કચ્છમા લાંબા સમયથી મુસ્લિમ અને હિન્દુ જુથ્થો વચ્ચે ચાલી રહેલા સોશિયલ મિડિયાના વોરમા અંતે પોલિસે ઝંપલાવ્યુ છે 5 તારીખે માંડવીમા હિન્દુ યુવા સંગઠનના આગેવાનની ઓફીસ પર મુસ્લિમ યુવાનોએ કરેલા હલ્લાબોલ બાદ તેના વિડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયા હતા જો કે પાંચ તારીખે બનેલા આ બનાવ બાદ પોલિસે 6 તારીખે મુસ્લિમ જુથ્થ ના ટોળા સામે ફરીયાદ નોંધી હતી તો આજે આજ મામલે રધુવિરસિંહ જાડેજા સહિતના લોકો સામે મુસ્લિમ યુવાને પણ ફરીયાદ નોંધી હતી ત્યારે આ મામલાને આજે ગંભીરતાથી લઇ પોલિસે ભુજમા આજે શાંતી સમિતીની બેઠક બોલાવી હતી જેમા બન્ને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પશ્ર્ચિમ કચ્છ પોલિસે આવનારી સ્થિતી વિષે તેમજ સમાજ આ મામલે શુ કરી શકે તે વિષે ચર્ચા કરી હતી
સમાજના આગેવાનોએ ઘટનાને વખોડી
અખીલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીના પ્રમુખ, કર્ણી સેનાના આગેવાન સહિત ભુજના ચુંટાયેલા પ્રતિનીધી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી જેમા સમાજે ઘટનાને વખોડી આ વ્યક્તિગત મામલો છે અને તેમા સમાજને ન જોડવાનુ સ્પષ્ટ નિવેદન આપ્યુ હતુ અને આવી ઘટનામા સમાજ મદદ પણ નહી કરે તેવુ પણ બેઠકમાં સર્વાનુમતે નક્કી થયુ હતુ
હવે કડક કાર્યવાહીની પોલિસની ચિમકી
સોશિયલ મીડીયા પર સમાજ વિરુદ્ધ થતી અભદ્ર ટીપ્પણીથી કચ્છનુ વાતાવરણ તંગ છે અને આ વોર લાંબા સમયથી ચાલી રહયો છે અને જે મામલે ન્યુઝ4કચ્છ એ હાલમાજ 05-05-2018ના એક ટકોર કરતો અહેવાલ કચ્છના હિતમાં લખ્યો હતો ત્યારે આજ પોલિસે પોતાના કડક ઇરાદા કાર્યવાહી માટે જાહેર કરી માંડવીના બનાવ બાદ બન્ને પક્ષે થયેલી ફરીયાદમા આરોપી ઝડપવા વિવિધ ટીમ બનાવી હોવાનુ જણાવી હવે આવી પ્રવૃતિ સામે પોલિસ તડીપાર અને પાસાની કાર્યવાહી કરશે તેવી આવા ગુ્ન્હા હિત લોકોને ચિમકી પણ આપી હતી
આમતો કચ્છમા હિન્દુ મુસ્લિમ સમાજના કહેવાતા રક્ષકો દ્વારા સોશિયલ મીડીયા સહિત જાહેર જનતાને ભયમાં રાખી એકબીજા પર હુમલા ચાલુ હતા અને તે હવે પરાકાષ્ટાએ પહોંચ્યા હતા પરંતુ પોલિસ પણ હવે એક્શનમા આવી છે જો કે પોલિસ માટે પડકારો અનેક છે પરંતુ કડક કાર્યવાહી માટે પોલિસે કરેલી પહેલ કચ્છની કોમી એકતા અને શાંતીના હિતમાં છે…..