રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (જિયો) એ આજે વિશ્વના સૌ પ્રથમ આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (એ.આઇ.) આધારીત બ્રાન્ડ એગેંજમેન્ટ પ્લેટફોર્મ જિયોઇન્ટરએક્ટના પ્રારંભની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ પર પ્રારંભ કરવામાં આવનારી ઘણી સેવાઓમાં પ્રથમ છે લાઇવ વિડિયો કોલ જેમાં ભારતના સુપ્રસિધ્ધ સેલેબ્રિટીઝ જોડાશે. આ સેવાનો પ્રારંભ બોલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમની આગામી કોમેડી ફિલ્મ 102 નોટ આઉટનું અનોખી રીતે પ્રમોશન કરવાથી કરશે. જિયોના 18.6 કરોડ ગ્રાહકો અને અન્ય 15 કરોડ સ્માર્ટ ફોન ગ્રાહકો સાથે જિયોઇન્ટરએક્ટ ફિલ્મ-પ્રમોશન અને બ્રાન્ડ એંગેજમેન્ટ માટે સૌથી મોટું પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે. આગામી કેટલાક સપ્તાહોમાં, જિયો વિડિયો કોલ સેન્ટર્સ, વિડિયો કેટલોગ અને વર્ચ્યુઅલ શોરૂમનો પ્રારંભ કરીને ગ્રાહકોને નવો જ અનુભવ પૂરો પાડશે. આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સનો આ પ્રકારનો ઉપયોગ વિશ્વમાં સૌ પ્રથમ વખત કરવામાં આવ્યો છે અને તેનાથી બ્રાન્ડ અને ગ્રાહકોના વિચારમાં ઘણું પરીવર્તન આવશે.
જિયોઇન્ટરએક્ટની પ્રથમ સર્વિસ – લાઇવ વિડિયો કોલ વિશે માહિતી
જિયોઇન્ટરએક્ટની પ્રથમ સર્વિસ લાઇવ વિડિયો કોલથી જિયોના અને અન્ય સ્માર્ટફોનના ગ્રાહકો તેમના ફેવરીટ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે આજે મે 4, 2018ના દિવસે કોઇપણ સમયે વિડિયો કોલ કરી શકશે. ગ્રાહકો તેમની આગામી ફિલ્મ 102 નોટ આઉટ અંગે સવાલો પૂછી શકે છે અને તેમની ફિલ્મની ટીકિટ ટીકિટીંગ પાર્ટનર બૂક માયશો પરથી બૂક કરી શકે છે.
કેવી રીતે ઉપયોગ કરવો
(1). માયજિયો એપ ડાઉનલોડ કરો
(2). માયજિયો એપમાં ઇન્ટરએક્ટ આઇકોન પર ક્લિક કરો
(3). અમિતાભ બચ્ચન સાથે વિડિયોકોલ અને ચેટ શરૂ કરો
(4). વધુમાં, ગ્રાહકો તેમના પરીવારજનો અને મિત્રો સાથે શેર ઓપ્શનનો ઉપયોગ કરીને તેમના વિડિયો કોલના અનુભવને શેર કરી શકે છે.
અનોખી અને નવી સર્વિસમાં ગ્રાહકોના પ્રશ્નો સાંભળવા અને તેનો સૌથી યોગ્ય રીતે જવાબ આપવા માટે ખૂબ જ શક્તિશાળી આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારીત પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે.વધુમાં, આ પ્લેટફોર્મમાં અનોખું ઓટો-લર્નિંગ ફિચર છે, જે જવાબની ચોક્કસતા વધારવામાં મદદ કરે છે. જિયોના મજબૂત મોબાઇલ વિડિયો નેટવર્ક અને તેના 18.6 કરતાં વધારે ગ્રાહકોનો અને આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સહિતની નવી ટેકનોલોજીઓનો ઉપયોગ કરવા સાથે જિયોઇન્ટરએક્ટ અનેક વ્યવસાયો માટે અદ્ભૂત બ્રાન્ડ એગેંજમેન્ટ સોલ્યુશન પૂરું પાડે છે વિડિયોકોલ બોટ સર્વિસ તરીકે, જિયોઇન્ટરએક્ટ તેની સંપૂર્ણ મલ્ટીમિડિયા ક્ષમતા સાથે આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ અને વિડિયો કોલ ટેકનોલોજીઓનું સરળ રીતે અસરકારક બ્રાન્ડ મેનેજમેન્ટ માટે નિદર્શન કરે છે. આ ટેકનોલોજીનો બિઝનેસ ટુ કસ્ટમર (બી2સી) ક્ષેત્રમાં મોટાપાયે ઉપયોગ થાય છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જિયોએ વર્ચ્યુઅલ શોરૂમ, ઉત્પાદનોના નિદર્શન અને ઇ-કોમર્સ માટે ઓર્ડર કરવાની કાર્ટ વગેરેના સર્જન માટે ડેવલપ ઇકોસિસ્ટમ તૈયાર હોવાનું કોર્પોરેટ કોમ્યુનિકેશનના હિમાંશ ધોમસેએ જણાવ્યું હતું.