Home Current પોલિસનો પત્ર અને આગેવાનોની સમજ કામ કરી ગઇ દરગાહ તોડફોડ મામલે મુસ્લિમોના...

પોલિસનો પત્ર અને આગેવાનોની સમજ કામ કરી ગઇ દરગાહ તોડફોડ મામલે મુસ્લિમોના અનશનનો સુખદ અંત

8146
SHARE
છેલ્લા એક મહિનાથી વિવિધ કાર્યક્રમો અને રજુઆતો પછી પણ મુસ્લિમ સમાજના ધાર્મીક સ્થળો પર હુમલાઓ કરનારા ન ઝડપાતા અંતે મુસ્લિમ સમાજે અનસન પર ઉતરવાનુ નક્કી કર્યુ હતુ. જેમાં 17 તારીખથી વિવિધ આગેવાનો કલેકટર કચેરી સામેજ ધરણા પર બેસી ગયા હતા. સમાજે વિવિધ કાર્યક્રમો આપવાની જાહેરાત કરી, જીજ્ઞેશ મેવાણી પણ છાવણીમાં બેઠેલા સમાજને સાંત્વના આપવા આવ્યો પરંતુ ગઇકાલે પોલિસે જારી કરેલા એક પત્ર અને આજે પોલિસ પ્રસાશન અને મુસ્લિમ આગેવાનોની મળેલી બેઠક બાદ આ વિરોધનો સુખદ અંત આવ્યો છે. આજે 4 વાગ્યે મુસ્લિમ સમાજના સૈયદ સુલતાનશા અનવરશા બાપુ અને મુસ્લિમ ધર્મગુરૂ સહિત પોલિસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ પારણા કરાવ્યા હતા આજે મુસ્લિમ સમાજના આગેવાનો પોલિસના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટી તંત્ર વચ્ચે એક બેઠક મળી હતી જેમા પોલિસે કરેલી તપાસ અને ન્યાયની ખાતરી મળતા સમાજે તેમના મુદ્દા તેમની સમક્ષ મુકી યોગ્ય કરવાની માંગણી કરી હતી જે  પોલિસે સ્વીકારતા અંતે અનશનનો અંત આવ્યો છે. પારણા અંગે મુસ્લિમ સમાજના આગેવાન ઇબ્રાહીમ હાલેપોત્રા અને આદમચાકીએ માહિતી આપી હતી.

શુ છે સમાજની માંગણી?  શુ છે પોલિસની ખાતરી?

પોલિસે ગઇકાલે એક પત્ર જાહેર કરી અત્યાર સુધી સ્થાનીક પોલિસ સહિત ગુજરાતની અન્ય મહત્વની શાખા દ્વારા થયેલી કામગીરી અને તપાસનો એક રીપોર્ટ રજુ કર્યો હતો. અને સાથે હજુ પણ ધાર્મીક સ્થળો પર કોઇ બનાવ ન બને તે માટે કટિબદ્ધ હોવાનુ કહી સમાજને ખોટી દિશામા વિરોધ ન લઇ જવા અપિલ કરી સહકાર આપવા જણાવ્યુ હતુ. ત્યાર બાદ આજે મળેલી એક બેઠકમાં મુસ્લિમ સમાજે એ.ટી.એસને તપાસ સોંપવાની માંગ, શંકાસ્પદ તમામ વ્યક્તિઓના નાર્કોટેસ્ટ કરાવવા, મુસ્લિમ સમાજ શંકાસ્પદ વ્યક્તિના નામ આપે તેની સામે તપાસ થાય, અને સીટની રચના કરી યોગ્ય અધિકારીને તપાસ સોંપવી સહિતની માંગણીઓ આજે બેઠકમા રજુ કરી હતી. જેનો પોલિસે સ્વીકાર કર્યો હતો. જેથી હાલ મુસ્લિમ સમાજની તમામ લડતનો અંત આવ્યો છે.

શુ રહ્યો લડતનો ઘટનાક્રમ

દરગાહ તોડફોડ મામલે સ્થાનીક વિરોધ બાદ અનેક રજુઆતો પછી મુસ્લિમ સમાજે  28 માર્ચના બેઠક યોજી તડતની તૈયારી શરૂ કરી
આ પહેલા કોગ્રેસના અબડાસાના મુસ્લિમ આગેવાનોએ દરગાહ તોડફોડ મામલે યોગ્ય ન્યાય માટે કોગ્રેસ આગળ ન આવતા રાજીનામા ધર્યા જે મુદ્દો કચ્છ અને પ્રદેશકક્ષાએ પણ ગાજ્યો
28 માર્ચના ભુજમાં વિશાળ શાંતીપુર્ણ રેલી સાથે કલેકટરને આવેદનપત્ર દેવાનુ અબડાસામાં મળેલી મુસ્લિમ આગેવાનોની બેઠકમાં નક્કી થયુ
7 તારીખે કચ્છ ભરના મુસ્લિમોએ પુર્વ અને પચ્છિમ કચ્છની 6 દરગાહમાં થયેલી તોડફોડ મામલે વિશાળ રેલી યોજી અને કલેકટરને આવેદનપત્ર આપ્યુ વિશાળ જનમેદની છંતા શાંતીપુર્ણ રીતે પોલિસે રેલી સંપન કરાવી
17 તારીખે મુસ્લિમ સમાજે આપેલા અલ્ટીમેટમ મુજબ પોલિસે કાર્યવાહી ન કરતા મુસ્લિમ સમાજ અખીલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમીતીના નેજા હેઠળ અનશન પર બેઠુ જેમા કચ્છભરના મુસ્લિમો જોડાયા
18 તારીખે અગાઉ થયેલ ચર્ચા મુજબ જીજ્ઞેશ મેવાણી મુસ્લિમ અનશન છાવણી પર પહોચ્યો અને લડત માટે તૈયારી દર્શાવી સાથે કલેકટરને આવેદનપત્ર પણ આપ્યુ અને ફરી લડતની ચીમકી પણ ઉચ્ચારી
18 તારીખે સાંજે પોલિસે એક પત્ર જાહેર કરી મુસ્લિમ સમાજની ધાર્મીક આસ્થા પર હુમલા માટે પોલિસ ગંભીર હોવાના દાવા સાથે પોલિસે કરેલી કાર્યવાહીનો ચિત્તાર આપ્યો સાથે લડત ગેરમાર્ગે જેતી હોવાનુ પણ પોલીસે નોંધી સમાજને શાંતીપુર્ણ રીતે અને સાચી દિશામાં સમાધાનકારી વલણ સાથે લડતને લઇ જવા અપિલ કરી
19 તારીખે પશ્ચિમ કચ્છ પોલિસ વિભાગના એ.એસ.પી વાસમ સેટ્ટી રવિ તેજાની આગેવાનીમા પોલિસ વહીવટી તંત્ર અને મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક મળી અને જેમાં યોગ્ય માંગણી અને તેના ઉકેલની ખાતરી મળતા આ લાંબી લડતનો સુખદ અંત આવ્યો