જો તમે એમ માનતા હો કે,હૃદય ને લાગતી બીમારી માત્ર મોટી ઉંમરે જ થાય છે,તો હવે એ માન્યતા બદલી નાખજો. હૃદય ને લગતી બીમારી બાળકો ને પણ થઈ શકે છે.હા, કચ્છ જિલ્લાની જ વાત કરીએ તો નાના બાળકોમાં હૃદયને લગતી વિવિધ બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે,જોકે, આ ક્ષેત્રે સરકાર સારી કામગીરી કરી રહી છે,પણ પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે હવે કચ્છ જિલ્લાના વાલીઓએ પણ સાવધાન અને જાગૃત થવાની જરૂરત છે,તેનો પુરાવો આ આંકડાકીય માહિતી છે.શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લાના ૯૮ બાળકોના હૃદયની બીમારીઓની સારવાર અમદાવાદ ની યુ.એન.મહેતા કાર્ડિયાક હોસ્પિટલ મધ્યે કરાશે.
૯૮ પૈકી હૃદયની બીમારી ધરાવતા સૌથી વધુ બાળકો ભુજ તાલુકાના ૨૬ અને ગાંધીધામ તાલુકાના ૧૨ જ્યારે અંજાર તા.ના ૧૦,,રાપર તા.ના ૧૦ અને લખપત તા.ના ૧૦,મુંદરા તા.ના ૮,માંડવી તા.ના ૮, ,ભચાઉ તા.ના ૫,અબડાસા તા.ના ૩,નખત્રાણા તા.ના ૬ બાળકો છે.શૂન્ય થી ૧૭ વર્ષ સુધીની વયના આ બાળકોના હૃદય ની વિવિધ બીમારીઓનો નું તબીબી પરીક્ષણ અને તમામ પ્રકારની સારવાર રાજ્ય સરકારના ખર્ચે કરાશે.જોકે, બાળકોને જન્મજાત કે નાની ઉંમરે થતી હૃદયની બીમારીનું કારણ પ્રસુતિ દરમ્યાન માતા દ્વારા પોષક આહાર લેવાની ખામી હોઈ શકે છે.પ્રસુતિ દરમ્યાન સગર્ભા માતાની નિયમિત તબીબી તપાસ થાય તે જરૂરી છે.શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર માટે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો, પંકજ કુમાર પાંડે અને જિલ્લા પંચાયત ના સૌ કર્મચારીઓના સફળ પ્રયાસો રહ્યા છે.જિલ્લા શાળા આરોગ્ય સુપરવાઈઝર રાજુભાઇ યાદવ, દામજીભાઈ વારોતરા અને તેમની સાથે કડીરૂપ રહેલા જિલ્લા આર.બી.એસ.કે. નોડલ તબીબ ભાવિકભાઈ ઠક્કર ના માર્ગદર્શન તળે આ ૯૮ બાળકો ની હૃદયની બીમારીઓનો ઈલાજ અને સારવાર અમદાવાદ મધ્યે યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી માં થશે.
ટૂંક માં કહીયે તો આ ૯૮ બાળકોના હૃદય ને ધબકતા કરી રાજ્ય સરકાર નવજીવન આપશે.