Home Current કલેકટરના આદેશ પછી અંતે પાણી ચોરો પર ભુજ પાલિકાની તવાઇ : શુ...

કલેકટરના આદેશ પછી અંતે પાણી ચોરો પર ભુજ પાલિકાની તવાઇ : શુ હવે મોટા માથા સુધી પહોંચશે કાર્યવાહી?

966
SHARE
ભુજમાં દૈનીક પાણી ચોરી અને પાણીના વેડફાટ વચ્ચે 6 એમ.એલ.ડી પાણી ક્યા જતુ હતુ તેનો હિસાબ મળતો ન હતો તેવામાં કોગ્રેસે પણ ભુજમાં ગેરકાયેદસર પાણી જોડાણો પર જનતા રેડની ચીમકી ઉચાર્યા બાદ અંતે પાલિકાએ શરમને બાજુ રાખી કાર્યવાહીની શરૂઆત કરી છે. આજે ભુજના વિવિધ વિસ્તારોમાં આવેલા 7 જેટલા સર્વીસ સ્ટેશન પર જઇ પાલિકાની ટીમ દ્વારા ત્યાં લેવાયેલા ગેરકાયદે કનેક્શન કાપ્યા હતા. જો કે કેટલા સમયથી ત્યા પાણીનુ જોડાણ હતુ કેટલુ દૈનીક પાણી ચોરી થતુ તેના કોઇ હિસાબ વગર પાલિકાએ કનેકશન કાંપી નાંખ્યા પરંતુ તેની સામે કોઇ દંડાત્મક કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી નથી. આ સમગ્ર કામગીરી કરવાના આદેશ જીલ્લા કલેકટર કચેરી તરફથી મળ્યા બાદ પાલિકાએ આ કાર્યવાહી કરી હતી અને હજુ કાયદેસર અને ગેરકાયેદસર કુલ 20 કનેકશન જે સર્વીસ સ્ટેશનમાં લાગેલા છે તે કાપવા માટે પણ પાલિકા કાર્યવાહી કરશે આજે હરપાલસિંહની આગેવાની હેઠળ પાલિકાની ટીમ કોડકી રોડ,સંજોગ નગર સહિતના વિસ્તારોમાં  ફરી હતી અને 7 ગેરકાયેદસર કનેકશન કાપ્યા હતા.

સર્વીસ સ્ટેશન પર તવાઇ પરંતુ મોટા પાણીચોરો સુધી પહોંચશે પાલિકાનો હાથ ? 

અવાર નવાર પાણી પુરવઠા અને પાલિકા વચ્ચે પાણીના આંકડાઓ મુદ્દે ચર્ચા અને વિવાદ ઉભા થાય છે. પરંતુ તેના અંતમાં પાણી પુરવઠાએ આંકડા અને સર્વે સાથે પાલિકાને હિસાબ આપતા પાલિકા તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને લાંબા સમયથી આવા કનેકશન પર તવાઇ માટે તૈયાર હતુ તેવામા કલેકટર કચેરી તરફથી આદેશ મળતા પાલિકાએ આજે 7 કનેકશન કાપ્યા પરંતુ પ્રશ્ન એ છે કે જ્યા લાખો લીટર પાણીનો હિસાબ નથી મળતો ત્યા માત્ર પાણી ચોરી માટે આ સર્વીસ સ્ટેશન જવાબદાર છે? અને જો નથી. તો કોગ્રેસ અને સ્થાનીક લોકો દ્વારા પણ જે ગેરકાયેદસર કનેકશન માટે ફરીયાદ મળી છે. તો શું મોટા માથાની વાડીઓ સુધી જતા કનેકશનો કાપવા સુધી શુ પાલિકા પહોંચશે?  તે એક પ્રશ્ન છે. હા એક વાત ચોક્કસ છે  કે જો પાલિકા આ કાર્યવાહી નહી કરે તો આમ લોકોને પાણીની તંગીનો સામનો ચોક્કસ કરવો પડશે