Home Crime પ્રેમિકાનો ફોન ના આવતા યુવાને કર્યો આપઘાત

પ્રેમિકાનો ફોન ના આવતા યુવાને કર્યો આપઘાત

1101
SHARE
પ્રેમ માં પાગલ યુવા હૈયાઓ માટે એક બીજાનો વિરહ અને જુદાઈ કે નારાજગી સહન કરવા મુશ્કેલ હોય છે તે મોટેભાગે આપણે ફિલ્મો માં કે વાર્તાઓમાં અનુભવતા હોઈએ છીએ. પરંતુ, રીલ લાઈફની જેમ રીયલ લાઈફમાં પણ હવે પ્રેમીઓની સહનશક્તિ ઘટતી જાય છે, એ હકીકત છે. મુંદરા માં ૨૧ વર્ષીય યુવાને માત્ર પ્રેમિકાના ફોનની નારાજગીના મુદ્દે પોતાનો જીવ દઈ દીધો હતો. મુંદરા અદાણી બંદરે આવેલા MICT કન્ટેઇનર ફ્રેઈટ સ્ટેશનની કેન્ટીનના કર્મચારી અંકુર ધનીરાજા ભરુવાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૂળ ઉત્તરાખંડના અને હાલે MICT ની કેન્ટીનમાં કામ કરતા ૨૧ વર્ષીય અંકુરે રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં ઓફીસની અંદર આવેલી કેન્ટીનની અંદર જ ગળે ફાંસો ખાઈને પોતાની જિંદગીનો અંત આણ્યો હતો. મુંદરા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે તેની પ્રેમિકાનો ફોનના આવતાં દુઃખી અને વ્યથિત થઈને ૨૧ વર્ષીય યુવાન અંકુરે પોતાના જીવનનો અંત આણ્યો હતો.
યુવા વયે નાસીપાસ થઈને આપઘાત કરવાના બનતા બનાવો કચ્છમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જીવનમાં ઘણીવાર આપણાં ધાર્યા મુજબ થતું નથી એવા સમયે ધીરજ(સબ્ર) રાખવી જોઈએ. વિપરીત પરિસ્થિતિને અનુકૂળ થતાં શીખવું જોઈએ. માનવ જિંદગીનું મૂલ્ય આપણે સમજવાની જરૂરત છે.