Home Crime સગીરાના અપહરણ અને બળાત્કારના કેસમાં ગાંધીધામ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો 

સગીરાના અપહરણ અને બળાત્કારના કેસમાં ગાંધીધામ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો 

1329
SHARE
વર્ષ 2017માં ગાંધીધામથી સગીરાનુ અપહરણ કરી લગ્નની લાલચે યુ.પી લઇ જઇ તેના પર બળાત્કાર ગુજરાતવાના કેસમાં આજે ગાંધીધામ કોર્ટે જીત ઉર્ફે જયુત વીજયશંકર રાજભાર નામના યુવાનને તકસીરવાન ઠેરવી 10 વર્ષની કેદ અને 20,000 રૂપીયાનો દંડ ફટકાર્યો છે. બનાવની સંપુર્ણ વિગત કઇક એવી છે. કે તારીખ 29-04-17ના દિવસે ગાંધીધામથી જીત ઉર્ફે જયુત વીજયશંકર રાજભારે એક સગીરાનુ લગ્નની લાલચે અપહરણ કરી તેને પોતાના વતન લઇ ગયો હતો જે મામલે કંડલા પોલિસ મથકે ફરીયાદ બાદ આરોપી અને સગીરાને પોલિસે યુ.પી જઇ કબ્જો મેળવ્યો હતો જે મામલે આજે ગાંધીધામના જજ આર.જી.દેવધરાની અધિક સેસન્સ કોર્ટમા ચાલી જતા આઇ.પી.સી કલમ 376(1) મુજબ કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ અને 20,000નો દંડ ફટકાર્યો હતો.

164નુ નિવેદન પણ લેવાયુ અને તપાસમાં બળાત્કારનુ ખુલ્યુ 

સગીરાને ભગાડી ગયા બાદ યુવાન અને સગીરા બન્નેને કંડલા લવાયા હતા જ્યા સગીરાની પુછપરછ અને તેના કુટુંબીઓના નિવેદનમાં સગીરાએ યુ.પીમાં તેની સાથે યુવાને બળાત્કાર કર્યો હોવાનુ જણાવ્યુ હતુ. જેથી મેડીકલ તપાસ સહિત સગીરાનુ આ કામે 164 મુજબનુ નિવેદન પણ લેવાયુ હતુ. જે તમામ બાબતોના મજબુત પુરાવા અને સાહેદોના નિવેદન સાથે ડી.બી.જોગીએ દલિલો કરતા કોર્ટે તે ગાહ્ય રાખી હતી. અને એક વર્ષ જુના આ કેસમાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો આરોપીને 363,366 સહિત 376(1)ના ગુન્હામાં પણ કોર્ટે તકસીરવાન ઠેરવ્યો હતો.