કચ્છમાં મારામારી,હત્યા સહિતના બનાવો હવે સામાન્ય બન્યા છે. નજીવી બાબતે બની રહેલા આવા બનાવો પોલીસ માટે પડકાર રૂપ બન્યા છે. તેવામાં ગાંધીધામમાં એક યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જો કે પોલીસે સમગ્ર મામલે ઉંડી તપાસ હાથ ધરી છે.
ગાંધીધામમાં યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. આજે ગાંધીધામ સ્પોર્ટ કોમ્પલેક્ષમાં એક યુવાન અર્ધબેભાન અવસ્થામાં હોવાની 108 દ્રારા જાણ કરાઇ હતી જે બાદ યુવાનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ પ્રાથમીક સારવાર બાદ યુવાનને ભુજ રીફર કરવાની તજવીજ ચાલુ હતી ત્યાજ યુવાને દમ તોડી દીધો હતો. ધટનાની જાણ થતા પોલીસની ટીમ ધટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે. કે યુવાનને ઢોર માર મારી તેની હત્યા કરાઇ છે. પરંતુ અન્ય વિગતો તેના પરિવારજનો આવ્યા બાદ અને વધુ તપાસ બાદ સ્પષ્ટ થશે જો કે પોલીસની પ્રાથમીક તપાસમાં યુવાન ભુજ નજીકના દેશલપરનો છે. અને તેનુ નામ પાર્થ ચંદુલાલ મહેશ્વરી(ધેડા) હોવાનુ સામે આવ્યુ છે. યુવાન માધાપર નજીક આવેલી ફાર્મવીલા હોટલમાં નોકરી કરે છે. પોલીસે પ્રાથમીક તપાસ કરતા યુવાન 10 વાગ્યે નોકરી પુરી કર્યા બાદ હોટલેથી નિકળ્યો હોવાની વિગતો સામે આવી છે. જેથી ત્યાર બાદ તેને માર મારી આ ધટનાને અંજામ અપાયો હોવાનુ અનુમાન છે. જો કે હત્યા શા માટે કરાઇ અને કોના દ્રારા કરાઇ તે હજુ સામે આવ્યુ નથી પરંતુ તપાસ અધિકારીએ ફરીયાદ નોંધ્યા બાદ પોલીસ ઝડપી તપાસ કરશે તેવુ ઉમેર્યુ હતુ. તો સ્થાનીકેથી મળતી વિગતો મુજબ યુવાનના નજીકના પરિજનો પૈકી તેના પિતા વિદેશ હોવાનુ જાણવા મળ્યુ છે. તો ધટનાની જાણ થતા પરિવાજનો તથા ગામમાં શોક ફેલાયો છે. જો કે હત્યાનુ કારણ હજુ સ્પષ્ટ થયુ નથી પીએમ સહિતની કામગીરી બાદ પોલીસ હત્યાનુ કારણ તથા હત્યારાને શોધવાની દિશામાં તપાસ આરંભશે ત્યાર બાદ હત્યાની સીલસીલાબંધ વિગતો સામે આવશે.