ભુજ નગરપાલિકાની સામાન્ય સભા હંમેશા કોંગેસ દ્વારા ભાજપના આક્રમક વિરોધને કારણે ચર્ચામાં રહે છે.પરંતુ આ વખતની સામાન્ય સભાએ ભાજપને આશ્ચર્યનો આંચકો આપ્યો? ભુજ નગરપાલિકા ની કચેરીમાં ભાજપના નગરસેવકોના આશ્ચર્ય નું કારણ હતું તેમનું સ્વાગત કરવા કોંગ્રેસના નગરસેવકો ઉભા હતા,એટલું જ નહીં કોંગ્રેસના નગરસેવકોએ ગુલાબના ફૂલ સાથે ભાજપના નગરસેવકોનું સ્વાગત કર્યું. જોકે, હવે રાજકીય આઘાત પામવાનો વારો ભાજપના નગરસેવકોનો હતો.કારણ? સામાન્ય સભાનો બહિષ્કાર કરીને કોંગ્રેસના તમામ નગરસેવકો ભુજ નગરપાલિકાની કચેરીના પ્રાંગણમાં બેસી ગયા હતા.જ્યારે બીજી બાજુ કોંગ્રેસના આ વિરોધ વચ્ચે ભાજપના નગરસેવકોએ સમાન્ય સભાની કાર્યવાહી કોંગ્રેસની ગેરહાજરીમાં જ શરૂ કરી દીધી હતી.કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે અમે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે,તેનું કારણ શાસક પક્ષ ભાજપને પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવામા રસ નથી.વિપક્ષ કોંગ્રેસને બોલવાની તક આપ્યા વગર જ ભાજપ બહુમતીના જોરે સામાન્ય સભા પુરી કરી નાખે છે.માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર માં જ ભાજપને રસ છે,એટલે પાછળથી સામાન્ય સભામાં મનગમતા ઠરાવો ઉમેરી દે છે.ભુજ નગરપાલિકામાં ભાજપ નું છેલ્લા અઢી વર્ષનું શાસન નિષ્ફળ રહ્યું છે એવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
અને 10 મીનીટમા સામાન્ય સભાનું જન ગણ મન
એક તરફ વિપક્ષે સામાન્યસભા યોગ્ય રીતે ચાલતી ન હોવાથી ફરીયાદ સાથે ગાંધીગીરી કરી શાસકો ને ગુલાબના ફૂલ આપ્યા અને તેમના વિરોધને સાચા ઠેરવતા હોય તેમ શાસકો એ માત્ર રાષ્ટ્ર ગીતના સન્માન સાથે 10 મીનીટમા સામાન્ય સભા પુર્ણ કરી હતી ત્યારે પ્રશ્ન ચોક્કસ થાય કે હમેંશા વિપક્ષ પર આક્ષેપો કરતા પાલિકાની ફરીયાદ હોય છે કે વિપક્ષ સામાન્ય સભા ચલાવવા દેતા નથી પરંતુ આજે તો વિપક્ષ પણ ન હતુ તો શા માટે શાસકોએ સામાન્ય સભામાં શહેરના પ્રશ્નો બાબતે કોઇ ચર્ચા ન કરી અને થોડી મીનીટમા સામાન્ય સભા આટોપી લીધી?