Home Crime અજરખપુરના ગુમ થયેલા એક બાળકની લાશ અને એક બેભાન મળતાં અરેરાટી-કોણે કર્યું...

અજરખપુરના ગુમ થયેલા એક બાળકની લાશ અને એક બેભાન મળતાં અરેરાટી-કોણે કર્યું આ કૃત્ય?

4716
SHARE
ભુજ ની નજીક પધ્ધર પાસે આવેલા અજરખપુર ના બે માસુમ બાળકો ૬ ઠી જુન બુધવાર ના ગુમ થયા હતા. પરંતુ, ગુમ થયાના માત્ર ૨૪ કલાક માંજ એક મૃત હાલતમાં અને એક બેભાન હાલતમાં મળતા પધ્ધર, અજરકખપુર અને આસપાસના ગામોમાં અરેરાટી છવાઈ ગઈ છે . પધ્ધર પોલીસે આ બાળકો સાડા ત્રણ વર્ષના દાનીયાલ ઇસ્માઇલ ખત્રી અને અઢી વર્ષની રૂબાબા આદમ ખત્રીને શોધવા માટે સોશ્યલ મીડીયા ની મદદ લીધી હતી. ન્યૂઝ4કચ્છ વેબન્યૂઝ ઉપરાંત વ્યક્તિગત રીતે પણ અનેક લોકોએ આ ગુમશુદા બંને બાળકો ક્યાંય કોઈને દેખાય અથવા જો મળી આવે તો પધ્ધર પોલીસ અથવા ભુજ પોલીસ કન્ટ્રોલરૂમ ને જાણ કરવા અપીલ કરી હતી. દરમ્યાન ગુમ થયેલા બાળક પૈકી દાનીયાલ ઇસ્માઇલ ખત્રીની મૃત હાલતમાં લાશ મળી આવી હતી. જ્યારે બાળકી રુબાબા આદમ ખત્રી બેભાન હાલતમાં મળી આવી હતી. અજરખપુર ગામની સીમમાં ઝાડીઓ વચ્ચે આ બને બાળકો મળી આવ્યા હતા. જોકે, મૃતક બાળક દાનીયાલની લાશ ઉપર ઇજાના ક્યાંયે નિશાન જોવા ન મળતા તેના મોત અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ઇજાગ્રસ્ત બાળકી રુબાબા ને સારવાર માટે ભુજની વાયેબલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.દરમ્યાન આ ઘટનાને પગલે ડીવાયએસપી પટેલ અને પધ્ધર પોલીસનો કાફલો અજરખપુર સીમ માં તપાસ માટે પહોંચી ગયો છે.આ કૃત્ય કોણે કર્યું? કોણે બાળકોનું અપહરણ કર્યું? એ અંગે પોલીસે ઘનિષ્ટ તપાસ શરૂ કરી છે.