Home Crime મુન્દ્રામાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતાં પિતા-પુત્રી ભડથું !

મુન્દ્રામાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતાં પિતા-પુત્રી ભડથું !

4080
SHARE
મુન્દ્રામા આજે સવારે બ્લાસ્ટ સાથે લાગેલી આગમાં પિતા-પુત્રીના કરૂણ મોત થયા છે જ્યારે આગામાં બળી ગયેલી મહિલાને સારવાર માટે ખસેડાઇ છે. આંધપ્રદેશનો પરિવાર વિખાયો લોકો-પોલીસ આગેવાનો દોડી ગયા
મુન્દ્રામાં મંગળવારની વહેલી સવાર આંધપ્રદેશના પરિવાર માટે અમંગળ બની ગઇ હતી વહેલી સવારે અચાનક એક જોરદાર બલાસ્ટ થયો હતો જેની અસર સુર્યનગર વિસ્તારમાં દુરદુર સુધી થઇ હતી અને લોકો નિંદરમાંથી જાગી દોડી ગયા હતા.ફાયર વિભાગે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગ કાબુમાં આવ્યા બાદ તેમાં ફસાયેલા પિતા-પુત્રીના મૃત્દેહ જ મળ્યા હતા જ્યારે મૃત્કની પત્ની આગમાં ગંભીર રીતે દાઝી ગઇ હતી. બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ પહોંચી હતી અને બનાવ સદંર્ભે તપાસ આરંભી હતી જેમાં એસી અથવા ત્યા પડેલા ગેસના બાટલામાં બલાસ્ટ થયાનુ અનુમાન લગાવાઇ રહ્યુ છે. પરંતુ આગ લાગવાનુ અને બલાસ્ટ સેમાં થયો તે અંગે વિગતો તપાસ બાદ સામે આવશે વિગતે વાત કરીએ તો સવારે છ વાગ્યે 15 વર્ષથી કચ્છમાં વસવાટ કરી ખાનગી સીએફએસ કંપનીમાં નોકરી કરતા રવિકુમાર સૌમેશ્વર રાવ ઉં42 તેના પરિવાર સાથે મુન્દ્રાની સુર્યા સોસાયટીમાં રહે છે આજે સવારે અચાનક તેના ઘરે આગ લાગતા તેમાં રવિકુમાર તથા તેની પુત્રી જાનવી રાવનુ આગમાં બળી જવાથી મૃત્યુ થયુ છે જ્યાર તેની પત્ની કવિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા પ્રથમ અદાણી અને ત્યાર બાદ ભુજ સારવાર માટે ખસેડાઇ છે. વહેલી સવારે છ વાગ્યે આગનો આ બનાવ બન્યો હતો
એસીમાં બલાસ્ટ કે સીલીન્ડર?
વહેલી સવારે આગનો બનાવ લોકોના ધ્યાનમાં આવ્યો તે પહેલા એક ભયંકર બલાસ્ટ થયો જેની અસર આસપાસના વિસ્તારમાં પણ વર્તાઇ અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા નોકરીએ જતા શેખર રાવ,ઇન્દ્રજીત સહિતના રહિસો બચાવ માટે દોડી ગયા હતા તો અન્ય લોકોએ પણ આગ બુઝાવવા સહિત લોકોને બહાર કાઢવા પ્રયત્નો કર્યા હતા પરંતુ તે સફળ રહ્યા ન હતા જો કે બનાવ બાદ તપાસ કરતા બલાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસના લોકોની બારીના કાંચ તુટવા સાથે મકાનોમાં નુકશાન પહોચ્યુ હતુ પ્રાથમીક અનુમાન એસીમાં બલાસ્ટનુ લગાવાયુ છે. પરંતુ ગેસ સીલીન્ડર બ્લાસ્ટની પણ શક્યતા છે જેથી આગ લાગવાના કારણ સહિત બલાસ્ટના કારણો જાણવા એફએસએલની મદદ લેવાઇ છે.
નીચે રહેતો પરિવાર હેમખેમ !
વહેલી સવારે થયેલા બલાસ્ટની અસર આસપાસ તો થઇ પરંતુ આગ પ્રસરી નહી જો કે ધટનામાં બે મોત થયા પરંતુ રવિકુમારનો અન્ય પરિવાર તેની માતા,ભાઇ અને તેનો પરિવાર નીચેજ રહેતો હતો જે તમામ લોકો હેમખેમ રહ્યા હતા. ધટનાની જાણ થતા આસપાસના લોકો સાથે આગેવાનો યુવરાજસિંહ ચુડાસમા,ભોજરાજ ગઢવી,ગૌરાગ ત્રિવેદ્રી,દિલીપ ગોર સહિતના દોડી ગયા હતા. તો મુન્દ્રા પોલીસના પીઆઇ ઠુમ્મર, ભરત ચૌધરી,અશોક જોગી સહિતના લોકો પણ દોડી ગયા હતા અને પરિવારને સાંત્વના આપવા સાથે બચાવ-રાહતમાં મદદરૂપ બન્યા હતા.
આગ બ્લાસ્ટની ઘટના અને તેમાં બે વ્યક્તિના કરૂણ મોતના સમાચારથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ હતી. જો કે આગ લાગવાનુ ચોક્કસ કારણ તથા બ્લાસ્ટ એસીમાં કે સીલીન્ડરમાં થયો તેની વિગતો એફએસએલ તપાસ બાદ સ્પષ્ટ થશે