આ વખતે ગરમી જાણે ઘટવાનું નામ નથી લેતી એવી પરિસ્થિતિ છે. તેમાંયે ગરમી સાથે બફારો વધ્યો હોઈ લોકો ત્રાહિમામ થઈ ગયા છે. જિલ્લા હવામાન કચેરી ના આંકડા મુજબ આજે કંડલા કરતાંયે ભુજ માં ઉષ્ણતામાન નો પારો ઉંચો રહ્યો હતો. ભુજ માં ગરમી નો પારો ઉંચકાઈને ૪૩.૨ ડીગ્રી એ પહોંચ્યો છે. જ્યારે કંડલા નું તાપમાન ૪૨.૨ ડીગ્રી નોંધાયું હતું. એકંદરે આજે કંડલા કરતા ભુજ માં તાપમાન વધ્યું છે. હવામાન એનલિસ્ટની માહિતી પ્રમાણે પવન ની ઝડપ ઘટતાં ગરમીની સાથે બફારો વધ્યો છે. બફારા ના કારણે લોકો ખૂબ જ હેરાન પરેશાન છે. મોડી રાત્રે બફારો અનુભવતો હોઈ રાત્રે પણ ગરમી અનુભવાય છે. હજીયે. બે થી ત્રણ દિવસ દરમ્યાન તાપમાન ૪૨ થી ૪૪ ડીગ્રી વચ્ચે રહેશે, તો બફારો હજીયે વધશે. ગરમી ની સાથે લૂ નો પ્રકોપ પણ કચ્છ માં વધ્યો છે. ગરમીના સમયમાં લોકોએ બીનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ.