Home Crime ઘાતક હથિયારો સાથે ગૌ-હત્યા કરનાર ત્રણ શખ્સોને પુર્વ કચ્છ એલ.સી.બીએ દબોચ્યા 

ઘાતક હથિયારો સાથે ગૌ-હત્યા કરનાર ત્રણ શખ્સોને પુર્વ કચ્છ એલ.સી.બીએ દબોચ્યા 

2715
SHARE
કચ્છના પ્રવેશદ્વાર એવા સામખીયાળી શીકારપુર વચ્ચે થોડા દિવસ અગાઉ સામે આવેલા ગૌ હત્યાના કિસ્સામાં પોલિસને અંતે સફળતા મળી છે. અને ઘાતક હથિયારો સાથે પુર્વ કચ્છ એલ.સી.બીએ ત્રણને દબોચ્યા છે. પોલિસને મળેલી બાતમીના આધારે પોલિસે સામખીયાળી નજીકના ચેરારીવાંઢ નજીક વોચ ગોઠવી હતી. જેમાં કુરબાર કરીમ સમા નામનો એક શખ્સ બાઇક સાથે ઝડપાયો હતો. જેની પુછપરછમાં પાછળ આવતી એક બોલેરો જીપને પણ રોકી તપાસ કરતા તેમાંથી બે અન્ય શખ્સો શબ્બિર અબ્દુલ જાંબાઇ તથા જુસબ કાસમ ત્રાયા નામના બે શખ્સો પણ ઝડપાયા હતા પોલિસે તેની પુછપરછ કરતા તેઓ ગૌ હત્યા કરી હોવાનુ કબુલાત કરી હતી સાથે અન્ય બે શખ્સોના નામ પણ આપ્યા હતા. પોલિસે તેની જીપની ઝડતી લેતા તેમાંથી એક દેશીબંદુક સહિત અન્ય ઘાતક હથિયારો મળી આવ્યા હતા. જે પોલિસે કબ્જે કરી આગળની તપાસ શરૂ કરી છે. પોલિસની પ્રાથમીક તપાસમાં 19 તારીખે રાત્રે આ શખ્સોએ ગૌ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે. એલ.સી.બીએ પ્રાથમીક પુછપરછ બાદ 3 શખ્સોને સામખીયાળી પોલિસને હવાલે કર્યા છે. હવે પોલિસ તેની સાથેના અન્ય બે સાગરીતો સહિત અગાઉ કોઇ આવી ઘટનાને અંજામ આપ્યો છે કે નહી તેની તપાસ કરશે પોલિસે બે મોટી છરી અને એક દેશી બંદુક સહિત એક જીપ અને બાઇક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વિરોધ પહેલાજ પોલિસની કાર્યવાહી સરાહનીય 

કચ્છમા લાંબા સમયથી ધાર્મીક લાગણી દુભાવવાના કિસ્સામાં લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યા છે. તેવામાં ગૌ હત્યાની ઘટનાથી ભચાઉ સહિત આસપાસના વિસ્તાર અને સમગ્ર કચ્છમાં ગૌ પ્રેમી અને હિન્દુ ધર્મની લાગણી દુભાઇ હતી અને સમાજે માંગ પણ કરી હતી. કે ઝડપથી ગૌ હત્યારા ઝડપાય તેવામા બે દિવસના ટુંકા ગાળામાં પોલિસે ગૌ હત્યાને અંજામ આપનાર શખ્સોની ધરપકડ કરતા ગૌ સેવકોનો રોષ શાંત થયો છે. અને પોલિસને વધુ એક વિરોધનો સામનો નહી કરવો પડે જો કે હજુ બે શખ્સોને ઝડપાવાના બાકી છે. જેથી પોલિસ એ તપાસમાં જોતરાઇ છે.