Home Current ફુડ વિભાગે ગાંધીધામ GIDCમાં કેમ 20 લાખના જીરૂનો જથ્થો સીઝ કર્યો ?

ફુડ વિભાગે ગાંધીધામ GIDCમાં કેમ 20 લાખના જીરૂનો જથ્થો સીઝ કર્યો ?

1208
SHARE
હમેંશા પોતાની કાર્યવાહીના લીધે ચર્ચામા રહેતી ભુજની ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે આજે ગાંધીધામમાં સપાટો બોલાવ્યો હતો. અને અમદાવાદની રૂદ્ર એગ્રો ઇન્ટરનેશનલ નામની પેઢીના મીઠીરોહર સ્થિત જી.આઇ.ડી.સી મા આવેલા ગોડાઉનમાં રેડ કરી શંકાસ્પદ જીરૂના નમુના લઇ લાખો રૂપીયાનો માલ સીઝ કર્યો હતો. ફુડ વિભાગને ફરીયાદ મળી હતી. કે ગાંધીધામના પ્લોટ નંબર 265,273 નંબરના પ્લોટમાં આવેલ ઇન્ડીયન હાઇડ્રોક્લોઇડના ગોડાઉનમાં શંકાસ્પદ જીરૂનો જથ્થો પડ્યો છે જે ભેળસેળ યુક્ત અથવા શંકાસ્પદ છે. તે આધારે આજે ભુજના ફુડ વિભાગના મુખ્ય અધિકારી એમ.જી.શેખની આગેવાનીમાં ફુડ વિભાગની એક ટીમ આ ગોડાઉને પહોંચી હતી અને ત્યાથી જીરૂના નમુના લઇ પરિક્ષણ માટે મોકલી આપ્યા હતા જો કે નમુનાનો રીપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરાશે પરંતુ પ્રાથમીક તપાસ બાદ ગોડાઉનમાં રાખેલ 25કિ.લોની 500 બેગ જીરૂની જેની કિંમત 20 લાખ જેટલી થાય છે. તે ફુડ વિભાગ દ્વારા સીઝ કરાઇ છે. આ અંગે ફુડ અધિકારી એમ.જે.શેખનો સંપર્ક કરાતા તેમણે ગાંધીનગર સ્થિત કચેરીમાં મળેલી ફરીયાદના આધારે કાર્યવાહી કરાઇ હોવાનુ જણાવી સેમ્પલ લીધા હોવાની માહિતી સાથે નમુના આવ્યા બાદ આ જથ્થો શંકાસ્પદ કઇ રીતે છે. તે સામે આવશે તેમ જણાવ્યુ હતુ. પરંતુ પ્રાથમીક તપાસના અંતે અંદાજીત 20 લાખનો જીરૂનો જથ્થો સીઝ કરાયુ હોવાનુ જણાવ્યુ હતુ. જો કે પ્રાથમીક તપાસમાં જથ્થો ભેળસેળ યુક્ત અથવા ડુપ્લીકેટ પણ હોઇ શકે છે. તેમ જણાવી અધિકારીએ વધુ માહિતી અને કાર્યવાહી નમુનાના પરિક્ષણ બાદ કરાશે તેમ જણાવ્યુ હતુ.