ભુજના કેમ્પ વિસ્તારમાં ગઇકાલે નાના છોકરાઓ બાબતે થયેલી બબાલે આજે હિંસક રૂપ લીધું હતો અને બનાવમાં બે પરિવારો વચ્ચે થયેલી બબાલ બાદ આજે મામલો હત્યામાં પરિણમ્યો હતો. મામદ કાસમ સુરંગી રહે. કેમ્પ વિસ્તાર અને તેજ વિસ્તારમા રહેતા શેખ રેહાન ઉંમર વચ્ચે ગઇકાલે છોકરાઓ વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો જો કે ત્યાર બાદ બન્ને પરિવારો વચ્ચે સમાધાન પણ થયુ હતુ પરંતુ આજે ફરી એજ બાબતે બન્ને પક્ષે બોલાચાલી થયા બાદ શેખ રેહાન ઉંમરે મામદ કાસમ સુરંગી પર છરી વડે હુમલો કર્યો હતો જે હત્યામાં પલ્ટાયો હતો. જેમાં સારવાર મળે તે પહેલાજ મામદ કાસમ સુંરગીનુ મોત થયુ હતુ.. બનાવની જાણ થતા તે વિસ્તારના સામાજીક અગ્રણીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તો બી ડીવીઝન પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ચોક્કસ કયુ કારણ હત્યા માટે કારણભુત છે. તે સહિતની દિશામાં પોલિસે તપાસ શરૂ કરી છે.
એક તરફ મામદ પર હુમલો બીજી તરફ સંજોગનગરમાં છરી ઉલળી
ભુજમાં છેલ્લા થોડા સમયથી ઘાતક હથિયારો વડે હુમાલાના કિસ્સા વધ્યા છે. હમણાજ ભુજના નાગનાથ મંદિર નજીક બે જૂથો વચ્ચે હિંસક મારામારીની ઘટના બની હતી તો ત્યાર બાદ પોલિસ પર હિંસક હથિયાર વડે હુમલો અને આજે મામદ સુરંગીની હત્યા સાથે સંજોગ નગર વિસ્તારમાં પણ એક યુવાન પર છરી વડે હુમલો થયો હતો. આમ ભુજમાં હિંસક હથિયારો સાથે ફરવાના અને તેના વડે મારીમારીના બનાવો વધી રહ્યા છે. તે પણ પોલિસ અને કાયદો વ્યવસ્થાની સ્થિતી માટે ચિંતા જનક છે.