Home Crime ભુજમાં મોડી રાત્રે થયેલા હુમલામાં સામ સામી ફરિયાદ : ભુજમાં યુવતીનો આપઘાત...

ભુજમાં મોડી રાત્રે થયેલા હુમલામાં સામ સામી ફરિયાદ : ભુજમાં યુવતીનો આપઘાત : તુણામા હત્યા કરનાર બે ઝડપાયા

1005
SHARE
ભુજના સરપટનાકા નજીક નાગનાથ મંદિર પાસે ગત મોડી રાત્રે થયેલી મારામારીમાં ઘાયલ પ્રકાશ રાજગોરે 10 શખ્સો વિરૂધ્ધ કાવતરુ રચી તેના પર હુમલો કર્યાની ફરીયાદ નોંધાવી છે. જેમાં સુલતાન સમા,ઇમરાન સમા,જાવેદ સમા,ઇશાક સમા,ઝબ્બાર સમા,હનિયો ઉર્ફે હનીફ સમા અલી સમા,અડવાણી ઉર્ફે વાયદ સમા,કય્યુબ સમા,અને શામજી કોળી સહિત 10 શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. તો બીજી તરફ ભુજ એ ડીવીઝન પોલિસ મથકે પ્રકાશ રાજગોર વિરૂધ્ધ પોતાના પુત્રના માથામાં બોથડ પદાર્થ મારી ગંભીર ઈજા પહોંચાડવાની ફરિયાદ સુલ્તાનના પિતાએ નોંધાવી છે. વાયદે જણાવ્યું છે કે પ્રકાશ રાજગોર અને તેના પુત્ર વિરૂધ્ધ અગાઉ ઝઘડો થયો હતો. જેમાં સુલતાને પ્રકાશ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવત રાખી પ્રકાશે તેના પર ગતરાત્રે હુમલો કર્યો હતો.

ભુજમાં યુવતીનો આપઘાત કારણ અકબંધ 

ભુજના વાલદાસ નગરમાં બુધવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ એક યુવતીએ આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. મૃતક કલ્પના સુદેશ સેંધાણીયા મુન્દ્રા પી.ટી.સી કોલેજમાં અભ્યાસ કરે છે. હાલમાંજ પુરી થયેલી પરિક્ષા બાદ નાપાસ થવાનો ડર તેને સતાવતો હતો અને તેજ બાબતે તેને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનુ પ્રાથમીક અનુમાન છે. બનાવ બાબતે ભુજ એ ડીવીઝન પોલિસે વધુ તપાસ શરૂ કરી છે.

કંડલામાં હત્યા કરનાર બે શખ્સો ઝડપાયા 

17 એપ્રીલે કંડલાના તુણા ગામે એક યુવતીની થયેલી હત્યાના મામલે કંડલા પોલિસે બે શખ્સોની ધરપકડ કરી છે. મૃતક યુવતી સાથે અગાઉ થયેલા મનદુખ બાબતે તેની હત્યા થઇ હોવાનો કિસ્સો 17 તારીખે સામે આવ્યો હતો. જેમાં મૃતક ગુલબાનુ હુસૈન ખલીફાની છરીના 19 ઘા મારી હત્યા કરાઇ હતી. જેમા કંડલા પોલિસે હત્યા કરનાર ગુલામ હુસૈન ખલીફા અને હનીફ અબ્દુલ ખલીફાની ધરપકડ કરી છે.મૃતક સાથે અઢી વર્ષ પહેલા એક લગ્નમાં ગુલામની બોલાચાલી થઇ હતી. તો ત્યાર બાદ લગ્નની ના પાડવા બાબતે પણ વિવાદ સર્જાયો હતો હત્યા પાછળ આજ કારણ હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે.

અંજાર સામખીયાળીમાં આપઘાત

અંજારના મોટી નાગલપરમાં આધેડ અને સામખીયાળીમાં એક યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. અંજારના નાગલપર ગામના મેમાભાઇ કાનાભાઇ મરંડે આજે તેના ઘરે આપઘાત કરી મોતને વહાલુ કર્યુ છે. તો બીજી તરફ સામખીયાળી નજીક એક વાડીમાં કામ કરતા ખેતમજુરે વાડીમાંજ જાળ સાથે લટકી આપઘાત કરી લીધો છે. આપઘાતના બન્ને કિસ્સામાં ચોક્કસ કારણ સામે આવ્યુ નથી જે બાબતે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.