સોશિયલ મીડિયા ફેસબુક પર મહેશ્ર્વરી સમાજના ઇષ્ટદેવ અંગે અભદ્ર ટીપ્પ્ણી કરી સમગ્ર કચ્છના મહેશ્ર્વરી સમાજની ધાર્મીક લાગણી દુભાવનાર સ્થાનીક પોલિસના હાથે તો ન ઝડપાયો પરંતુ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે તપાસનો દોર હાથમાં સભાળ્યા બાદ 48 કલાકમા ફેસબુક પર રોયલ સરકાર અને જય બાપજી નામની ફેક આઇ.ડી વડે કોમેન્ટ અને પોસ્ટ કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે. જો કે સામાજીક અરાજકતા ન ફેલાય તે ઉદ્દેશ સાથે તેના અંગે પોલિસે વધુ વિગતો આપવાનુ ટાળ્યુ છે. પરંતુ તેનુ નામ પ્રદિપ છે. અને તેનેજ આ કોમેન્ટ કરી હોવાની તેણે કબુલાત કરી છે. પોલિસે તેનો ફોન કબ્જે લઇ તેના રીમાન્ડ મેળવ્યા છે અને ક્યા ઉદ્દેશ સાથે તેણે આ કોમેન્ટો અને પોસ્ટ કરી હોવા સહિતની બાબતોએ તેની પુછપરછ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે લોકલ પોલિસે અત્યાર સુધી કરેલી તપાસની બાબતો પર પણ ક્રાઇમબ્રાન્ચે અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ આઇ.પી લોગીંગ અને ડેટા એનાલીસસ કરી ક્રાઇમબ્રાન્ચે તેની વિધીવત ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તરફથી આ સમગ્ર કેસનુ સુપરવિઝન કચ્છમાં અગાઉ ફરજ બજાવી ગયેલા DCP દિપેન ભંદ્રન અને કચ્છ રેન્જ આઇ.જી પીયુષ પટેલે કર્યુ હતુ.
સ્થાનીક પોલિસ ન કરી શકી તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યુ
ફેસબુક પર પોસ્ટ થયા બાદ એ ડીવીઝન પોલિસ મથકે આ શખ્સ વિરૂધ ફરીયાદ તો નોંધાઇ હતી પરંતુ આ મામલે સ્થાનીક પોલિસ તપાસ કરવામા સંદત્તર નિષ્ફળ રહી હતી. અને વિરોધ કરી રહેલા લોકોને સમજાવવામાં પણ સ્થાનીક પોલિસના નાકે દમ આવી ગયો હતો જેના પગલેજ પોલિસ અને સ્થાનીક લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. અને તેથીજ સ્થાનીક પોલિસની નિષ્ક્રિયતાને ધ્યાને લઇ રાજ્યના પોલિસવડાએ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને તપાસ સોંપી હતી. અને 11 તારીખે તપાસ માટે કચ્છ આવેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 48 કલાકમાં ભેદ ઉકેલી નાખ્યો જે સ્થાનીક પોલિસ આટલા દિવસો સુધી ન કરી શકી
તો બીજી તરફ મુસ્લિમ સમાજની ધાર્મીક લાગણી દુભાવનાર પણ ઝડપાયો
કચ્છમાં છેલ્લા થોડા સમયથી ચાલતા સોશિયલ મીડીયા વોરને પગલે કચ્છમાં ઠેરઠેર રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં મુસ્લિમ સમાજ વિષે પણ ભુજમા એક યુવાને સોશિયલ મીડિયા પર પયગંબર સાહેબ વિષે અભદ્ર ટીપ્પણી કરી હતી. જે મામલે બી ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાયા બાદ પોલિસે આ મામલે વિનીત સોનીની ધરપકડ કરી હતી.