Home Current કચ્છમાં અગનવર્ષા-લૂથી લોકો ત્રાહિમામ : હજી થોડા દિવસો ગરમી માટે રહેજો તૈયાર

કચ્છમાં અગનવર્ષા-લૂથી લોકો ત્રાહિમામ : હજી થોડા દિવસો ગરમી માટે રહેજો તૈયાર

1362
SHARE
વૈશાખ મહીનાની અસર કચ્છમાં વરતાઈ રહી છે.છેલ્લા બે દિવસ થયા ફરી એકવાર ગરમીનો પારો ઊંચે ચડ્યો છે.આજે ભુજમાં ૪૧.૪ ડીગ્રી અને દરિયા કિનારાના શહેર કંડલા ગાંધીધામ માં ૪૦.૬ ડીગ્રી સાથે ના ઊંચા તાપમાને લોકોની અગ્નિપરીક્ષા કરી હતી.આકાશમાંથી આગઝરતી લૂ એ લોકોને ત્રાહીમામ કરી મૂક્યા હતા.કચ્છ જિલ્લા ના હવામાન અધિકારી રાકેશકુમારે ન્યૂઝ4કચ્છ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવામાં ભેજનું પ્રમાણ ઘટ્યું હોઈ ગરમીની તીવ્રતા વધી છે,અને આગઝરતી લૂ સાથે અંગ દઝાડતી ગરમી પડી રહી છે.જોકે, આગામી સમય ચોમાસાનો હોઈ પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે પણ આવનારા ૧૦ થી ૧૫ દિવસ સુધી ગરમી પડશે. જોકે, ગરમી ભલે પડે પણ તાપમાનનો પારો બહુ નહી વધે.પરંતુ, લૂ ના કારણે દિવસે ગરમીના સમયે બહાર નીકળતા સાવધાની રાખવી જરૂરી છે .દિવસની અગનવર્ષા પછી રાત પણ ઠરતી નથી એટલે લોકો આકુળ વ્યાકુળ છે.