Home Crime પ.કચ્છ જિલ્લા પોલીસ વડા દ્વારા 248 કર્મીઓની કરાઈ આંતરિક બદલીઓ

પ.કચ્છ જિલ્લા પોલીસ વડા દ્વારા 248 કર્મીઓની કરાઈ આંતરિક બદલીઓ

2798
SHARE
વહીવટી સરળતા અને જાહેરહિતને ધ્યાને લઈને પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા 248 જેટલા પોલીસ કર્મીઓની બદલીના પ.કચ્છ જિલ્લા પોલીસ વડા એમ.એસ.ભરાડા દ્વારા આદેશ કરાયા છે. જિલ્લા મથક ભુજ સહિત સરહદી વિસ્તાર ના.સરોવર, ખાવડા,મુંદરા,માંડવી, માનકુવા, પધ્ધર સહિતના પોલીસ મથકોમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલીઓ કરાઈ છે આ બદલીઓમાં SOG, જે.આઈ.સી.,મરીન, LIB, ટ્રાફિક જેવી શાખાઓમાં ફરજ બજાવતા  એ.એસ.આઈ.,હેડ કોન્સ્ટેબલ,આસિ.કોન્સ્ટેબલ,કક્ષાના કર્મચારીઓને બદલવામાં આવ્યા છે. જેતે સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની કાબેલિયત અને કામગીરીના લેખાજોખા બાદ આ હુકમ કરાયો હોવાનું મનાય છે મંગળવારે કરાયેલા આ હુકમોની રાત્રે મળેલી વિગત અનુસાર બદલી પામેલા પોલીસ કર્મીઓએ જોઈનીંગ ટાઈમ ભોગવ્યા સિવાય બદલીના સ્થળે હાજર થવા આદેશ કરાયો છે આ સાથે બદલી થયેલા કર્મચારીઓએ બે માસ દરમ્યાન સરકારી મકાન ખાલી કરવાનો આદેશ કરાયો છે જોકે બોર્ડર પરના કર્મચારીઓ મકાન ચાલુ રાખવા અરજી કરી શકશે એવું જણાવવામાં આવ્યું છે આ બદલીના આદેશનું ચુસ્ત પણે પાલન કરવાની સૂચના સાથે બદલી પામેલા કર્મચારીઓને છુટા નહીં કરનાર અધિકારી સામે પણ શિસ્તભંગની કાર્યવાહીનો આદેશ કરાયો છે એકંદરે લાંબા સમય બાદ વહીવટી સરળતાને ધ્યાને લઈને 248 જેટલા કર્મચારીની બદલી કરાઈ હોવાથી પોલીસ બેડામાં કહીં ખુશી કહીં ગમનો માહોલ સર્જાયો છે પરંતુ આ બદલીથી કાયદો અને વ્યવસ્થા સહિત પોલીસ કામગીરીને વધુ વેગ મળશે એવું લાગી રહ્યું છે.