ભુજના સુરલભિટ્ટ નજીક ભંગારના વાડામાં આજે સવારે નવ વાગ્યાના અરસામાં બ્લાસ્ટ થતા એક યુવાનનુ મોત થયુ છે. ઘટનાની જાણ થતા પોલિસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. તો 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.પરંતુ સારવાર મળે તે પહેલાજ યુવાન મોતને ભેટ્યો હતો. જો કે હજુ સુધી બ્લાસ્ટ થવાનુ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. પરંતુ ભંગારના વાડામમાં કટરથી કામ કરતા સમયે આ ઘટના સર્જાઇ હતી. જેમાં જગદીશ રામજી ભાનુશાળી નામના યુવાનનુ મોત થયુ હતુ. આ ઘટનાને પગલે એફ.એસ.એલ સહિત ડી.વાય.એસ.પી અને અન્ય પોલિસ અધિકારીઓએ ઘટના સ્થળે ધસી જઈને બનાવ અંગેની તપાસ હાથ ધરી હતી
ભુજમાં ભંગારના વાડા અને બ્લાસ્ટ ઇતિહાસ જુનો છે
આજે થયેલા બ્લાસ્ટમાં કટર વડે કામ કરતા સમયે ગેસ સીલીન્ડરમાં બ્લાસ્ટની પ્રાથમીક વિગતો સામે આવી રહી છે. પરંતુ આ અગાઉ પણ ભુજ નજીક આવેલા ભંગારના વાડાઓમાં અને હમિરસર નજીક ભંગાર તોડફોડ દરમ્યાન બ્લાસ્ટની ઘટનાઓનો ઇતિહાસ જુનો છે. અને અનેકવાર ડિફેન્સની વિસ્ફોટક વસ્તુઓ ફુટવાથી બ્લાસ્ટ થયા છે. અને તેમાં અનેકે જીવ પણ ગુમાવ્યા છે. તેથી પોલિસ આજે ભંગારના વાડામાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં ઉંડાણ પુર્વકની તપાસમાં લાગી છે.