કચ્છમાં કોગ્રેસની કારોબારી બાદ વિપક્ષી નેતા અને પ્રદેશ પ્રમુખે કચ્છ ગુજરાતના પ્રશ્ર્નો અંગે કરી ચર્ચા
કચ્છ કોગ્રેસમા નવા પ્રાણ ફુંકવા સાથે આવનારી લોકસભાની ચુંટણીમાં પ્રજા વચ્ચે જવાના સોનેરી સુચનો આપવા માટે આજે કચ્છ કોગ્રેસની કારોબારીમાં ગુજરાત પ્રદેશ કોગ્રેસના નવા પ્રમુખ અમીત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા વિવિધ કાર્યક્રમોમાં હાજરી પ્રજાના પ્રશ્ર્નો સાંભળ્યા બાદ આ બન્ને નેતાઓ કોગ્રેસની કારોબારીમાં પહોચ્યા હતા જ્યા આંતરીક જુથ્થવાદ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. તો આગામી લોકસભામાં કચ્છ કોગ્રેસ પ્રજાના પ્રશ્ર્નો લઇને કઇ રીતે લડત કરે તે મુદ્દે પણ રણનીતી ઘડાઇ હતી. આ કાર્યક્રમ બાદ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી સરકારના વલણ અને લોકોની સમસ્યાઓ અંગે બન્ને નેતાઓએ વિસ્તૃત ચર્ચા પત્રકારો સમક્ષ કરી હતી. તો નલિયાકાંડ જેવા બનાવો સાથે ગુજરાતમાં ભષ્ટ્રાચાર અને ડરનુ સામ્રાજ્ય છે. તેવા આક્ષેપો સાથે પ્રજાનો અવાજ ગુજરાતમાં દબાઇ રહ્યો છે. તેવી વાત વિપક્ષી નેતાએ કરી હતી. તો સ્થાનીક નેતાઓને ટકોર પણ કરી હતી. કે રસ્તા પર ઉતરી લોકો વચ્ચે જઇ તેમના પ્રશ્ર્નોને સ્થાનીક કોગ્રેસ વાચા આપે
કચ્છ કોંગ્રેસમાં મતભેદ હશે મનભેદ નથી- અમીત ચાવડા
શક્તિસિંહ જેવા નેતાઓની હાર સહિત ભુજ જેવી બેઠકો કોગ્રેસે ગુમાવ્યા બાદ કચ્છમાં કોગ્રેસની જુથ્થબંધીની ચર્ચા જોરશોરથી હતી 13 જેટલા પક્ષવિરોધી પ્રવૃતિ કરનારના નામ પણ સામે આવ્યા પરંતુ કાર્યવાહીના નામે મીંડુ ત્યારે આ અંગે પ્રદેશ કોગ્રેસના નેતા અમીત ચાવડાએ આ વાતને રદિયો આપતા કહ્યુ કચ્છ કોગ્રેસના મતભેદ છે. મનભેદ નથી. અને જે કોઇ પણ પક્ષ વિરૂધ જઇ કામ કરશે તેની સામે કોગ્રેસ પગલા લેશે તો પ્રજાના કામ છોડી કોગ્રેસમા રહી કોગ્રેસ વિરૂધ કામ કરનાર સામે કડક પગલા લેવા પ્રદેશ તૈયાર છે.
ગુજરાતમાં દરેક વર્ગનો અવાજ દબાય છે. ભય અને ભષ્ટ્રાચારનો માહોલ છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ઉભી થયેલી વર્ગવિગ્રહની સ્થિતી હોય કે પછી ખેડુતોનુ આંદોલન કે પછી સરકાર સામેની કોઇપણ લડત સરકારે દરેક વર્ગનો અવાજ દબાવી દીધો છે અને ગુજરાતમાં સલામતીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. અને ભય અને ભષ્ટ્રાચારનો માહોલ છે. પરંતુ કોગ્રેસ પત્રકાર પર હુમલા હોય કે અન્ય સમાજ અને ખેડુતોની વાત કોગ્રેસ પ્રજાની સાથે છે. અને તેમના વતી અવાજ ઉઠાવવાથી લઇ લડત માટે કોગ્રેસ કટ્ટીબધ છે.
કારોબારીમાં આ લોકો રહ્યા ઉપસ્થિત આ મુદ્દે થઇ ચર્ચા
કચ્છ કોગ્રેસની આજે યોજાયેલી કારોબારીમાં ભવ્ય બાઇક રેલી સાથે નવા પ્રમુખ અને પ્રદેશ નેતાઓનુ સ્વાગત કરાયુ હતુ. અને ત્યાર બાદ મળેલી કોગ્રેસની કારોબારીમાં જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી,આદમ ચાકી,વી.કે.હુંબલ,શંકરભાઈ સચદે,જુમા રાયમા,તુલસી સુજાન,રવિ ત્રવાડી, ઘનશ્યામસિંહ ભાટ્ટી સહિત તમામ પુર્વ પ્રમુખો અને નગરપાલિકાના ચુંટાયેલા પ્રતિનીધીઓ સહિત વિવિધ સેલના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો કારોબારી બેઠક અને ત્યાર બાદ કચ્છમાં રોજગારી,પાણી,ખનીજ ચોરી કાયદો વ્યવસ્થા અને મહિલાઓની સુરક્ષા સહિતના મુદ્દે ચર્ચા થઇ હતી. તો ગુજરાતની વર્તમાન સ્થિતી ભાજપ સરકાર અને લોકોના પ્રશ્નો બાબતે કોગ્રેસની પ્રજા માટે રણનીતી અંગે ચર્ચા થઇ હતી. કચ્છના સ્થાનીક કોગ્રેસી નેતાઓમાં જુથબંધી અને વાદવીવાદ વચ્ચે નવા પ્રાણ ફુકવાનો પ્રયાસ આજે પ્રદેશ કોગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે તેની અસર કેટલી રહેશે તે આગામી લોકસભાની ચુંટણી બતાવશે કેમકે આવા સમયેજ કોગ્રેસની જુથબંધી સામે આવે છે જો કે જોવુ એ પણ અગત્યનુ રહેશે કે પ્રદેશ કોગ્રેસ ભલે મજબુત રીતે પ્રજાના પ્રશ્નો માટે આગળ આવતી હોય પરંતુ સ્થાનીક કોગ્રેસ તેનુ કેટલુ અનુકરણ કરે છે એ જોવું રહ્યું.