સમગ્ર કચ્છમાં ચકચાર જગાવનાર ગોધરાની એ યુવતીની હત્યા કરનાર આરોપી હાથવેતમાં છે. સવારે હત્યા કર્યા બાદ પોલીસે તપાસ કરતા હત્યા કરનાર યુવકે હત્યા બાદ આપધાત કર્યો હોવાની જાહેરાત કરી હતી. પોલીસે આરોપીને રાઉન્ડઅપ કર્યો. એક તરફી પ્રેમ હત્યા માટે કારણભુત
માંડવીના ગોધરામાં ગામે સોમવારે હત્યાની એક ઘટનાએ ભારે ચકચાર સર્જી હતી.નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી નોકરી માટે વહેલી સવારે નિત્યક્રમ મુજબ ઘરેથી નીકળી હતી.અને બસની રાહ જોઈ રહી હતી તે દરમિયાન જ એક બાઈક સવાર યુવકે આવીને ફિલ્મી સ્ટાઈલમાં તલવારના ઘા મારી યુવતીને રહેંસી નાખી હતી. તો પેટમાં પણ છરી વડે ગંભીર હુમલો કર્યો હતો જાહેરમાં હત્યાની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર પ્રસરી હતી.સવારના 6 વાગ્યાની આસપાસ યુવતીની હત્યાની ઘટના બની હોવાનુ પ્રાથમીક સામે આવ્યુ હતુ. નજરે જોનારે આ અંગે ગામમાં વાત કર્યા બાદ પરિવાર સહિત મોટી સંખ્યામા ગ્રામજનો દોડી આવ્યા હતા તો પોલીસને ધટનાની જાણ થતા પોલીસ તંત્ર પણ દોડતું થયુ હતુ સોમવારે સવારે મરણજનાર યુવતી ગોરી તુલસીભાઈ ગરવા પોતાના ઘરેથી નોકરી જવા માટે નીકળી હતી અને દુર્ગાપુર માર્ગે બસની રાહ જોઈ રહી હતી.ત્યારે બાઇક ઉપર આવેલા અજાણ્યા શખસે યુવતી ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો.જાહેરમાં જ તલવારના ઘા ઝીકીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ફિલ્મી સ્ટાઈલમાં આવેલા શખસે નિર્દયતાપૂર્વક યુવતીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ હતી પોલીસે મૃત્દેહને હોસ્પિટલ ખસેડવા સાથે મૃત્કના પરિવારની ફરીયાદના આધારે તપાસ આરંભી હતી. જો કે પરિવારે કોઇ પર શંકા દર્શાવી ન હતી પરંતુ યુવતીના મોતથી સમગ્ર પરિવાર અને ગામમાં ભારે આધાત ફેલાયો હતો. અને આવા નિષ્ઠુરપુર્વકના કૃત્યથી સનસનાટી ફેલાઇ હતી. જો કે પોલીસે મોડી સાંજે આ મામલે આરોપીને રાઉન્ડઅપ કરી લીધો છે મૃતક યુવતી માતા અને બે ભાઈઓ સાથે રહેતી હતી. અને મુન્દ્રા તાલુકાના તુંબડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી.
ધરાર પ્રેમી જ નિકળ્યો હત્યારો !
આ મામલે સર્વગાહી તપાસ હાથ ધરતા કોડાય ગામે રહેતો સાગર રામજી સંધાર પોલીસની રડારમા આવ્યો હતો જેની તપાસ કરતા તે માંડવીની હોસ્પિટલમા દાખલ હોવાનુ સામે આવ્યુ હતુ. પોલીસે એકત્ર કરેલી પ્રાથમીક માહિતી મુજબ સાગરે યુવતીની હત્યાની કેફીયત આપી હતી જો કે યુવતીની હત્યા બાદ પોતે ઝેરી દવા પીધી હોવાની જાહેરાત યુવક દ્રારા કરાતા પોલીસે હાલ હોસ્પિટલમાંજ તેને અટક હેઠળ રાખ્યો છે. અને સ્વસ્થ થયા બાદ તેની ધરપકડ કરશે તપાસ અધિકારી ડી.એમ.ઝાલા સાથે વાત કરતા તેને જણાવ્યુ હતુ કે યુવક-યુવતી પરિચયમાં હતા પરંતુ યુવક એક તરફી પ્રેમમાં તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવવા સાથે અન્ય યુવક સાથે તેની બોલચાર સહિતના મુદ્દે ઉશ્કેરાટમા હતો જે વાતનુ મનદુખ હત્યા માટે કારણભુત છે. જો કે હત્યાનુ સ્પષ્ટ કારણ સાથે હત્યા સમયે અન્ય કોઇ સામેલ છે કે નહી તેની તપાસ કરવામાં આવશે જો કે હાલ સાગર સંધારે હત્યા કરી હોવાનુ સ્પષ્ટ થયુ છે. જો કે સમગ્ર બનાવથી કચ્છમાં ચકચાર ફેલાઇ છે.
રાજ્ય અને દેશમાં આવા બનાવો ચિંતાજનક વધ્યા છે. હિચકારી આવી ધટનામાં યુવતીની મરજી વગર ધરાર બની બેઠેલા આવા પ્રેમીઓ એક તરફી પ્રેમમાં સરજાહેર યુવતીની નિર્મમ હત્યા કરી રહ્યા છે. આવા બનાવોનુ હવે કચ્છ પણ સાક્ષી બન્યુ છે.કાયદાના રક્ષકો માટે આ બનાવો પડકારજનક છે.