Home Current એસપી ભાવનાબેન, પત્રકારો પોલિસનુ સન્માન કરે છે, ડરતા નથી…

એસપી ભાવનાબેન, પત્રકારો પોલિસનુ સન્માન કરે છે, ડરતા નથી…

3128
SHARE

તમારા વ્યવહારનું પ્રતિબિંબ પાડતા પત્રકારત્વરૂપી અરીસાને તોડશો તો સત્ય કેમ બહાર આવશે ?

પુર્વ કચ્છમા મંગળવારે જે ઘટના બની તેનાથી તો સૌ કોઇ વાકેફ છે. મહેશ્ર્વરી સમાજના ધર્મગુરૂ વિષે આપતીજનક લખાણના મુદ્દે ગાંધીધામ સહિત સમગ્ર કચ્છમાં ઘેરા પ્રત્યાધાતો પડ્યા હતા. લાંબી સમજાવટ પછી સમાજ અને પોલિસ બન્નેની ધીરજ ખુટતા પરિસ્થીતી વણસી અને પથ્થરમારા સહિત પોલિસને લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા હતા.  પરંતુ આ ઘટનાક્રમ વચ્ચે એક પત્રકારને માર મારવાની ધટના બની તે દુર્ભાગ્યપૂર્ણ તો હતી સાથે સાથે પોલીસની મંશા સામે પણ આંગળી ચીંધે છે. ઘટનાનું કવરેજ કરી રહેલા અન્ય પત્રકારોનું માનીએ તો જે પત્રકાર ઉપર પોલીસે લાઠીઓ વરસાવી તેણે વારંવાર કહ્યું હતું તે ઘટનાનું કવર કરી રહ્યો છે. તેમ છતાં ‘નબળો ધણી પત્ની પર શુરો હોય’ તેમ કાયદો અને વ્યવસ્થા ખોરવીને અઢી કલાક સુધી કચ્છને જોડનારા માર્ગને બાનમાં લેનારાઓ સામેં હાથ જોડનારી પોલીસે પત્રકાર ઉપર જ પોતાની તાકાત બતાવી હતી. જે અરીસો આપણને આપણું પ્રતિબિંબ બતાવતો હોય અને તેને જ આપણે તોડી નાખીએ તો એ આપણી મરદાનગી નહીં કાયરતા કહેવાય. સમાજ અને પોલીસની કાર્યવાહીને લોકો સમક્ષ લઇ જનારા પત્રકારો ઉપર ત્રાટકતી પોલીસે પણ તેમનો અરીસો તોડી નાખ્યો હતો.
પૂર્વ કચ્છનાં એસપી ભાવનાબેન એક મહિલા પોલીસ અધિકારી છે. એટલે સ્વાભાવિક છે કે તેમની બોડી લેંગ્વેજમાં કરુણા હોય. પરંતુ તેઓ મહિલા અધિકારીની સાથે સાથે એક પોલીસ બેડાના વડા પણ છે. જેમની જવાબદારી લોકોના જાન-માલના રક્ષણની છે. જાહેરમાં બે હાથ જોડીને ‘મારી આબરૂ તમારા હાથમાં છે’ તેવું કહેવાથી પોલીસનું મોરલ કેટલું તૂટ્યું હતું તે તો ઘટના સ્થળે હાજર એકે એક પોલીસની આંખમાં જોવા મળતું હતું. દેખાવ કરી રહેલા લોકો સાચા છે કે ખોટા તેના વિવાદમાં પડયા વિના જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાત આવે ત્યારે પોલીસે કડકાઇથી કામ લેવું જોઈએ તેમાં કોઈ શંકાને સ્થાન ન હોવું જોઈએ. ઓસ્લો સર્કલની આસપાસ હજારો લોકો પોતાના પરિવાર સાથે રહે છે. પરંતુ મંગળવારે જે ઘટના બની તેને જોઈને તો લોકોને ખબર પડી ગઈ હતી કે પોલીસ તેમનું રક્ષણ કરી શકે તેમ નથી.
ઓળખ આપવા છંતા પોલિસ બેરહેમી પુર્વક પત્રકારને માર મારે તો શુ સમજવુ ? અને એટલેજ લખવુ પડે કે પોલિસ અસામાજીક તત્વો અને કાયદાને પડકારનારા તત્વો સામે કડક બને નિર્દોષ પત્રકારો પર તુટી પડવાની જરૂર નથી. તે પણ તમારી જેમ ફરજના ભાગરૂપે સત્ય પ્રજા સમક્ષ લઇ આવવા માટેજ જોખમ વચ્ચે પણ પોતાનુ કામ કરવા માટે ત્યા આવ્યો હતો ન કે કોઇ સમાજ કે પક્ષ માટે કામ કરવા જો કે સમગ્ર ધટના અંગે લખતા પહેલા પુર્વ કચ્છના પોલિસવડા અને કાયદો વ્યવસ્થાના નામે નિર્દોષ પત્રકારને એક નહી પરંતુ બે વાર લાકડીઓ વડે ફટકારનાર પોલિસ એ જાણી લે કે પત્રકાર તમારૂ સન્માન કરે છે. તમારાથી ડરતા નથી.

પોલિસ માટે પત્રકારો મદદરૂપ બનતા હોય છે.  

પોતાના જીવ જોખમમાં નાંખીને પત્રકાર તેના છાપાની નકલો કે ટીવીના દર્શકો વધારવા માટે નહી પરંતુ સત્ય પ્રજા સમક્ષ પહોંચે તે ઉદ્દેશથી આવી સ્થિતીમાં કામ કરતો હોય છે. અને તેનો ફાયદો પોલિસને પણ થતો હોય છે. ભુજમાં બી-ડીવીઝન પોલિસ પર પથ્થરમારો થયો હતો અને પોલિસને જવાબી કાર્યવાહી કરવી હતી ત્યારે ત્યા જીવના જોખમે પોતાના કેમેરામાં દ્રશ્ર્યો કેદ કરનાર પત્રકારો જ ઉપયોગી થયા હતા. અને તેના આધારે પોલિસે ગુન્હેગારોને શોધી શકી હતી અને તેમની સામે કાર્યવાહી પણ કરી હતી. આવું લગભગ મોટાભાગની  ઘટનામાં થતું હોય છે. પણ પોલિસ આવી સ્થિતીમાં પત્રકાર પર હુમલો કરી શુ સાબિત કરવા માંગે છે? પત્રકાર તેની મર્યાદા અને દાયરામાં રહીને જ કામ કરતા હોય છે. પરંતુ તેનો મતલબ એવો નથી. કે પાડાના વાંકે પખાલીને ડામ આપવાના હોય. પોલિસની આવી શાહમૃગી નીતી તેને જ કોઈ દિવસ ભારે પડી શકે છે.

 

પોલિસમાં નૈતીકતા હોય તો નિર્દોષ પત્રકારને માર મારનાર સામે કાર્યવાહી કરે 

નાનકડા દારૂ જુગારના દરોડોથી લઇ મોટી કામગીરી સમયે પણ પોલિસનુ મોરલ વધારવા માટે પોલિસ હંમેશા ઉત્સુકતા સાથે પત્રકારોને બોલાવતી હોય છે. અને કેમેરા સમક્ષ ગોઠવાઇ પણ જતી હોય છે. પરંતુ જ્યારે વાત પત્રકાર પર હુમલો અને ત્યાર બાદના સત્યની આવી ત્યારે પોલિસના ઉચ્ય અધિકારીથી લઇ અનેક પોલિસ કર્મચારીએ આંખની શરમ  વગર સરકારી જવાબો આપ્યા હતા. અને લાજવાને બદલે ગાજી ‘અત્યારે આ ચર્ચાનો સમય નથી’ તેવા જવાબો આપી ઘટનાની ગંભીરતા ન લીધી. પરંતુ શુ હવે સત્ય જાણી પોલિસ કાર્યવાહી કરશે કેમ એ પ્રશ્ન છે. ઘટનામાં ભોગ બનનાર પત્રકારની સાથે અન્ય પત્રકારો પણ ઉભા હતા અને પોલિસને રજુઆત પણ કરતા હતા. પરંતુ પરિણામ શુન્ય આવ્યુ પરંતુ હવે શુ પોલિસ અધિકારીઓ પોતાની ભુલ સમજી લાઠીઓ મારનાર પોલિસ સામે કાર્યવાહી કરશે ?

કાયદો કાયદાનુ કામ કરે હવે કલમ કલમનુ કામ કરશે

કાયદો વ્યવસ્થાની સ્થિતીની વાતો આગળ ધરી પોલિસ ભલે પત્રકારના હુમલામાં તેનો નિર્દોષ બચાવ કરતી હોય પરંતુ પોલિસ હુમલો હોય કે પોલિસની સમસ્યાની વાચા સનસનીખેજ નહી પરંતુ પત્રકાર હમેંશા સંવેદના સાથે તેના સમાચાર પ્રકાશીત કરતા હોય છે. આ લેખ દ્વારા પોલિસને અમારી કોઇ ગર્ભીત ચીમકી નથી. પરંતુ જે રીતે પોલિસ સમાજના રક્ષકો છે. તેમ પત્રકાર સમાજના સેવક જેમ તમે તમારી ફરજના ભાગરૂપે કાયદામાં રહી કામ કરો છો તેમ પત્રકાર તેના દાયરામાં રહી કલમથી કામ કરે છે. ત્યારે તોફાની ટોળાને બે કલાક સુધી વાળ પણ વાંકો ના કરી શકતી પોલિસ ટોળા વીખેરવાની કામગીરીની આડમાં નિર્દોષ પત્રકાર પર હુમલો કર્યો તે નિંદનીય છે. ચોક્કસ પત્રકારમાં આ ઘટનાને લઇ વિરોધ છે. પરંતુ હવે અમે રજુઆત નહી કરીએ તમે કાયદાનુ કામ કરો કલમ હવે કલમનુ કામ કરશે