આમતો કચ્છના પ્રતિબંધીત વિસ્તાર હોય કે અન્ય શહેરો દુરદુરથી કચ્છ સુધી માનસીક અસ્થિર યુવક-યુવતીઓ પહોંચી આવવાનુ લિસ્ટ લાંબુ છે. પરંતુ આજે કોટેશ્ર્વર નજીક આવોજ એક યુવાન પ્રતિબંધીત વિસ્તારમાં ફરી રહ્યો હતો. જેને કોટેશ્ર્વર સ્થિત સુરક્ષા એજન્સી બી.એસ.એફ ઝડપી પાડ્યો હતો. આજે સવારે નારાયણસરોવર નજીકના લાઇટ હાઉસ પાસે એક યુવાન ફરી રહ્યો હતો. ત્યારે ત્યા સ્થિત એજન્સીના ધ્યાને તે આવ્યુ હતુ જો કે તેની પાસે જઇ તેની પુછપરછ કરતા તે કોઇ યોગ્ય જવાબ આપી શક્યો ન હતો પરંતુ તેની તલાસી લેતા તેની પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી જો કે એજન્સીએ વધુ પુછપરછ કરતા તે માનસીક અસ્થિર અને મુંગો-બહેરો હોવાનુ સામે આવ્યુ હતુ જો કે પ્રતિબંધીત બોર્ડર વિસ્તાર હોઈ બી.એસ.એફએ તેની આગવી ઢબે પુછપરછ કરી હતી. પરંતુ તેની પાસેથી કોઇ યોગ્ય વિગત મળી શકી ન હતી જેથી તેની મેડીકલ તપાસણી બાદ તેને નારાયણ સરોવર પોલિસને સુપ્રત કરાયો છે. જો કે પોલિસ પણ હજુ પ્રાથમીક ઇન્વેસ્ટીગેશનમા તેના નામ સહિતની વિગતો મેળવી શકી નથી પરંતુ તે ક્યાનો છે. તે અંગે પોલિસે હાલ પ્રાથમીક તપાસ શરૂ કરી છે.
નારાયણ સરોવરથી પ્રતિબંધીત વિસ્તાર સુધી પહોંચી ગયો
આજે પ્રતિબંધીત વિસ્તારમા ફરતો આ મુકબધીર યુવાન ગઇકાલે નારાયણ સરોવર ગામમાં ફરતો હતો અને સ્થાનીક લોકોએ સોશિયલ મિડીયા મારફતે તેને પરિવાર સુધી પહોંચાડવાના પ્રયત્નો પણ કર્યા હતા પરંતુ કોઇ સફળતા મળી ન હતી અને આજે યુવાન પ્રતિબંધિત વિસ્તારમા પહોંચી ગયો હતો જો કે હવે પોલિસ તેની પુછપરછ પછી તેના પરિવાર અંગે તપાસ કરશે