Home Crime કાસમ પછી હવે રીયાઝે ઉડાડ્યા પશ્ર્ચિમ કચ્છ પોલિસની આબરૂના લીરા : LCB...

કાસમ પછી હવે રીયાઝે ઉડાડ્યા પશ્ર્ચિમ કચ્છ પોલિસની આબરૂના લીરા : LCB કોન્સ્ટેબલ પર છરીથી હુમલો 

4066
SHARE
હજુ બહુ દિવસો નથી થયા જ્યારે પોલિસ પર કાસમ નામના મર્ડરના આરોપીએ ભુજમાં જ છરી વડે હુમલો કરી 3 જવાનોને ઘાયલ કર્યા હતા. જો કે મહા મહેનતે કાસમ પકડાયો તો ખરો અને તેને વગડામાં પકડવા માટે પોલિસને ભારે પરિશ્રમ કરવો પડ્યો ત્યાં હવે રીયાઝ નામના એક લુંટના ફરાર આરોપીએ પશ્ર્ચિમ કચ્છ પોલિસની મહત્વની એવી એલ.સી.બી ટીમના એક કોન્સ્ટેબલ પર હુમલા કર્યો છે. અને છરી વડે ઇજા પહોંચાડી છે. જો કે મહત્વના અધિકારીઓ હાલ ફોન રીસીવ નથી કરી રહ્યા પરંતુ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ ભુજમાં ગઇકાલે એક લુંટનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જેમાં રીયાઝ ભચુ મમણ નામના શખ્સનુ નામ ખુલ્યુ હતુ. જે અગાઉ પણ અનેક ગુન્હાઓમાં આવી ગયો છે. જેને પકડવા માટે આજે એલ.સી.બીના ચારથીપાંચ જવાનો પકડવા માટે ભીડ નાકા વિસ્તારમાં ગયા હતા. પરંતુ તેને ઘેરાબંધી કર્યા બાદ સમર્પણ કરવાના બદલે તેને ગર્જના કરી હતી. અને તેના પાસે રહેલી છરી વડે કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલને ઇજા પહોંચાડી હતી. ધાયલ કોન્સ્ટેબલ હાલ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે આ મામલે પોલિસે કોઇ સત્તાવાર વિગત આપી નથી. પરંતુ તેને પકડવવા માટે પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે નિશ્ર્ચિત પોલિસ પર હુમલાની વધી રહેલી ઘટનાથી પોલિસની શાખને અસર જરૂર પહોંચી છે.

બન્ને ઘટનામાં આ એક વાત પણ છે સામાન્ય

કાસમે જ્યારે પોલિસ જવાનો પર હુમલો કર્યો ત્યારે જે તે થાણા માં પી.આઇ તરીકે જે.એમ.આલ ફરજ બજાવતા હતા. પણ એ સમયે તેઓ રજા પર હતા અને હવે જ્યારે રીયાઝે પોલિસ પર હુમલો કર્યો છે. ત્યારે હાલમાંજ બદલી પામીને એલ.સી.બીમા આવેલા પી.આઇ પણ જે.એમ.આલ જ છે. આમ બન્ને ઘટના સમયે તે થાણા અને શાખાના પી.આઇ એકજ રહ્યા છે. જે જોગાનુજોગ છે.

હવે પોલિસે કાયદાનો ડર બતાવવાનો સમય

કાસમ પર હુમલા પછી પોલિસે કાસમને પકડ્યો હતો ખરો પરંતુ હાલમાંજ દરગાહ તોડફોડ મામલે પોલિસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. ચોક્કસ પોલિસે કાર્યવાહી કરી પરંતુ આરોપી હજુ નથી પકડાયા તે પણ નગ્ન સત્ય છે. ત્યારે ફરી લુંટના રીઢા આરોપીએ કોન્સ્ટેબલ પર હુમલો કરતા પોલિસ માટે એક મોટો પડકાર ઉભો થયો છે. ચોક્કસ આરોપી કદાચ પકડાઇ જશે પરંતુ કાયદાનો ડર ગુન્હેગારોમાં રહ્યો નથી. તે ચોક્કસ બાબત છે. નહી તો આ રીતે પોલિસ પર છાસવારે હુમલાની હિંમત કદાચ ગુન્હેગાર ન કરત.