Home Social ભુજની આરટીઓ કચેરીમાં આવેલા મંત્રી પુત્રએ જ કર્યો નિયમ ભંગ : અધિકારીઓ...

ભુજની આરટીઓ કચેરીમાં આવેલા મંત્રી પુત્રએ જ કર્યો નિયમ ભંગ : અધિકારીઓ અજાણ કે શરમ નડી ગઈ ?

3553
SHARE
કાયદો તમામ માટે સરખો છે એવુ સાંભળવા તો અનેકવાર મળે છે પરંતુ તેની અનુભુતી ભાગ્યેજ થતી હોય છે. અને આવાજ અસમાન કાયદાનો પરિચય આજે પુરાવા રૂપે ભુજ આર.ટી.ઓ કચેરીમાં જોવા મળ્યો બન્યુ એવુ કે આજે ભુજ આર.ટી.ઓ કચેરીમા બ્લેડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ હતુ  જેમાં આર.ટી.ઓના વિવિધ અધિકારી,ટ્રાફીક પોલિસ સહિતના મહાનુભાવો  ઉપસ્થિત રહ્યા હતા. જેમા અંજારના ધારાસભ્ય અને રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના પુત્ર નવઘણ આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ નવાઇ પમાડે તેવી વાત એ રહી કે જે બ્લેક કલરની નવી કારમાંથી તેઓ ઉતર્યા તે કારના કાચ આર.ટી.ઓના નિયમ વિરૂધના હતા. એટલુંજ નહીં મંત્રી પુત્ર કાર લઈને આવ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ,અને લાંબા સમય સુધી રોકાયા છંતા કોઇને ધ્યાને આ વાત આવી નહી અને એમ કહીએ તો પણ નવાઇ નહી કે મંત્રી પુત્ર સામે કાર્યવાહી કરવાની કદાચ કોઇએ હિંમત નઈ કરી હોય,  નહી તો આર.ટી.ઓ કચેરીમાંજ નિયમોનો ભંગ થતો હોય ને કાર્યવાહી ન થાય તો શુ સમજવુ?

એક નહી, બે કાર આર.ટી.ઓ કચેરીના પ્રાગણમાં પરંતુ કાર્યવાહી નહી

રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના પુત્ર સાથે અન્ય એક કાર પણ ભુજ આર.ટી.ઓ કચેરીના પ્રાગણમાંજ RTOના નિયમોની શોભા વધારતી ઉભી હતી જેમાં પણ ફેન્સી નંબર પ્લેટની સાથે બ્લેક ફિલ્મ વાળા કાંચ લાગેલા હતા. પરંતુ ન તો મંત્રી પુત્ર કે ન તો એ અન્ય કારચાલક સામે કોઇ કાર્યવાહી થઇ અને ગાડીઓ કાર્યક્રમ બાદ રવાના પણ થઇ ગઇ અને પાછુ મહેમાન બનેલા કાયદાને તોડનારા આગેવાનોની સરભરા પણ આર.ટી.ઓ અધિકારીએ કરી

શુ રાજકીય આગેવાનો અને સામાજીક આગેવાનોની નૈતીક જવાબદારી નથી?

જે રીતે ફિલ્મ સ્ટારનો એક ચાહક વર્ગ હોય છે તેવુ જ રાજકારણમાં છે અને તેથીજ તેમના નેતા જેવુ કરે તેવુ અનુકરણ તેમના ચાહકો કરતા હોય છે. ત્યારે શુ મંત્રી તરીકે વાસણભાઇની ફરજ નથી. કે તેમના પરિવારના સભ્યો તેમનીજ સરકારે બનાવેલા નિયમોનુ પાલન કરે છે કે નહી તે જોવે?  નવગણ આહિર પણ સામાજીક આગેવાન સાથે અખીલ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ છે. ત્યારે ચોક્કસ એ પ્રશ્ન થાય કે તેઓ નૈતીક જવાબદારી સમજી શુ કાયદાનુ પાલન ન કરી શકે? કે પછી સત્તા અને સમૃધ્ધીમાં આવા નિયમોનું પાલન ન કરવાનો એક ટ્રેન્ડ છે?
આ વાત સામાન્ય એટલા નથી કેમકે આમ નાગરીકો રસ્તા પર જતી વખતે આવા નિયમોમાં તંત્રના ભેદભાવ અંગેના અનેક કિસ્સા જોવે છે. અને અનુભવે પણ છે. પરંતુ જ્યારે જેમના સીરે આ નિયમોનુ પાલન કરાવવાની જવાબદારી છે. તે કચેરીમાંજ જ્યારે નિયમોનો ભંગ થતો હોય તો ચોક્કસ જવાબદાર તંત્રએ પગલા લેવા જોઇએ જો કે સમગ્ર ઘટનામાં જ્યારે મુખ્ય આર.ટી.ઓ અધિકારીશ્રી દિલીપ યાદવ સાથે વાત કરાઇ ત્યારે તેઓએ કચેરીમાં ઉભેલી કારમાં નિયમ ભંગના આ કિસ્સા અંગે અજાણતા દર્શાવી હતી. હવે આશા એ રાખીએ કે ફોટો રૂપી પુરાવા જોયા બાદ તંત્ર કોઇ કાર્યવાહી કરે છે કે પછી આવું તો ચાલ્યા કરે??