Home Crime ખારોઈ કેનાલમાં ડુબી જતા પિતા-પુત્રના મોત ! બે દિમા ચાર જીંદગી ડુબી..

ખારોઈ કેનાલમાં ડુબી જતા પિતા-પુત્રના મોત ! બે દિમા ચાર જીંદગી ડુબી..

2751
SHARE
ગઇકાલે માંડવીમાં બે લોકોના ડુબવાથી મોત બાદ આજે પુર્વ કચ્છના ભચાઉ નજીકની કેનાલમાં ડુબી જવાથી પિતા-પુત્રના મોત થતા આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઇ છે. બે દિવસમાં પાણી ચાર જીદંગી ભરખી ગઇ હતી જેને કારણે કચ્છમાં અરેરાટી ફેલાઇ છે.
કચ્છના માંડવીમાં બે વ્યક્તિના ડુબી જવાથી મોતની ધટના હજુ તાજી છે ત્યા આજે ભચાઉ નજીક પણ આવીજ એક ડુબવાની ધટનામાં બે વ્યક્તિના મોત થયા છે. ગઇકાલે માંડવીમાં નદીના પટમાં ભરાયેલા પાણીમાં બે કિશોર ડુબી ગયા હતા ત્યારે આજે નર્મદા કેનાલ વધુ એક વખત જીવલેણ સાબિત થઈ હતી હજુ થોડા દિવસ પહેલા જ કેનાલમાં પાણીનો પ્રવાહ શરૂ થયો છે, ત્યારે બુધવારે ભચાઉના ખારોઇ નજીક વહેતા પાણીમાં પિતા પુત્રના પાણીમાં તણાઈ ગયા બાદ ડૂબી જવાથી મૃત્યુ નિપજયા હતા કરુણંતિકા સર્જાતા પરિવારમાં આક્રદ છવાયો છે. બનાવમાં ભોગ બનનાર સદ્દી પરિવાર હતો જેને પગલે ખારોઇ ગામ તથા સિદી પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.આ અંગે સ્થાનીકેથી મળતી માહિતી મુજબ જુવારના ખેતરમાં કાપણીનું કામ કરતા ખેત મજૂર જાનમાંમદ હકીમ સીદીનો 14 વર્ષીય પુત્ર ખમીસા અચાનક પાસેની કેનાલમાં પહોંચી ગયો હતો.પુત્ર જોવા ના મળતા તેના પિતા જાન મામદ પણ કેનાલમાં પહોંચ્યા હતા જ્યાં પુત્રને પાણીમાં ડૂબતો જોઈ તેને બચાવવા કેનાલના વહેતા પાણીમાં છલાંગ લગાવી દીધી હતી.આ સમયે પિતા પુત્રની બુમાબૂમથી આસપાસના લોકો કેનાલ ઉપર દોડી ગયા હતા અને બચાવના પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે સ્થાનિક તરવૈયાઓની મદદથી સાંજે બન્ને હતભાગી પિતા પુત્રના મૃતદેહ જ મળી શક્યા હતા અને તેમને બચાવવાના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા પોલીસે મૃતદેહો ને ભચાઉ સરકારી દવાખાને પીએમ માટે ખસેડયા હતા.અને વધુ તપાસ હાથ ધરી હતી અગાઉ પણ અનેકવાર કેનાલમાં ડુબી જવાથી અનેક લોકોના મોત થયા છે. જેને લઇને કેનાલ આસપાસ સુરક્ષાના મુદ્દાઓ ઉઠતા રહ્યા છે.ગઇકાલે મંગળવારે માંડવી નજીક આવેલા ન્યુ મારવાડા વાસમાં રહેતા પિતરાઈ ભાઇઓના નદીના ઊંડા ખાડામાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.સવારે ભેંસો ચરાવવા ગયેલા તરુણો પરત ન આવતા શોધખોળ કરવામાં આવી હતી દરમિયાન બન્નેના મૃતદેહ મળી આવતા પરિવારજનો હિબકે ચડ્યા હતા.ધટનામાં 14 વર્ષીય સોલંકી વિકેશ વનજી મારવાડા અને 13 વર્ષીય સોલંકી હિરજી શિવજી મારવાડા બન્ને પિતરાઈ ભાઈઓ સીમમાં ભેંસો ચરાવવા માટે નીકળ્યા હતા.બાદમાં પાણીના પ્રવાહમાં પડતા મોતને ભેટ્યા હતા વરસાદની સિઝન બાદ આવા અકસ્માતોના બનાવ વધી જાય છે તેવામાં લોકો પણ પોતે તથા પરિવારના સભ્યોને આવા પ્રવાહથી દુર રાખે તે હિતાવહ છે.અને તંત્ર પણ આ મુદ્દે કડક બને તે જરૂરી છે.