Home Crime આઇ.પી.એસ મનોજ નીનામાએ ભુજમાં કોને માર્યા કે ભુજ કોર્ટે તેમને સજા ફટકારી

આઇ.પી.એસ મનોજ નીનામાએ ભુજમાં કોને માર્યા કે ભુજ કોર્ટે તેમને સજા ફટકારી

2127
SHARE
કચ્છમાં ડી.વાય.એસ.પી તરીકે ફરજ દરમીયાન વર્ષ 2001માં ભુજના મામદ ઇસ્માઇલ સમાને માર મારવાના કેસમાં ભુજના 3જા અધિક ડિસ્ટ્રીક્ટ જજ વી.ડી.મોઢે આજે મનોજ નીનામાને 323ના ગુન્હામાં તકસીરવાન ઠેરવી એક વર્ષ કેદની સજા ફટકારી છે. સાથે 1000નો દંડ અને 10,000 રૂપીયા વડતર પેટે ચુકવવા પણ આદેશ આપ્યો છે. કચ્છમાં તે સમયે ફરજ બજાવતા DYSP મનોજ લાલુભાઇ નિનામા હાલ અમદાવાદ રેન્જ આઇ.બીમા એસ.પી તરીકે ફરજ બજાવે છે. આજે કોર્ટના ચુકાદ સમયે તે પણ હાજર રહ્યા હતા. જો કે મીડિયા સાથે વાત કરવાનુ તેમણે ટાળ્યુ હતુ. પરંતુ ફરીયાદી પક્ષે વકિલ રહેલા હેમસિંહ ચૌધરીએ આ કેસમાં દલિલો કરી હતી જે કોર્ટે ગ્રાહ્ય રાખી આ ચુકાદો સંભળાવ્યો હતો.

શુ હતો મનોજ નીનામા સામે આરોપ?

મનોજ નિનામા જ્યારે કચ્છમાં ડી.વાય.એસ.પી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે જમીનના એક કેસમાં મામદ ઇસ્માઇલે તે કેસમાં વાંધો ઉઠાવ્યો હતો. આ બાબતે ફરીયાદીના જણાવ્યા મુજબ મનોજ નિનામાએ સોપારી લઇ તેને 19-04-2001ના માર માર્યો હતો. જે કેસ આજે ભુજ કોર્ટમાં ચાલી જતા 18 વર્ષ બાદ તેમા ચુકાદો આવ્યો હતો. અને ભુજ કોર્ટે આ સજા ફટકારી હતી. આ અગાઉ પણ અનેક તારીખોમાં મનોજ નીનામા ભુજ કોર્ટમાં હાજર રહ્યા હતા.