Home Crime અંજારના કુખ્યાત શખ્સની ઘાતકી હત્યા કરનાર બે ઝડપાયા સમાધાનથી મામલો હત્યા સુધી...

અંજારના કુખ્યાત શખ્સની ઘાતકી હત્યા કરનાર બે ઝડપાયા સમાધાનથી મામલો હત્યા સુધી પહોંચ્યો

1850
SHARE
અંજારના કુખ્યાત શખ્સની ગેરકાયેદસર બંદુક સાથે ધરપકડ કર્યા બાદ ધમેન્દ્રસિંહ રામસ્વરૂપસિંહ રાજપુત પેરોલ પર છુટ્યો તો ખરો પરંતુ પેરોલ પર છુટતાજ તેના પર હિંસક હુમલો થયો અને તેમાં તેનુ મોત થતા બનાવ હત્યામાં પલટાયો જો કે ઘટનાના બે દિવસ બાદ પુર્વ કચ્છ એલ.સી.બીએ આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે. અને વધુ તપાસ માટે ઝડપાયેલા બન્ને આરોપીઓને અંજાર પોલિસના હવાલે કરાયા છે. ચકચારી એવા મર્ડર કેસનો વિડિયો પણ વાયરલ થયો હતો અને જેમાં દ્રશ્યમાન થતુ હતુ કે કઇ રીતે હિંસક રીતે હથિયારો સાથે ધમેન્દ્રસિંહ પર હુમલો કરાયો હતો ઝડપાયેલા બન્ને શખ્સો અકુબમહમંદ ઉર્ફે શબ્બીર અકબરભાઇ સન્ના અને અસગર ઉર્ફે અકાડી મામદ કકલની પોલિસે પુછપરછ કરતા તેઓએ કબુલાત કરી છે તેમની સાથે હત્યામા અન્ય બે શખ્સો પણ હતા અને ધમેન્દ્રસિંહે તેમને ફોન પર કોઇ મામલે ધમકી આપી હતી જે મામલે તેઓ સમાધાન માટે ગયા હતા. પરંતુ ધમેન્દ્રસિંહ સાથે બોલાચાલી થયા બાદ તેઓએ ધારીયા જેવા ઘાતક હથિયારો સાથે તેમના પર હુમલો કર્યો હતો જેમા તેની હત્યા થઇ હતી. પોલિસે બન્ને શખ્સોને અંજાર પોલિસ મથકે સોંપ્યા છે. તો હત્યામા સામેલ અન્ય બે શખ્સો ભચાઉના અનવર રાજા અને અબ્દુલ લંઘાનુ નામ પણ ખુલ્યુ છે. જેને શોધવા માટે પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે. આમ સમાધાન માટે થયેલી મીટીંગ મામલો ગરમાતા હત્યાના કાવતરામાં ફેરવાઇ હતી