કોકેઇનના જથ્થા સાથે કુલ્લ ૧,૪૩કરોડના મુદ્દામાલન સાથે પકડેલો આરોપી પંજાબમાં ફરાર થયો હતો પચ્છિમ કચ્છની ખાસ ટીમે રાજસ્થાનથી બાતમી આધારે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પ.કચ્છ પોલીસ સંદીપસિંગ પપ્પુસિંગ શીખને ઝડપ્યો
પુર્વ કચ્છના લાકડીયા વિસ્તારમાંથી ઝડપાયેલા કરોડો રૂપીયાના ડ્રગ્સ કેસમાં પંજાબ ગયેલી પોલીસના કબ્જામાંથી ફરાર થયેલા આરોપી પૈકી એક આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.બનાવની વિગતે વાત કરીએ તો લાકડીયામાં વાહનો ચેકીંગ કરતા હતા તે દરમ્યાન HR 26DP 9824 વાળી ઈકો સ્પોટ કાર શંકાસ્પદ જણાઈ આવતા તેને ચેક કરતા ડ્રાઈવર શીટ ઉપર બેઠેલ હનિસિંગ બિન્દરસિંહગ શીખ તથા તેની બાજુમા જશપાલકોર ઉર્ફે સુમન વા/ઓ ગુલવંતસિંગ ઉર્ફે શનિભાઈ શીખ, તથા સંદીપસિંગ પપ્પુસિંગ શીખ તથા અર્શદીપકોર વા/ઓ સંદીપસિંગ શીખ ડો/ઓ ચરનાસિંગ પાસેથી એર ફીલ્ટરના નિચેના ભાગેથી કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો આ કોકેઈન ૧૪૭.૬૭ ગ્રામની કિંમત રૂપિયા ૧,૪૭,૬૭૦૦૦ /-નો મુદ્દામાલ પોલીસ દ્રારા કબ્જે કરવામાં આવ્યો હતો જેની તપાસ દરમ્યાન પંજાબ ગયેલી પોલીસને ટીમને આરોપીઓ પૈકી બે શખ્સો ચકમો આપી ફરાર થઇ ગયા હતા આ આરોપીઓને પકડવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા એસપી વિકાસ સુંડા ડી.એમ.ઝાલાની આગેવાનીમાં એક ટીમની રચના કરવામાં આવી હતી જેમાં એ.એસ.આઇ.મદનસિંહ લાલુભા જાડેજા, હેડ કોન્સટેબલ રૂવિરાજસિંહ સહદેવસિંહ વાઘેલા, તથા કોન્સટેબલ કિશોરસિંહ ખેગારસિંહ જાડેજાને મળેલી ગુપ્ત બાતમીના આધારે રાજસ્થાન બોર્ડરના બાલોત્રા શહેરના દિપ હોટેલના સામેના રોડ પર તેઓની ટીમ સાથે વોય ગોઠવી આ ગુનામાં સામેલ આરોપી સંદીપસિંગ પપ્પુસિંગ શીખ ઉ.વ.૨૫, રહે. વોર્ડ નં. ૪, રામપુરા ફુલ જી.ભટીન્ડા,પંજાબ વાળાને રાઉન્ડ અપ કરી પકડી પાડવામાં આવ્યો હતો. વધુ તપાસ માટે લાકડીયા પોલીસ મથકને સુપ્રત કરાશે..