર્ચિત `લવ જેહાદ’ મામલામાં જીયાદએ જેહાદ જ કર્યો હોય તેવા મજબુત પુરાવા તપાસ દરમ્યાન હાથ લાગ્યા છે. આરોપી જિયાદ ઊર્ફે સમીર લતીફ શેખે પોતાની ફેસબુક આઇડી પરથી 28 યુવતીઓને ફસાવવા માટે પ્રયત્ના કર્યા હતા. તેવા મેસેજ તપાસ દરમ્યાન એજન્સીના હાથે લાગ્યા છે મહત્વનુ એ છે કે આ તમામ 28 યુવતીઓ હિન્દુ-ક્રિશ્ચિયન સમાજની છે.તપાસ અધિકારી એમ.જે. ક્રિશ્ચિયન સાથે વાત કરતા તેને વિગતો આપી હતી કે યુવકના ઇરાદા આના પરથી સ્પષ્ટ થાય છે.જો કે ફેસબુક આઇડીમા તેને પોતાનુ નામ સમીર શેખ રાખ્યુ છે.બે વાર કચ્છ આવી ચૂકેલા જિયાદનો મદદગારો કોણ તે જાણવા પોલીસે કરેલી તપાસમાં પણ પોલીસને સફળતા મળી છે. અને જીયાદને કચ્છમાં મદદ કરનાર વધુ એક શખ્સ પોલીસને હાથે લાગ્યો છે. તપાસ દરમ્યાન વધુ કેટલીક સ્ફોટક વિગતની શક્યતા નકારી શકાય નહી
કાસમે 4000 લઇ જીયાદને મદદ કરી
તપાસ દરમ્યાન અન્ય હિન્દુ યુવતીઓ સાથે સંપર્ક બનાવવાના તેના મલિન ઇરાદા તો સામે આવ્યા છે જ.. સાથે પોલીસ તપાસમાં રીમાન્ડ દરમ્યાન એ પણ સામે આવ્યુ કે કચ્છના ગોધરાની ભોગ બનનાર યુવતીનો સંપર્ક કરવા માટે તે જ્યારે કચ્છ આવ્યો તો જેથી પોલીસે કચ્છમા તેની મદદ કરનાર કોણ-કોણ છે તેની તપાસ શરૂ કરી હતી જેમા પણ પોલીસને સફળતા મળી છે. તપાસ કરનાર અધિકારી એમ.જે ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે, યુવક બે વાર ગોધરા આવ્યો હતો તે દરમ્યાન એક વાર મુલાકાત દરમ્યાન ગોધરાના કાસમ ઓસમાણ હિંગોરજાએ તેને મદદ કરી હતી કાસમ ઓસમાણ હિંગોરજા સ્થાનીકે આવેલી એક હોટલ શિવશક્તિમાં પરચુરણ કામ કરે છે. અને તેને જીયાદને મુલાકાત દરમ્યાન રહેવાની વ્યવસ્થા કરી આપી હતી તપાસમા એ પણ સામે આવ્યુ છે કે જીયાદે કાસમને રહેવા સહિતની અન્ય માહિતી આપવા સાથે વ્યવસ્થા પેટે 4000 રૂપીયાની રકમ પર ચુંકવી હતી.હતી.આરોપીને કોર્ટમા રજુ કરાશે સાથે રીમાન્ડ દરમ્યાન જીયાદની વિશેષ પુછપરછ ચાલુ રહેશે
સોસીયલ મીડિયામાં રહી સબંધો બાધતી યુવતીઓ માટે આ કિસ્સો લાલબતી સમાન છે. કેમકે પ્રેમજાળની પાછળ જેહાદી ષડયંત્ર મુંબઇ-કચ્છને જોડતા આવા કિસ્સા પાછળ સ્પષ્ટ થયો છે.અને તેનુ પરિણામ પણ.. જો કે કાસમ ઓસમાણની અન્ય કોઇ ભૂમીકા હજુ સામે આવી નથી પરંતુ જીહાદના બેકગ્રાઉન્ડ સાથે તેના આવા ઇરાદા પાછળનો હેતુ હજુ વધુ સ્પષ્ટ કરવા માટે તપાસ અધિકારીઓ કામ કરી રહ્યા છે. જેમાં વધુ કોઇ સ્ફોટક વિગતો સામે આવી શકે છે. જો કે 28 યુવતીઓ સાથે આ રીતે સંપર્ક બનાવવાના તેના મનશુબા જ ધણુ કહી જાય છે.