અંજારના ખેડોઇ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા બોલેરો જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિઓના મોત થયા છે. જેમા એક બાળકનો પણ સમાવેશ થાય છે. અકસ્માત આજે બપોરે સર્જાયો હતો જેમાં બોલેરો જીપ સાથે ટ્રક અથડાતા બોલેરો જીપમાં સવાર પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક રોંગસાઇડમાં આવતા આ અકસ્માત સર્જાયો હોવાનુ સામે આવ્યુ છે. ટ્રક નંબર GJ-12-AB-0403 આજે અંજાર તરફ આવી રહી હતી ત્યારે ખેડોઇનો પરિવાર અંજારથી બોલેરો જીપ GJ-12-AE-2823 લઇ ખેડોઇ જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક નાના બાળક સહિત કાન્તીલાલ પટેલ પરિવારના પાંચ સભ્યોના આ ઘટનામાં મોત થયા છે અને એક બાળકી પ્રિન્સી ધીરજ ભોજાણી (ઉ.2) ગંભીર પણે ઘવાઈ છે જેને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાઇ છે.પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે
અકસ્માતમાં મૃત્યુ પામનારાઓ ના નામ
(1). સંયમ નિલેશ પટેલ (ઉ.3)
(2). મીનાબેન ધીરજ કાંતિભાઈ ભોજાણી (ઉ.38)
(3). જશોદાબેન કાંતિભાઈ ભોજાણી (ઉ.55)
(4). કાંતિભાઈ વાલજી ભોજાણી (ઉ.56)
(5). શાંતિભાઈ શામજી ભગત – હિંમતનગર (ઉ.45)