Home Crime સંગઠીત ગુન્હેગારી સામે પુર્વ કચ્છ પોલીસની લાલ આંખ ! બે કિસ્સામાં કાર્યવાહી

સંગઠીત ગુન્હેગારી સામે પુર્વ કચ્છ પોલીસની લાલ આંખ ! બે કિસ્સામાં કાર્યવાહી

1640
SHARE
પુર્વ કચ્છ પોલીસે વધુ કેટલાક ગુન્હામાં ગંભીર કાર્યવાહી કરી છે. એક કિસ્સામાં ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો બીજી તરફ પુર્વ કચ્છના એક લીસ્ટેડ બુટલેગર સામે સંગઠીત સિન્ડીકેટ હેઠળ પ્રથમ વખત કલમ ઉમેરતી કાર્યવાહી કરાઇ છે.
ગાંધીધામ-આદિપુર શહેરમા સંગઠીત ટોળકી સ્વરૂપે આતંક મચાવી ભયજનક વ્યકતી તરીકે છાપ ધરાવનાર અસામાજીક તત્વો ઉપર ધી ગુજરાત કંન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ કાઈમ (ગુજસીટોક)એકટ ૨૦૧૫ હેઠળ કાર્યવાહી ક૨વામાં આવી છે.ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે આદિપુર-ગાંધીધામ વિસ્તારમાં ચોરી,રાયોટીંગ,લુંટ,મારામારી તથા ધાકધમકી જેવા ગુન્હામાં સામેલ બે વ્યક્તિ સામે આ કાર્યવાહી કરી છે. જેમાં અર્જુન નાગાજણ ગઢવી તથા દિનેશ ઉર્ફે ડીકો બાબુલાલ પરિહાર સામે આ કાર્યવાહી કરાઇ હતી. પુર્વ કચ્છ જીલ્લા પોલીસવડા તથા રેન્જ આઇજી સમક્ષ આ અંગે જરૂરી કાર્યવાહી માટે સુચન મેળવ્યા બાદ આ અર્જુન કે જેની સામે વિવિધ પોલીસ મથકોએ 10 થી વધુ ગુન્હા નોંધાયેલા છે જ્યારે દિનેશ સામે 7થી વધુ ગંભીર ગુન્હા નોંધાઇ ચુક્યા છે.તેની સામે કાર્યવાહી કરાઇ હતી પોલીસે કરેલા અભ્યાસ પરથી આ વિસ્તારમા આ બે શખ્સો પોતાની ધાક જમાવવા માટે એકબીજાને મદદ કરી ગુન્હા આચરતા હતા. જેથી પોલીસે તેના કેસોના અભ્યાસ પછી તેની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી અટકી કરી હતી.આ વિસ્તારમાં ડોન બનવાના અભરખા રાખનાર આ બન્ને આરોપી સામે કડક કાર્યવાહી કરાઇ હતી. આ કામગીરીમાં ગાંધીધામ એ ડીવીઝન પોલીસના એમડી ચૌધરી સહિતનો સ્ટાફ જોડાયો હતો. પોલીસે આ વિસ્તારના લોકોને કાર્યવાહી બાદ અપિલ કરી હતી કે જો કોઇ વ્યક્તિ આ ગુન્હેગારથી ભોગ બન્યો હોય તો તેની ફરીયાદ કરવા માટે આગળ આવે ગાંધીધામ-આદિપુર વિસ્તારમા સંગઠીત થઇ આ બન્ને શખ્સોએ 17 જેટલા ગુન્હામાં સામેલ હતા પરંતુ પોલીસે તેને ગુજસીટોકમાં ફીટ કરી કડક કાર્યવાહી કરી છે. પુર્વ કચ્છ અને પચ્છિમ કચ્છમાં પણ આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરાઇ રહી છે.
લીસ્ટેડ બુટલેગર સામે સિન્ડીકેટની કલમ
બીજી તરફ પુર્વ કચ્છ પોલીસે સંગઠીત ગુન્હેગાર સામે જાણે સર્જીકલ સ્ટ્રાઇક કરી હોય તેમ એક તરફ પોલીસે બે કુખ્યાત સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે તો બીજી તરફ પડાણા વિસ્તારના લીસ્ટેડ બુટલેગર મનુભા ઉર્ફે મહેન્દ્રસિંહ વિઠુભા વાધેલા સામે સંગઠીત ગુના સિન્ડીકેટમાં સામેલગીરી મામલે તેની સામે કાર્યવાહી કરાઇ છે. વર્ષે 2015 થી કરી અત્યાર સુધી આવા 7 થી વધુ ગુન્હામાં સામેલ આરોપી સામે આ કલમ ઉમેરવા માટે કોર્ટમાં રીપોર્ટ કરાયો હતો જે ગ્રાહ્ય રહ્યા બાદ પ્રથમ વખત કોઇ ગુન્હામાં બીએનએસની કલમ હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ દ્રારા કાર્યવાહી કરાઇ હતી.એસ.વી.ગોઝીયા સહિતનો સ્ટાફ આ કાર્યવાહીમા જોડાયો હતો આરોપી સામે ભચાઉ,અંજાર,ગાંધીધામ,પધ્ધર તથા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે આર્થીક ફાયદા માટે દારૂ સિન્ડીકેટમાં સામેલ થવાના મામલાઓ સામે આવ્યા હતા.
પુર્વ કચ્છ પોલીસમાં એક તરફ ગંભીર ગુન્હાઓ વધી રહ્યા છે બીજી તરફ પોલીસ લીસ્ટેડ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. આજે ગાંધીધામ વિસ્તારમાં ત્રણ કુખ્યાત શખ્સો સામે ગંભીર પ્રકારની કલમો તળે કાર્યવાહી કરવામા આવી હતી જેમાં ગુજસીટોક હેઠળ તો અગાઉ ચાર ગુન્હા નોંધાઇ ચુક્યા છે. પંરતુ પ્રથમવાર કોઇ બુટલેગર સામે સંગઠીત સિન્ડેકેટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જે દર્શાવે છે. કે પુર્વ કચ્છ પોલીસ ગુન્હેગારના સંગઠીત થવાના મામલામાં ગંભીર છે.