Home Crime ભુજમાં આઇ.પી.એલ પર રમાડાતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ : અકસ્માતમાં 2 મોત :માધાપરમાં...

ભુજમાં આઇ.પી.એલ પર રમાડાતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ : અકસ્માતમાં 2 મોત :માધાપરમાં યુવકનો આપઘાત

1174
SHARE

ભુજમાં આઇ.પી.એલ પર રમાડાતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ

આઇ.પી.એલ શરૂ થયાના થોડા દિવસોમાંજ સટ્ટા બેટીંગ કરતા સટ્ટોડીયા પણ સક્રિય થયા હોય તેમ શનિવારે એ ડીવીઝન પોલિસે ક્રિકેટ સટ્ટાની બાતમીના આધારે ભુજના પ્રમુખ સ્વામી નગરમાં એક દરોડો પાડ્યો હતો જેમાં 43, ઓધવ રેસીડન્સીમાંથી સ્મીત કૈલાશભાઇ ઠક્કરને કોલકત્તા-હૈદ્રાબાદ વચ્ચે રમાતી મેચ પર સટ્ટો રમાડતા  ઝડપી પાડ્યો હતો  સ્મીત પાસેથી રોકડ તથા સટ્ટાના સાહિત્ય, મોબાઇલ  સહિત 51,000નો મુદ્દામાલ પોલિસે કબ્જે કરી તેની પુછપરછ શરૂ કરી છે. સ્મિત પોતાના ઘરમાં આ સટ્ટાનુ નેટવર્ક ચલાવતો હતો

વલસાડનો યુવાન અકસ્માતે દરીયામા પડ્યો

જખૌ બંદરે લાંગરેલી નિર્માણ નામની બોટમાંથી એક યુવાન અકસ્માતે દરિયામા પડી જતા ગુમ થયો છે. લાંબી શોધખોળ બાદ પણ યુવાનનો કોઇ પત્તો લાગ્યો નથી. દિનેશ રામુભાઇ નામનો  યુવાન શનિવારે રાત્રે બોટમાંથી દરિયામા પડ્યા બાદ આ અંગે  જખૌ મરીન પોલિસને જાણ કરાઇ હતી. પરંતુ લાંબી શોધખોળ બાદ હજુ પણ યુવાન મળ્યો નથી.

અકસ્માતના બે કિસ્સામાં બેના મોત

ગાંધીધામના રેલ્વે ઓવરબ્રીજ નજીક ઉભેલા ટ્રેલરમાં બાઇટ ટકરાતા એક યુવાનનુ મોત થયુ હતું . યુવાન શુક્રવારે રાતે તેની બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે રસ્તા વચ્ચે પડેલા એક ટ્રેલર સાથે તેની ટક્કર થઇ હતી અને યુવાન ઘવાયો હતો. જો કે તેને વધુ સારવાર મળે તે પહેલાજ તેનુ મોત નીપજ્યુ હતુ. અલીશા હુસૈનશા શેખના મૃત્યુ બાદ ટ્રેલર ચાલક સામે એ ડીવીઝન પોલિસ મથકે ગુન્હો નોંધાયો છે. તો બીજી તરફ શનીવારે સાંજે ભુજના પધ્ધર નજીક એક કારે આધેડને ટક્કર મારતા આધેડનુ ઘટના સ્થળેજ મોત થયુ હતુ. ભચાઉના નાની ચિરઇ ગામના સામતભાઇ કરશનભાઇ આહિર પગે રસ્તો ઓળગી રહ્યા હતા ત્યારેજ ત્યાથી પસાર થતી ટાવેરા કારે તેને ટક્કર મારી હતી.

મુન્દ્રાના ભુજપૂર ગામે બે યુવકો સામે અપહરણની ફરીયાદ 

મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે ખાખરવાસમાં રહેતા જંયતીભાઇ મગનભાઇ પટ્ટણીએ ફરીયાદ કરી હતી જેમાં તેની સગીર વયની પુત્રી સહિત અન્ય એક યુવતીને લગ્ન કરવાની લાલચે બે શખ્સો અપહરણ કરી ભગાડી ગયા છે. જેથી પોલિસે તેની સામે ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ફરીયાદીએ તેના બે કૌટુબીંક સંબધીઓના શકદાર તરીકે નામ પણ મુન્દ્રા પોલિસને આપ્યા છે.

માધાપરમાં યુવકનો આપઘાત

ભુજ નજીક માધાપર ગામે આજે એક યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ મોતને વહાલુ કર્યુ હતુ. બનાવ આજે સવારે બન્યો હોવાનુ અનુમાન છે. મરનાર ભીમજી વીરજી મહેશ્ર્વરીએ તેના મતિયા કોલોની સ્થિત ઘરમાંજ ગળફાંસો ખાઇ આપઘાત કર્યો છે. જો કે આત્મહત્યાનુ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી.પરંતુ ભુજ બી ડીવીઝન પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.